SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વરંગઃ સમયસાર ગાથા-૧૨ આશય ત્યાં આધારભૂત છે, એવું પ્રમાણ જિનાગમને વિષે વારંવાર કહ્યું છે. બોધબીજની પ્રાપ્તિ થયે નિર્વાણમાર્ગની યથાર્થ પ્રતીતિ થયે પણ તે માર્ગમાં યથાસ્થિત સ્થિતિ થવાને અર્થે જ્ઞાની પુરુષનો આશ્રય મુખ્ય સાધન છે અને તે ઠેઠ પૂર્ણ દશા થતાં સુધી છે. નહીં તો જીવને પતિત થવાનો ભય છે એમ માન્યું છે. તો પછી પોતાની મેળે અનાદિથી ભ્રાંત એવા જીવને સદ્ગુરુના યોગ વિના નિજ સ્વરૂપનું ભાન થવું અશક્ય હોય, એમાં સંશય કેમ હોય ?” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૩૪૭, ૪૮૭ . આમ પ્રથમ અવસ્થામાં - અપરમ ભાવની દશામાં પરમ ભાવની પ્રાપ્તિ અર્થે શુદ્ધનયના લક્ષ વ્યવહારનય પણ ઉપકારી હોઈ “પ્રયોજનવાનુ’ - પુષ્ટ બળવાન - પ્રથમાવસ્થામાં વ્યવહાર પ્રયોજનભૂત છે, પણ ઉત્તર અવસ્થામાં - જ્યારે પરમ ભાવની દશાની પ્રયોજનભૂતઃ ઉત્તરાવસ્થામાં મા પ્રાપ્તિ થઈ ચૂકી છે ત્યારે – વ્યવહારનયનું કોઈ પ્રયોજન રહેતું નથી, માત્ર નિશ્ચય જ પ્રયોજનભૂત * શુદ્ધનય જ પરમ ભાવમાં સુસ્થિતિના દઢીકરણાર્થે ઉપકારી હોઈ પ્રયોજનવાનુ’ - પ્રબળ પુષ્ટ પ્રયોજનભૂત હોય છે, પરમ ભાવની પરિભાવનાર્થે પરમ ઉપયોગી હોય છે અને “આમ જ તીર્થનું અને તીર્થફલનું વ્યવસ્થિતપણું છે', તીર્થતીર્થત્તોલ્થિને વ્યવસ્થિતત્વ7 | આ અંગે અત્રે પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ આગમ પ્રસિદ્ધ પ્રાચીન ગાથા ટાંકી છે કે – “જો તમે જિનમતને માનતા હો - અંગીકાર કરતા હો, તો વ્યવહાર અને નિશ્ચય મ મૂકો, કારણકે એક (વ્યવહાર) વિના તીર્થનો છેદ થાય છે અને બીજા (નિશ્ચય) વિના તત્ત્વનો છેદ થાય છે.” અર્થાત્ “તીર્થ એટલે તરવાનું સાધન, તારે તે તીર્થ, સંસાર સમુદ્રને કાંઠે આણે તે તીર્થ. વ્યવહારનય છે તે તરવાના સાધન રૂપ હોઈ “તીર્થ છે, કે જેના વડે કરીને વ્યવહાર તીર્થ - નિશ્ચય તીર્થકલ તત્ત્વરૂપ તીર્થફલ પ્રાપ્ત થાય છે અને નિશ્ચય છે તે “તીર્થફલ” રૂપ તત્ત્વ છે, વ્યવહાર છેદે તે તીર્થ છે : વસ્તુનું સહજ નિજ સ્વરૂપ છે - “સહજત્મસ્વરૂપ છે. જે વ્યવહારને મૂકી નિશ્વય છદ તે તત્વ છેદ દઈએ અને એકાંત નિશ્ચયને ભજીએ, તો તીર્થનો ઉચ્છેદ થાય અને તીર્થફલ રૂપ નિશ્ચય-તત્ત્વ પણ પમાય નહિ, અને જો નિશ્ચયને મૂકી દઈ અને એકાંત વ્યવહારને ભજીએ તો તત્ત્વરૂપ તીર્થકલનો લક્ષ્ય નહિ હોવાથી. વ્યવહાર લક્ષ્ય વિનાના બાણની જેમ નિષ્ફળ થાય. માટે પરસ્પર સાપેક્ષપણે યથાસ્થાને પોતપોતાની મર્યાદા પ્રમાણે વિનિયોજિત નિશ્ચય-વ્યવહાર માનવા યોગ્ય છે. કારણ નિશ્ચય-તત્ત્વરૂપ સાધ્યને નિરંતર લક્ષ્યમાં રાખી, વ્યવહાર રૂપ તીર્થને જે સેવે છે, તે તીર્થફલ રૂપ સાર તત્ત્વને - સમય સારને પામે છે, આ પ્રમાણવાર્તા છે અને તે મહાગીતાર્થ મહામુનીશ્વર આનંદઘનજીએ આ અમર શબ્દોમાં અપૂર્વ ભાવથી સંગીત કરી છે - “ચક્રી ધરમ તીરથ તણો, તીરથ ફલ તત્ત સાર રે; તીરથ સેવે તે લહે, આનંદઘન નિરધાર રે... ધરમ પરમ અરનાથનો.” - શ્રી આનંદઘનજી જાણણ આતમ તત્ત, નિશ્ચ નય વ્યવહાર હૈ, તીર્થ પ્રવૃત્તિ નિમિત્ત તિણ, દો નય જિનવર કહ્યા.” - શ્રી દેવચંદ્રજી કૃત દ્રવ્યપ્રકાશ'-૨-૨૭ આ પરથી ફલિત થતો સામાન્ય આશય એ છે કે, જેમ સોનું ષોડશ વર્ણિકાવાળું શુદ્ધ જાત્ય સુવર્ણ ન થાય ત્યાં સુધી તેને અગ્નિતાપની પાકપરંપરાની અપેક્ષા રહે છે, આ પરથી ફલિત થતો પણ સૌથી ઉપરની ષોડશ વર્ણિકા પ્રાપ્ત થયા પછી તેની અપેક્ષા રહેતી તા તાત્કાર્ય બોધ નથી. તેમ જ્યાં સુધી આત્મા નિર્મળ શુદ્ધ આત્મસ્વભાવ પામતો નથી ત્યાં સુધી તેને પરમાર્થસાધક શુદ્ધ વ્યવહારરૂપ અગ્નિતાપદ્વારા આત્મશુદ્ધિ પ્રાપ્ત કરવાની પૂરેપૂરી અપેક્ષા રહે છે, પણ શુદ્ધ આત્મદશાને પામેલા યોગારૂઢ પરમર્ષિઓને તેની કાંઈ અપેક્ષા રહેતી નથી, પરંતુ તેવી પરમ દશા પ્રાપ્ત થયા પૂર્વે પોતાની તેવી દશા કલ્પી લઈ. જે શિથિલાચારી સ્વચ્છંદવિહારી જનો શુદ્ધ વ્યવહારનું પરમ ઉપકારી આલંબન છોડી દે છે. તેઓ માર્ગભ્રષ્ટ થાય છે. એટલું જ નહિ પણ અધ:પાતને પણ પામે છે, સંયમ શ્રેણીથી લડથડતા લડથડતા પહેલે ૧૩૫
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy