SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વરંગઃ સમયસાર ગાથા-૧૨ શમ સંવેગાદિ ગુણો ઉત્પન્ન થયે અથવા વૈરાગ્ય વિશેષ, નિષ્પક્ષપાતતા થયે, કષાયાદિ પાતળાં પડ્યે તથા કંઈ પણ પ્રશાવિશેષથી સમજ્યાની યોગ્યતા થયે જે સદ્ગુરુગમે સમજવા યોગ્ય અધ્યાત્મ ગ્રંથો, ત્યાં સુધી ઘણું કરી શસ્ત્ર જેવા છે, તે પોતાની કલ્પનાએ જેમ તેમ વાંચી લઈ, નિર્ધારી લઈ, તેવો અંતર્ભેદ થયા વિના અથવા દશા ફર્યા વિના, વિભાવ ગયા વિના પોતાને વિષે જ્ઞાન કલ્પે છે અને ક્રિયા તથા શુદ્ધ વ્યવહારરહિત થઈ વર્તે છે, એવો ત્રીજો પ્રકાર શુષ્ક અધ્યાત્મીનો છે. ઠામ ઠામ જીવને આવા યોગ બાઝે તેવું રહ્યું છે અથવા તો શાન રહિત ગુરુ કે પરિગ્રહાદિ ઈચ્છક ગુરુઓ, માત્ર પોતાના માન પૂજાદિની કામનાએ ફરતા એવા, જીવોને અનેક પ્રકારે અવળે રસ્તે ચડાવી દે છે, અને ઘણું કરીને ક્વચિત્ જ એવું નહીં હોય. જેથી એમ જણાય છે કે કાળનું દુસમપણું છે.'' - શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક - (૩૪૮), ૪૨૨* જો વ્યવહાર દ્વારા પણ પરમ ભાવ પ્રત્યે જ જવાનું છે - ૫૨માર્થ જ સાધવાનો છે, તો પછી આ વ્યવહાર માર્ગનું નિરૂપણ શા માટે કરવામાં આવ્યું હશે ? એવો સ્વાભાવિક પ્રશ્ન થશે. તે વ્યવહાર માર્ગે ૫૨મ પરમાર્થનું જ પ્રતિપાદન કરવા માટે, પરમાર્થ સમજાવવા માટે જ પ્રરૂપવામાં આવ્યો છે, પરમાર્થરૂપ નિશ્ચય લક્ષ્ય પ્રત્યે જ જીવનું લક્ષ દોરવા માટે બોધવામાં આવ્યો છે. અત્રે પૂર્વે આઠમી ગાથામાં કહ્યું હતું તેમ, અનાર્યને સમજાવવા માટે જેમ અનાર્ય ભાષાનો પ્રયોગ કરવો પડે, તેમ પરમાર્થથી અનભિજ્ઞ જીવને પરમાર્થ પમાડવા માટે વ્યવહારનો ઉપયોગ અનિવાર્યપણે આવશ્યક છે. એટલે જ અત્રે ટાંકેલી પ્રાચીન ગાથામાં કહ્યું છે કે વ્યવહારનું પ્રયોજન પરમાર્થ પ્રતિપાદન ‘જે નિશ્ચયને - પરમાર્થને છેદે છે, ઉત્થાપે છે, તે તત્ત્વને છેદે છે, અને જે વ્યવહારને છેદે છે તે તીર્થને છેદે છે.’** પણ આ એક વાત ભૂલવા જેવી નથી કે પરમાર્થ જ સાધ્ય છે, વ્યવહાર સાધ્ય નથી, વ્યવહાર તો સાધન છે. પરમાર્થ રૂપ લક્ષ્યનો લક્ષ કરાવવા માટે જ વ્યવહારની* ઉપયોગિતા છે. વ્યવહાર સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની ઉત્તરોત્તર શુદ્ધિ પણ ક્રમે કરીને આત્માને સ્વરૂપ પર પુનઃ આરોપવા માટે છે, સ્વરૂપ પર પુનઃ આરૂઢ કરવા માટે છે, કારણકે સ્વરૂપ ભ્રષ્ટ થવાથી જ આત્માનું સંસાર પરિભ્રમણ થયું છે. માટે સમસ્ત વ્યવહારનું પ્રથમ ને એક જ પ્રયોજન આત્માને પુનઃ સ્વરૂપમાં આણી ‘નિજ ઘર' પધારવાનું છે અને પછી વ્યવહાર રત્નત્રયી દ્વારા આ સ્વરૂપ આરોપણ રૂપ પ્રથમ ભૂમિકા-નિજ ‘પદ’ પ્રાપ્ત કરી, જીવ નિશ્ચય રત્નત્રયીરૂપ મોક્ષમાર્ગનો સાધક-સાધુ બની, ઉત્તરોત્તર ઉચ્ચ ઉચ્ચ ભૂમિકાઓને - આત્મદશાઓને સ્પર્શે તો સ્પર્શતો ગુણસ્થાનકના કે યોગદૃષ્ટિના વિકાસ ક્રમથી મોક્ષમાર્ગે આગળ વધતો જાય છે અને છેવટે આત્મશુદ્ધિની પરમ પરાકાષ્ઠાને પ્રાપ્ત કરી તે શુદ્ધ આત્મસિદ્ધિરૂપ મોક્ષને પામે છે - સિદ્ધ બને છે. સંબંધઃ સમન્વય આમ નિશ્ચય-વ્યવહારનો પરસ્પર સાપેક્ષ સંબંધ છે. તેમાં પરમાર્થ ભૂતાર્થ છે, વ્યવહાર અભૂતાર્થ છે. પરમાર્થ તે પરમાર્થ છે, વ્યવહાર તે વ્યવહાર છે, પરમાર્થ તે વ્યવહાર નિશ્ચય - વ્યવહારનો સાપેક્ષ નથી, વ્યવહાર તે ૫રમાર્થ નથી. વ્યવહારના આલંબન સાધનથી પરમાર્થ પ્રત્યે આવી, જે પરમાર્થને પરમાર્થરૂપે આરાધે છે તે મોક્ષ પામે છે. જે વ્યવહારને જ પરમાર્થ માની બેસી વ્યવહારના કુંડાળામાં જ ગોળ ગોળ ફર્યા કરે છે, તે સંસારના કુંડાળામાં પણ ફર્યા કરે છે. સંક્ષેપમાં આ જિનના મોક્ષમાર્ગની વ્યવસ્થા છે. તાત્પર્ય એ કે-જે જિનના મૂળ પરમાર્થ માર્ગમાં વર્તે છે તે સાક્ષાત્ જિનમાર્ગમાં છે, તે મૂલ માર્ગનો સતત લક્ષ રાખી સકલ વ્યવહાર તેની સાધના પ્રત્યે પ્રવર્તાવે છે, તે જિન માર્ગાનુસારી છે, અને જે વ્યવહારને જ પરમાર્થ માની તેને જ આરાધ્યા કરે છે તે જિનમાર્ગથી બાહ્ય છે. .. જુઓ : શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક-૪૨૨ અને ‘અધ્યાત્મ રાજચંદ્ર’ (સ્વરચિત) “मुख्योपचारविवृत्तिः व्यवहारोपायतो यतः संतः । જ્ઞાત્વા શ્રયંતિ શુદ્ધ તત્વમિતિ વ્યવતિઃ કૂખ્યા ।' - શ્રી પદ્મનંદિ પં. નિશ્ચય પંચાશતુ-૧૧ ૧૩૭
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy