SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વરંગઃ સમયસાર ગાથા-૩ આ જગના પરમ તત્ત્વજ્ઞાની તીર્થંકરાદિ પરમ જ્ઞાનીઓએ શોધી શોધીને શોધ્યું, તો આ વિશ્વના મૂળ તત્ત્વભૂત આ છ જ* અર્થો - દ્રવ્યો દીઠા : (૧) ધર્માસ્તિકાય, (૨) અધર્માસ્તિકાય, (૩) આકાશાસ્તિકાય, (૪) પુદ્ગલાસ્તિકાય, (૫) જીવાસ્તિકાય, (૬) કાળ. વિશ્વના સૂત્રધાર રૂપ આ છ દ્રવ્યમાં જ સર્વ અર્થો સમાય છે, આ છ"" દ્રવ્યને છોડીને બીજો કોઈ પણ અર્થ આ લોકમાં નથી.""" આ એકેક દ્રવ્યમાં પોતપોતાના અનંત ગુણ ધર્મ રહ્યા છે, અનંત ગુણ પર્યાય વર્તે છે, તે પરસ્પર સહકારથી પરમ પ્રેમથી ‘એકીભાવી' એક ભાવથી ‘જુદાઈ વિના' વર્તી રહ્યા છે અને તે એકરસ ભાવરૂપ પરમ પ્રેમથી તે તે દ્રવ્યો જાણે તે અનંત સ્વ ધર્મોને ચુંબી રહ્યા છે. એટલે જ તે તે દ્રવ્યના ગુણ પર્યાય રૂપ અનંત સ્વધર્મ ચક્ર પોતપોતાના દ્રવ્યમાં જ ‘અંતર્મંગ્ન' છે અંદર ડૂબેલા પડ્યા છે, સ્વધર્મ ચક્ર ચુંબી છતાં પરસ્પર અબતા ‘અર્થ’ શબ્દનો પ્રયોગ દ્રવ્ય-ગુણ અને પર્યાય એ ત્રણેના સંબંધમાં કરાય છે, અને તે પણ પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ પ્રવચનસાર’ પ્ર.શ્રુ.સં. ગાથા-૮૭ની વ્યાખ્યામાં કહ્યું છે, તેમ આ પ્રકારે વ્યુત્પત્તિ અર્થથી સિદ્ધ થાય છે : 'ગુન્ન-પર્યાયો પ્રતિ જાય છે વા ગુણ-પર્યાયોથી જવાય છે. એવા અર્થે તે દ્રવ્યો, આશ્રયપણે દ્રવ્યો પ્રતિ જાય છે વા આશ્રયભૂત દ્રવ્યોથી જવાય છે અર્થે તે ગુણો, દ્રો પ્રતિ ક્રમપરિણામથી જાય છે વા દ્રવ્યોથી ક્રમપરિણામથી જવાય છે એવા અર્થો તે પર્યાયો.' જેમકે - સુવર્ણ દ્રવ્ય છે, પીળાપણું વગેરે ગુણ છે, કુંડળ વગેરે પર્યાયો છે, આમાં પીળાપણું વગેરે ગુણોનું અને કુંડળાદિ પર્યાયોનું સુવર્ણદ્રવ્યથી જૂદાપણું- પૃથગ્ ભાવ નથી, એટલે સુવર્ણ જ એઓનો આત્મા છે, તેમ દ્રવ્ય-ગુણ-પર્યાયોમાં ગુણ પર્યાયોનું દ્રવ્યથી જૂદાપણું - પૃથગ્ ભાવ નથી, એટલે દ્રવ્ય જ ગુણ-પર્યાયોનો આત્મા છે. આમ અર્થ શબ્દ દ્રવ્ય ગુજ્ઞ પર્યાયમાં વપરાય છે, પણ ગુણ-પર્યાયનો આત્મા દ્રવ્ય છે, એટલે ગુણ-પશ્ચિયનો દ્રવ્યમાં અંતર્ભાવ થઈ જતો હોવાથી અર્થ એટલે અત્રે મુખ્યપણે દ્રવ્ય સમજવાનું છે. પ્રવચનસાર’ની પ્રસ્તુત મૂળ ગાથા (૮૭) આ પ્રમાણે - " दव्वाणि गुणा तेर्सि पजाया अटूट्ठसण्णया भणिया । तेसु गुणपत्त्रयाणं अप्पा दम्पत्ति उपदेसो ॥" વિશેષ માટે જુઓ શ્રી અમૃતચંદ્રાચાર્યજીની તત્ત્વ સર્વેકષા અદ્ભુત ટીકા, આ છ દ્રવ્યનું યત્ કિંચિત્ સ્વરૂપ અત્રે બીજી ગાથાના વિવેચનમાં કહ્યું છે. એટલે વિસ્તારભયથી અત્રે વિશેષ નહિ કહેતાં, પંચાસ્તિકાય” તથા “પ્રવચનસાર' દ્વિતીય અધિકારનું અવલોકન કરવાનું સુશ જિજ્ઞાસુને નમ્ર સૂચન કરીએ છીએ. સંક્ષેપમાં તો આ ષટ્ દ્રવ્યના સ્વરૂપનો નિષ્કર્ષ આપતા કવિવર બનારસીદાસજીના સુંદર દોહા આ રહ્યા - 'ચૈતનવંત અનંત ગુન, પરખૈ સતિ અનંત, અલખ અખંડિત સર્વગત, જીવ દરબ વિનંત. ફરસ-વરન-રસ - ગંધમય, નરદ-પાસ-સંઠાન, અનુરૂપી પુદગલ દરબ, નભ પ્રદેશ પરવાન. જૈસે સલિલ સમૂહમેં, કરે મીન ગતિ કર્મ, તૈસૈ પુદગલ જીવ કૌં, ચલન સાઈ ધર્મ. આ પંથી ગ્રીષમ સમે, બૈઠે છાયા માંહિ, ત્યૌં અધર્મકી ભૂમિમૈં, જડ ચેતન ઠહરાંહિ. સંતત જાકે ઉદારમેં, સકલ પદારથ વાસ, જો ભાજન સબ જગત કૌ, સોઈ દરબ આકાસ. જો નવ કરિ જીરન કરે, સકલ વસ્તુસ્થિતિ કાંનિ, પરાવર્ત વર્તન ધરે, કાલ દરબ સો જાંનિ.'' - ‘સમયસાર નાટક’ ઉપોદ્ઘાત, ૨૦-૨૫. દ્રવ્યાનુયોગ પટુ મહામુનિ દેવચંદ્રજીએ પણ ‘દ્રવ્ય પ્રકાશ’માં દિવ્ય તત્ત્વપ્રકાશ રેલાવ્યો છે કે - ‘ધરમ અધરમ દ્રવ્ય નભ કાલ ચારો દ્રવ્ય, અરૂપી અખંડ જડ ભાવ લીયે વરતે, તામે તિન અસ્તિકાય કાલ વિનુ જિન કહે, ગહે ગનધાર તીન પદ અનુસરતે, ચ્યારો નિજ ગુણવાન લછન નિધાન નિત, નિજ નિજ કાજ સાથે મ્પિલે કૌન પરતે, ચ્યારો સૌ વિયુક્ત નિત અલિપત નભવત, જીવ તત્ત સિદ્ધ હોય ભૌ સમુદ્ર તરતે.'' - દ્રવ્યપ્રકાશ, ૨-૪૦ "जीवमजीवं दयं जिणवश्वसहेण जेण णिद्दिष्टं । ર્નિર્વિવયં સં પતે સવા કિસ્સા ॥” - શ્રી નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી કૃત ‘દ્રવ્ય સંગ્રહ’-૧ પ
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy