SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વરંગઃ સમયસાર ગાથા-૨ ‘“સ્પષ્ટ પ્રકાશપણું - અનંત અનંત કોટી તેજસ્વી દીપક, મણિ, ચંદ્ર, સૂર્યાદિની કાંતિ જેના પ્રકાશ વિના પ્રગટવા સમર્થ નથી અર્થાત્ તે સર્વ પોતે પોતાને જણાવા અથવા જાણવા યોગ્ય નથી. જે પદાર્થના પ્રકાશને વિષે ચૈતન્યપણાથી તે પદાર્થ જાણ્યા જાય છે, તે પદાર્થ પ્રકાશ પામે છે, સ્પષ્ટ ભાસે છે, તે પદાર્થ જે કોઈ છે તે જીવ છે. અર્થાત્ તે લક્ષણ પ્રગટપણે સ્પષ્ટ પ્રકાશમાન અચળ એવું નિરાબાધ પ્રકાશ્યમાન ચૈતન્ય તે જીવનું તે જીવ પ્રત્યે ઉપયોગ વાળતાં પ્રગટ દેખાય છે.’’ • શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક-૩૫૮, ૪૩૮ આવો જે સત્ ચિત્ જ્યોતિ જીવ છે, તે ‘અનંતધર્માધિ વૈધર્મિત્વાત્' - અનંત ધર્માધિરૂઢ એકધર્મી પણાને લીધે જેનું દ્રવ્યત્વ ઉદ્યોતમાન છે, એવો છે, ‘ઘોતમાન દ્રવ્યત્વ:’ અર્થાત્ તે એક ચિત્ સત્તાવંત ધર્મી” અનંત ધર્મમાં ‘અધિરૂઢ' છે. ‘અધિ’ અધિકૃત પણે ‘રૂઢ’ આરૂઢ છે, અધિષ્ઠાતા રૂપે વ્યાપક છે, ગણ્યા ગણાય નહિ ને વીણ્યા વીણાય નહિ, એવા અનંત ધર્મ-વસ્તુ સ્વભાવ આ જીવ નામના એક ધર્મીમાં રહ્યા છે અને તેને લીધે તેનું દ્રવ્યપણું ‘ઉદ્યોતમાન’ પ્રકાશમાન છે. શ્રી કાર્તિકેયાનુપ્રેક્ષા ગા. ૧૧૭માં કહ્યું છે તેમ ‘પરિણામસહાવાવો ડિસમયં પરિણમંતિ વ્લા'િ - પરિણામ સ્વભાવ થકી દ્રવ્યો પ્રતિ સમયે પરિણમે છે. પોતાના જ (નહિ કે પરના) ગુણ પર્યાય પ્રત્યે જે દ્રવે છે, દ્રવશે અને દ્રવ્યું હતું તે દ્રવ્ય’. જલનો પ્રવાહ જેમ દ્રવ્યા કરે, પરિણામીપણે પરિણમ્યા કરે, ઢળ્યા કરે, તેમ અખંડ ચિત્ વસ્તુના ચૈતન્યરસનો પ્રવાહ સ્વગુણપર્યાય પ્રવહ્યા કરે છે, એટલા માટે ચિત્ તે દ્રવ્ય છે. “निजनिजप्रदेशसमूहैरखंडवृत्त्या स्वभावविभावपर्यायान् द्रवति द्रोष्यति अदुद्रवदिति द्रव्यम् । શ્રી યશોવિજયજી કૃત નયપ્રદીપ - અનંત ધર્માધિરૂઢ એકધર્મી પણાને લીધે ઉદ્યોતમાન દ્રવ્યત્વ અર્થાત્ પોત પોતાના પ્રદેશ સમૂહે કરી અખંડ વૃત્તિએ રહી સ્વભાવ વિભાવ પર્યાયને જે પ્રાપ્ત થાય છે, થશે અને થયા છે, એ દ્રવ્ય. (તાત્પર્ય કે એવો કોઈ સમય નથી કે જ્યારે દ્રવ્ય પર્યાય રહિત હોય.) એટલે પોતાના (અન્યના નહીં) પ્રદેશમાં અખંડ વૃત્તિએ રહી પર્યાય યુક્ત હોય તે દ્રવ્ય.'' - શ્રી મનસુખભાઈ કિરતચંદ્ર મહેતા મૃત ‘નયપ્રદીપ’ વિવેચન. ** - શ્રી પ્રવચનસાર' દ્વિ.શ્રુ.સ્યું. ૩ ગાથામાં કહ્યું છે તેમ ‘અપરિત્યક્ત સ્વભાવે કરીને (સ્વભાવનો પરિત્યાગ કર્યા સિવાય) ઉત્પાદ-વ્યય-ધ્રુવત્વ સંબદ્ધ એવું ગુણવત્ અને સપર્યાય તે દ્રવ્ય કહેવાય છે. તેમજ શ્રી પંચાસ્તિકાય’ ગા. ૯-૧** માં કહ્યું છે તેમ ‘તે તે સદ્ભાવ પર્યાયો પ્રત્યે દ્રવે છે, જાય છે, તેને દ્રવ્ય કહે છે, અને તે સત્તાથી અનન્યભૂત (જુદું નહિ - અન્ય નહિ એવું) છે. દ્રવ્ય સત્ લક્ષણવાળું છે, ઉત્પાદ-વ્યય-ધ્રુવત્વ સંયુક્ત છે અથવા જે ગુણપર્યાયનો આશ્રય છે તેને સર્વજ્ઞો દ્રવ્ય કહે છે. ઝળહળતા પ્રકાશથી પ્રકાશમાન છે, આવા લક્ષણ સંપન્ન દ્રવ્યપણું જેનું ‘ઉદ્યોતમાન' છે “अपरिच्चत्तसहावेणुप्पादव्वयधुवत्तसंबद्धं । *** *** - મુળવં ૬ સદ્ધાર્ય બન્ને વ્વત્તિ યુદ્યંતિ ॥' - શ્રી કુંદકુંદાચાર્યજી કૃત પ્રવચનસાર’ દ્વિ.શ્રુ.સ્યું. ગા. ૩ “હ્ર વસ્તુ યવનારવ્વસ્વમાવતનુાવ્યધ્રૌવ્ય ળેય મુળ વિમેન 7 યછક્ષ્યતે તદ્રવ્ય ।' ઈત્યાદિ (જુઓ) - શ્રી અમૃતચંદ્રાચાર્યજી કૃત ‘પ્રવચનસાર’ ટીકા. "दवियदि गच्छदि ताई ताई सब्भाव पज्जयाई जं । दवियं त भण्णते अणण्णभूदं तु सत्तादो || दव्वं सल्लक्खणियं उप्पादव्वयधुवत्तसंजुत्तं । મુળપાવાતયં વા નું તે માંતિ સવ્વળુ ।।”” - શ્રી કુંદકુંદાચાર્યજી પ્રણીત પંચાસ્તિકાય’ ગા. ૯, ૧ આ ગાથાની તલસ્પર્શી મીમાંસા કરતાં પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજી વદે છે કે - ‘તે તે ક્રમભાવી અને સહભાવી સદ્ભાવ પર્યાયોને - સ્વભાવ વિશેષોને દ્રવે છે, ગમન કરે છે, સામાન્ય રૂપ સ્વરૂપથી વ્યાપે છે, એમ અનુગતાર્થ (અન્નયાર્થ) નિરુક્તિથી-વ્યુત્પત્તિથી આ દ્રવ્ય વ્યાખ્યાત છે, અને આ દ્રવ્ય લક્ષ્ય-લક્ષણ ભાવાદિ થકી થંચિત્ ભેદ છતાં વસ્તુતઃ ૪૭
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy