SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ એવો આ જીવ પદાર્થ સત્ ચિત્ દ્રવ્ય છે. અને આ દ્રવ્ય છે, એટલા માટે જ તે ‘મામ પ્રવૃત્તિ-વિચિત્રસ્વભાવવત ક્રમ-અક્રમ, પ્રવૃત્ત પ્રવૃત્તિવાળા વિચિત્ર-ભાવ સ્વભાવપણાને લીધે ગુણ-પર્યાય જેના ઉલ્લંગમાં ગુણ-પર્યાય જેના બેસાડેલ (ખોળે બેસાડેલ) છે એવો છે. વસંત ગુણ પર્યાયઃ' અર્થાત્ ઉસંગમાં છે એવું દ્રવ્ય “વિચિત્ર' નાના પ્રકારના ભાવરૂપ એનું સ્વભાવપણું છે, તેથી કરીને ક્રમે કરીને-એક પછી એક એમ જેની પ્રવૃત્તિ છે એવા “પર્યાયો’ અને અક્રમે કરીને - એકી સાથે એક સમુદાય રૂપે (One congregation) જે પ્રવૃત્ત છે – જેની બધાયની પ્રવૃત્તિ છે. એવા ગુણો” આ દ્રવ્યના ઉત્સંગમાં રહ્યા છે, ખોળામાં રમી રહ્યા છે, “ક્રમ પ્રવૃત્ત-ક્રમભાવી” પર્યાયો અને અક્રમ પ્રવૃત્ત - “સહભાવી' - એક સમુદાય રૂપે સાથે જ વર્તતા (સમકાળ વર્તી) ગુણો એ દ્રવ્યરૂપ પિતાનો ખોળો ખૂંદી રહ્યા છે. અનાદિ અનંત દ્રવ્યમાં* સ્વ પર્યાયો પ્રતિક્ષણે જલમાં જલ કલ્લોલોની જેમ ઉન્મજે છે અને નિમજ્જ છે. “ઉત્પાદન ખર્ચે છે - પલટાવે છે - ફેરવે છે, ઉત્પત્તિ (ઉત્પાદ) અને વિપત્તિને (વિનાશ પામે છે તે પર્યાય', તે બે પ્રકારનો છે - ક્રમભાવી અને સહભાવી સહભાવી તે ગુણ કહેવાય છે. આ અંગે પરમર્ષિ કુંદકુંદાચાર્યજીએ “પંચાસ્તિકાય ગા. ૧૧-૧૨-૧૩માં કહ્યું છે, તેમ - (૧) ઉત્પત્તિ વા વિનાશ દ્રવ્યનો નથી, દ્રવ્યનો તો સદભાવ જ સત્તાથી અપૃથગુ ભૂત જ - અભિન્ન જ માનવું યોગ્ય છે. " અત્રે ત્રણ પ્રકારે દ્રવ્ય લક્ષણ કહ્યું છે - (૧) સતુ દ્રવ્ય લક્ષણ છે, ઉક્ત લક્ષણા સત્તાથી અવિશેષને લીધે દ્રવ્યનું સતુ સ્વરૂપ જ લક્ષણ છે. * (૨) અથવા ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય એ દ્રવ્ય લક્ષણ છે. ક્રમભાવી ભાવોના એક જાતિ અવિરોધી સંતાનમાં પૂર્વભાવનો વિનાશ તે સમુચ્છેદ અને ઉત્તર ભાવનો પ્રાદુર્ભાવ તે સમુત્પાદ, પૂર્વોત્તર ભાવના ઉચ્છેદ-ઉત્પાદમાં પણ સ્વાતિનો અપરિત્યાગ તે ધ્રૌવ્ય. તે સામાન્ય આદેશથી અભિન્ન, વિશેષ આદેશથી ભિન્ન એવા યુગંપભાવી (એકી સાથે હોનારા) સ્વભાવભૂત છે, તે દ્રવ્યનું લક્ષણ હોય છે. (૩) અથવા ગુણ પર્યાયો તે ગુણો છે, વ્યતિરેકી (જુદા પાડતા) વિશેષો તે પર્યાયો છે, તેઓ દ્રવ્યમાં યૌગપઘથી - એકી સાથે અને ક્રમથી પ્રવર્તમાન સત્તા કથંચિત ભિન્ન એવા સ્વભાવભૂત હોઈ દ્રવ્યના લક્ષણપણાને પામે છે. આ ત્રણે દ્રવ્ય લક્ષણોમાંથી કોઈ એક કહેવામાં આવ્યું અન્ય ઉભય અર્થથી જ આપન્ન થાય છે. જો સત છે, તો ઉત્પાદ-વ્યયુ-ધ્રૌવ્યવંત અને ગુણ પર્યાયવંત છે, જે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યવંત છે, તો સતું અને ગુણ પર્યાયવંત છે, જે ગુણ પર્યાયવંત છે તો સત અને ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યવંત છે. કારણકે (૧) સત નિત્યાનિત્ય સ્વભાવપણાને લીધે ધ્રુવપણું અને ઉત્પાદ-વ્યયાત્મકપણું પ્રકાશે છે, ધૃવત્વાત્મક ગુણો અને ઉત્પાદ-વ્યયાત્મક પર્યાયો સાથે એકપણું પ્રકાશે છે. (૨) ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય તો નિત્યાનિત્ય સ્વરૂપ પરમાર્થ એવું સહુ આવે છે અને આત્મલાભના નિબંધનભૂત ગુણ પર્યાયો પ્રકાશે છે. (૩) ગુણ પર્યાયો તો અન્વય-વ્યતિરેકીપણાને લીધે પ્રૌવ્ય-ઉત્પત્તિ-વિનાશ સૂચવે છે અને નિત્યાનિત્ય સ્વરૂપી પરમાર્થ એવું સત્ ઉપલક્ષાવે છે.” (મૂળ માટે જુઓ શ્રી અમૃતચંદ્રાચાર્યજી કૃત પંચાસ્તિકાય’ ટીકા ગા. ૯-૧૦). આવ્યા છે પદ-વ્યય- ધજ અર્થથી "अनादिनिधने द्रव्ये स्वपर्यायाः प्रतिक्षणम् । उन्मज्जति निमज्जन्ति जलकल्लोलवज्जले ॥" "पर्येति उत्पादमुत्पत्तिं विपत्तिं च प्राप्नोतीति पर्यायः । पर्यायो द्विविधः, क्रमभावी सहभावी च, सहभावी गुण ત્યનિધીતે ||” ઈ. - શ્રી યશોવિજયજી કૃત નય પ્રદીપ’ (વિશેષ માટે જુઓ શ્રી મનસુખભાઈ કિરતચંદ કૃત વિવેચન) "उप्पत्तीव विणासो दव्वस्स य णत्थि अस्थि सब्भावो । विगमुप्पादधुवत्तं करंति तस्सेव पजाया || पज्जयविजुदं दव्वं दव्वनिजुत्ता य पज्जया नत्थि । दोण्हं अणण्णभूदं भावं समणा परूविंति ॥ दव्वेण विणा ण गुणा गुणेहिं दव्वं विणा ण संभवंति । સર્વારિરિત્તો માવો બાTM હવટ તા II” - શ્રી “પંચાસ્તિકાય’ ગા. ૧૧-૧૨-૧૩ ૪૮
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy