SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ અને તે તે દ્રવ્ય તે અનંત સ્વધર્મ ચક્રને’ - સ્વ ધર્મ સમૂહને (નહિ કે પરધર્મ ચક્રને) ‘ચુંબે' છે. અર્થાત્ પાણીમાં ડૂબકી મારનાર જેમ પાણીમાં જ મગ્ન હોય છે, ડૂબેલ હોય છે, બ્હાર ડોકાતો નથી, તેમ આ અનંત સ્વધર્મ ચક્ર પોતાના દ્રવ્યની અંદર જ મગ્ન છે, ડૂબેલ છે, વ્હાર ડોકીઉં પણ કરતું નથી. અને તે તે દ્રવ્ય પણ ચક્ર જેવા આખા અખંડ અનંત સ્વધર્મ ચક્રને ચુંબે છે, નહિ કે અમુક વા ખંડ ખંડ ધર્મને. કારણકે ચક્રનો એક અંશ ફરતાં સમગ્રપણે આખું ચક્ર ફરે છે, તેમ પ્રત્યેક અર્થ-દ્રવ્યનું આખું સ્વધર્મ ચક્ર એકી સાથે એક સમુદાય રૂપે સમગ્રપણે વર્તે છે અને તે અનંત સ્વધર્મ ચક્રમાં એકી સાથે વર્તતો પ્રત્યેક અર્થ-દ્રવ્ય સ્વધર્મ ચક્રવર્તી છે, સ્વધર્મ ચક્ર સાથે ગાઢ આશ્લેષ રૂપ અપૃથક્ ભાવ ધરતો સ્વધર્મ ચક્રવર્તી એવો આ પ્રત્યેક અર્થ-દ્રવ્ય જાણે પોતાના અનંત ધર્મને વસ્તુ સ્વભાવને એકરસ ભાવ રૂપ પરમ પ્રેમથી ચુંબે છે, અર્થાત્ એકીભૂત-એકરૂપ થઈ ગયેલ એકરસ ભાવરૂપ અપૃથભૂત ભાવથી તેનાથી કદી પણ જૂદો પડતો નથી. આમ આ પ્રત્યેક અર્થ-દ્રવ્ય, સ્વધર્મ ચક્રને ચુંબે છે, પણ પરસ્પર એકબીજાને ચુંબતા નથી, દૂરથી સ્પર્શતા પણ નથી. સ્વધર્મ ચક્રવર્તી ષટ્કવ્ય અર્થાત્ આ પ્રત્યેક અર્થ-દ્રવ્ય રૂપ ધર્મચક્ર વર્તીની સ્વધર્મ ચક્રમાં અખંડ આણ વર્તે છે, પણ તે પરધર્મ ચક્રમાં માથું મારતો નથી કે બીજો કોઈ તેના સ્વધર્મ ચક્રમાં માથું મારતો નથી. સ્વધર્મ ચક્રવર્તી ષટ્કવ્ય આમ પ્રત્યેક અર્થ-દ્રવ્ય સ્વીયદ્રવ્યાન્તર્મ નાનંતસ્વધર્મવઘુશ્વિનોઽપિ પ્રત્યેક દ્રવ્યના પોતપોતાના દ્રવ્યમાં અંતર્મગ્ન અનંત સ્વધર્મચક્રને ચુંબે છે, પણ પરસ્પર દ્રવ્ય-ક્ષેત્ર-કાળ – ભાવ જૂદા એક્બીજાને પરસ્પર ચુંબતા નથી. લેશમાત્ર પણ દૂરથી પણ નથી સ્પર્શતા. કારણકે પ્રત્યેક અર્થના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ જૂદા છે. એટલે કોઈપણ અર્થના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ બીજા કોઈ પણ અર્થના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને લેશ સ્પર્શ કરતા નથી અને અન્ય અર્થના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી લેશ પણ સ્પર્શ કરાતા નથી. પ્રત્યેક અર્થ-સમય પોતપોતાના જ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની મર્યાદામાં જ-સમયમાં જ રહ્યા છે, પરઅર્થના-પરસમયના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની મર્યાદામાં-સમયમાં અતિક્રમ કરતા નથી, એટલે કે પ્રત્યેક અર્થ-સમય પોતપોતાના જ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવના સમયમાં જ-મર્યાદામાં જ વર્તે એમ જિનસમય-જિનાગમ-જિન આશા છે, એવી જિનઆશા રૂપ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ એ ચતુર્વિધ રાજનીતિનું ઉલ્લંઘન કોઈ અર્થ કરતા નથી. જડ-ચેતન કોઈ પણ અર્થ ‘ત્રાસ' પામી, પરસમયમાં જવા રૂપ ‘ત્રાંસુ’ - વાંકુ વક્ર ગમન કરી, આ જિનઆજ્ઞા રૂપ રાજનીતિનો લોપ કરતા નથી ! અર્થાત્ વિશ્વના સર્વ અર્થમાં જાણે જિન શાસનની - જિન વાણીની પરમ આશા વર્તી રહી છે ! પરમ દ્રવ્યાનુયોગ પટુ મહામુનિ શ્રી દેવચંદ્રજી જેવા મહાગીતાર્થ સંત કવિજને અને શ્રીમદ્ રાજચંદ્રજી જેવા પરમતત્ત્વ દ્રષ્ટાએ પરમ ભક્તિરસથી અદ્ભુત તત્ત્વદર્શપણે સંગીત કર્યું છે, તેમ જડ-ચેતન સર્વ અર્થો જાણે જિન ભગવાનની આજ્ઞામાં વર્તી રહ્યા છે ! ‘દ્રવ્ય ક્ષેત્ર ને કાળ ભાવ એ, રાજનીતિ એ ચારજી, - ત્રાસ વિના જડ ચેતન પ્રભુની, કોઈ ન લોપે કારજી. શીતલ જિન પતિ પ્રભુતા પ્રભુની મુજથી કહિય ન જાયજી.'' શ્રી દેવચંદ્રજી લોકને વિષે જે પદાર્થ છે તેના ધર્મ દેવાધિદેવે પોતાના જ્ઞાનમાં ભાસવાથી જેમ હતા તેમ વર્ણવ્યા છે, પદાર્થો તે ધર્મથી બહાર જઈ પ્રવર્તતા નથી, અર્થાત્ જ્ઞાની મહારાજે પ્રકાશ્યું તેથી બીજી રીતે પ્રવર્તતા નથી, તેથી તે જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે પ્રવર્તે છે એમ કહ્યું છે, કારણકે જ્ઞાનીએ પદાર્થના જેવા ધર્મ હતા. તેવા જ તેના ધર્મ કહ્યા છે.'' - શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક-૭૫૩, ૯૫૮ ... આમ સ્વધર્મ મર્યાદામાં જ વર્તતા આ સર્વ અર્થ સ્વધર્મચક્ર ચુંબી-સ્વધર્મ ચક્રને ચુંબનારા છતાં પરસ્પર અચુંબી - નહિ ચુંબનારા છે, એટલે જ ‘અત્યંતત્રત્યાસત્તાવપિ' અત્યંત પ્રત્યાસત્તિમાં પણ - અત્યંત નિકટવર્તિપણામાં પણ નિત્યે જ સ્વરૂપથી પડતા નથી, નિત્યમેવ સ્વરૂપાવપતંતઃ - એક લોકાકાશ E
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy