SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ ગુણસ્થાનકે પણ આવી પડે છે. આ પ્રસ્તુત બારમી ગાથા તો શુદ્ધ નિશ્ચયની માત્ર શબ્દની માંય” વાતો કરનારા - “બાંગ” મારનારા શુષ્કજ્ઞાનીઓને સીધી ગંભીર ચેતવણી રૂપ - લાલબત્તી રૂપ છે, અને તે ગર્ભિતપણે એમ પણ સૂચવે છે કે શુદ્ધોપયોગની દશાને યોગ્ય ઉચ્ચ આત્મદશાસંપન્ન ઉત્કૃષ્ટ કોટિના આદર્શ શ્રમણો જ મુખ્યપણે આ શુદ્ધ નિશ્ચયનયપ્રધાન ગ્રંથના યથાયોગ્ય અધિકારી છે. બાકી જે જીવો બિચારા હજુ અશુભોપયોગમાંથી પણ નિવૃત્ત થયા નથી અને શુભ ઉપયોગમાં પ્રવૃત્ત થયા નથી, તેવા જીવોને મુખ્યપણે શુદ્ધોપયોગની કક્ષાનો આવો મહાગ્રંથ પકડાવી દઈ અનધિકાર ચેષ્ટા કરવી કે, શુદ્ધોપયોગની ખાલી પોકળ “વાચાજ્ઞાન રૂપ' વાતો કરવી અને શુભોપયોગમાં કાંઈ ધર્મ નથી એવું એકાંતિક મિથ્યા વિધાન કરવું, તે તો જ્ઞાનીઓએ ભાખેલા-પ્રણીત કરેલા “વ્યવહાર-તીર્થનું વિલોપન કરી તે તે જીવોને અહોભ્રષ્ટ તતોભ્રષ્ટ કરવા રૂપ મહા અવિવેક નહિ તો બીજું શું છે ? આ તો હજુ જેને એકડો પણ આવડતો નથી એવા બાળકને સ્નાતકની પરીક્ષામાં બેસવાનું કહેવા બરાબર છે. અથવા નિશ્ચયનય ગ્રહે, માત્ર શબ્દની માંય; લોપે સદ્ વ્યવહારને, સાધન રહિત થાય. ૨૯ જ્ઞાનદશા પામે નહિ, સાધન દશા ન કાંઈ; પામે તેનો સંગ જે, તે બૂડે ભવમાંહિ. ૩૦ એ પણ જીવ મતાર્થમાં, નિજ માનાદિ કાજ; પામે નહિ પરમાર્થને, અનું અધિકારીમાં જ. ૩૧ નહિ કષાય ઉપશાંતતા, નહિં અંતર વૈરાગ્ય; સરળપણું ન મધ્યસ્થતા, એ મતાર્થી દુર્ભાગ્ય.” ૩૨ - શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર* તેમજ આ અંગે કાળના દુસમપણા અંગેનો પોકાર કરતા અને વર્તમાન સમાજના અંતર્ગત ત્રણ પ્રવાહોનું તાદેશ્ય ચિત્ર રજૂ કરતા સુપ્રસિદ્ધ અમૃત પત્રમાં (Immortal, nectour-like) વર્તમાન યુગના સંતશિરોમણિ પરમ પરમાર્થવિદ્દ શ્રીમદ્ રાજચંદ્રજી જેવા જ્ઞાનાવતાર પુરુષે જે ટંકોત્કીર્ણ અમૃત વચનો કહ્યાં છે, તે પ્રત્યેક મુમુક્ષુએ પુનઃ પુનઃ મનન કરી હૃદયમાં કોતરી રાખવા યોગ્ય છે - તેમજ વ્યવહાર બે પ્રકારના છે, એક પરમાર્થ મૂળ હેતુ વ્યવહાર અને બીજો વ્યવહાર રૂપ વ્યવહાર. પૂર્વે આ જીવે અનંતીવાર કર્યા છતાં આત્માર્થ થયો નહીં એમ શાસ્ત્રોમાં વાક્યો છે, તે વાક્ય ગ્રહણ કરી સચોડો વ્યવહાર ઉત્થાપનારા પોતે સમજ્યા એવું માને છે, પણ શાસ્ત્રકારે તો તેવું કશું કહ્યું નથી. જે વ્યવહાર પરમાર્થહેતુ મૂળ વ્યવહાર નથી અને માત્ર વ્યવહારહેતુ વ્યવહાર છે, તેના દુરાગ્રહને શાસ્ત્રકારે નિષેધ્યો છે. જે વ્યવહારનું ફળ ચાર ગતિ થાય તે વ્યવહાર વ્યવહારહેતુ કહી શકાય, અથવા જે વ્યવહારથી આત્માની વિભાવ દશા જવા યોગ્ય ન થાય તે વ્યવહારને વ્યવહારહેતુ વ્યવહાર કહેવાય, એનો શાસ્ત્રકારે નિષેધ કર્યો છે, તે પણ એકાંતે નહીં, કેવળ દુરાગ્રહથી અથવા તેમાં જ મોક્ષમાર્ગ માનનારને એ નિષેધથી સાચા વ્યવહાર ઉપર લાવવા કર્યો છે અને પરમાર્થહેતુ મૂળ વ્યવહાર શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા, આસ્થા અથવા સદૂગુરુ, સશાસ્ત્ર અને મન વચનાદિ સમિતિ તથા ગુણિ તેનો નિષેધ કર્યો નથી અને તેનો જે નિષેધ કરવા યોગ્ય હોય તો શાસ્ત્રો ઉપદેશીને બાકી શું સમજવા જેવું રહેતું હતું કે શું સાધનો કરાવવાનું જણાવવું બાકી રહેતું હતું કે શાસ્ત્રો ઉપદેશ્યાં ? અર્થાત તેવા વ્યવહારથી પરમાર્થ પમાય છે અને અવશ્ય જીવે તેવો વ્યવહાર ગ્રહણ કરવો કે જેથી પરમાર્થ પામશે એમ શાસ્ત્રોનો આશય છે. શુષ્ક અધ્યાત્મી અથવા તેના પ્રસંગી તે આશય સમજ્યા વિના તે વ્યવહારને ઉત્થાપી પોતાને તથા પરને દુલ્લભબોધીપણું કરે છે. • જુઓ : આત્મસિદ્ધિ શાસ્ત્ર ઉપર “રાજ જ્યોતિ મહાભાષ્ય (સ્વરચિત - (ડૉ. ભગવાનદાસ)) ૧૩૬
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy