SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વગઃ સમયસાર ગાથા-૨ (હોવાપણું જ) છે, વિગમ-ઉત્પાદ-ધ્રુવત્વ તો તેના જ દ્રવ્યના જ) પર્યાયો કરે છે. (૨) પર્યાય વિયુક્ત દ્રવ્ય નથી અને દ્રવ્ય વિયુક્ત પર્યાયો નથી, બન્નેનો અનન્યભૂત ભાવ શ્રમણો પ્રરૂપે છે. (૩) દ્રવ્ય વિના ગુણો નથી, ગુણો વિના દ્રવ્ય સંભવતું નથી, તેથી કરીને દ્રવ્યનો અને ગુણોનો અવ્યતિરિક્ત (અભિન્ન) ભાવ હોય છે.* ગુણ-પર્યાયવતુ દ્રવ્ય ભેદભેદ રૂપે અખંડ એક વસ્તુ પ્રાપ્ત થાય છે. એક જ પુરુષ બાલ-યુવા-વૃદ્ધ એ ત્રણે અવસ્થાનો અનુભવ કરે છે, પણ પુરુષ તો તેનો તે જ છે. સમુદ્રનાં મોજાં પલટાય છે, પણ સમુદ્ર પલટાતો નથી, તેમ પૂર્વ પયયનો નાશ થઈ, ઉત્તર પયયની ઉત્પત્તિ થાય તો ધ્રુવ જ રહે છે. ઘડાનો નાશ થઈ મુકુટ બનાવ્યો, પણ સોનું તો તેનું તે જ છે, તેમ આ જીવ દ્રવ્યના ગુણ-પર્યાય ભલે ફરે, પણ જીવ દ્રવ્ય તો તેનું તે જ છે. આમ આ જીવ પદાર્થ સત્ ચિત્ દ્રવ્ય ગુણ પર્યાયવંત છે. આત્મ દ્રવ્ય નિત્ય છે, પર્યાયે પલટાય; બાલાદિ વય પ્રશ્યનું, જ્ઞાન એકને થાય.” શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર, સૂત્ર-૬૮ “TUપર્યાયવત્ દ્રવ્ય ” - શ્રી તત્વાર્થસૂત્ર. ધર્મ જગનાથનો ધર્મ શુચિ ગાઈએ, આપણો આત્મા તેહવો ભાવિયે, જાતિ જસુ એકતા તેહ પલટે નહિ, શુદ્ધ ગુણ પwવા વસ્તુ સત્તામયી.” - શ્રી દેવચંદ્રજી અને આવો જે જીવ પદાર્થ સત્ ચિત્ દર્શન-શાન જ્યોતિ-સ્વરૂપ ગુણ પર્યાયવંત દ્રવ્ય છે, તે “વપરાવિકાસન-સમર્થાતુ’ -“સ્વ-પર આકારના અવભાસન સમર્થપણાને વૈશ્વરૂપ્ય ઉપાર કરેલો એકરૂપ લીધે વિશ્વરૂપ પણું ઉપાર કરેલ-ઉપગૃહીત કરેલ એવો એકરૂપ છે, “ઉત્તવૈશવરૂષ્યરૂપ:' | આ જીવ દર્શન-જ્ઞાન જ્યોતિ સ્વરૂપ છે, એટલે પોતાના અને પરના આકારના અવભાસનમાં - પ્રકાશનમાં એનું સમર્થનપણું છે. દીપક સૂર્ય-ચંદ્રની જેમ એ સ્વ-પર પ્રકાશક છે, તેથી કરીને સમસ્ત વિશ્વરૂપ ઉપગ્રહતાં છતાં - (Subordinately grasping, secondarily seizing) - ‘ઉપ’ - ગૌણપણે ગ્રહતાં છતાં તે એકરૂપ છે. આ ચેતન જે કાંઈ અર્થક્રિયા કરતું હોય તો તે પરમાર્થસતુ હોય, કારણકે “જે અર્થક્રિયાકારી* હોય તે જ પરમાર્થ સતુ હોય અને જે અર્થ ક્રિયાકારી ન હોય તે પરથી પણ અસતુ છે ?” પણ આ આ ગાથાની તલસ્પર્શી મીમાંસા કરતાં પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ પ્રકાર્યું છે તેનો સારાંશ એ છે કે – (૧) સહ પ્રવૃત્ત ગુણ અને ક્રમ પ્રવૃત્ત પર્યાયનું જ્યાં હોવાપણું છે, એવા ત્રિકાળ અવસ્થાથી અનાદિ અનંત દ્રવ્યના નાશ-ઉત્પાદ યુક્ત નથી, પણ તેના જ સહપ્રવૃત્તિ ભાગી કોઈ પર્યાયોનું ધ્રુવપણું સંભવે છે, છતાં બીજા ક્રમ પ્રવૃત્તિભાગી પર્યાયોના વિનાશ-ઉત્પાદ ઘટે છે, તેથી દ્રવ્યાર્થિક નયની અર્પણામાં (અપેક્ષાએ) અનુત્પાદ-અનુચ્છેદવાળું સત્ સ્વભાવ જ દ્રવ્ય છે, તે જ પર્યાયર્થિક નયની અર્પણામાં (Application) સોત્પાદ અને સોચ્છેદ સમજવું યોગ્ય છે, આ બધું ય દ્રવ્ય અને પર્યાયોના અભેદથી નિર્દોષ છે. (૨) દૂધ-દહીં-માખણ-ઘી વગેરેથી વિદ્યુત ગોરસની જેમ પર્યાય વિદ્યુત દ્રવ્ય છે નહીં અને ગોરસ વિયુત દૂધ-દહીં-માખણ-ઘી વગેરેની જેમ દ્રવ્ય વિયુક્ત પર્યાયો છે નહિ. તેથી દ્રવ્યનો અને પર્યાયોનો વિવક્ષા વિશે કોઈ અપેક્ષાએ ભેદ છતાં, જ્યાં દ્રવ્ય છે, ત્યાં પર્યાય છે ને પર્યાય છે ત્યાં દ્રવ્ય છે, એમ એકબીજા સાથેની વૃત્તિ નહીં છોડતા (અન્યોન્ય સનદક્ વૃત્તિ) દ્રવ્ય-પર્યાયોનો એકાસ્તિત્વ નિયતપણાને લીધે વસ્તુત્વથી અભેદ છે. (૩) દ્રવ્ય અને ગુણોનો પણ તેવો જ અભેદ છે, પુદ્ગલભૂત સ્પર્શ-રસ-ગંધ-વર્ણની જેમ, દ્રવ્ય વિના ગુણો સંભવતા નથી, સ્પર્શ-રસ-ગંધ-વર્ણથી પૃથગુ ભૂત-અલગ પુગલની જેમ ગુણો વિના દ્રવ્ય સંભવતું નથી, તેથી દ્રવ્ય-ગુણોનો પણ વિવફાવશે કોઈ અપેક્ષાએ ભેદ છતાં, જ્યાં દ્રવ્ય છે, ત્યાં ગુણો છે ને ગુણો છે ત્યાં દ્રવ્ય છે. એમ એકબીજા સાથેની વૃત્તિ નહીં છોડતા (અન્યોન્ય નદ૬ વૃત્તિ) દ્રવ્ય-ગુણોનો એકાસ્તિત્વ નિયતપણાને લીધે વસ્તુત્વથી અભેદ છે. આમ - અમૃતચંદ્રજીના વક્તવ્યનો આશય છે, તે પરથી વસ્તુ ભેદભેદ રૂપે પ્રતીત થાય છે. "यदेवार्थक्रियाकारी तदेव परमार्थसत् । यच नार्थक्रियाकारी तदेव परतोऽप्यसत् ॥" ૪૯
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy