SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ મહામતિ પરમ પ્રજ્ઞાનિધાન અમૃતચંદ્રજીએ આત્મખ્યાતિમાં એવું તો અતિ અતિ થોડા પણ પરમ પરમાર્થગંભીર અમૃત (Immortal, nectar-like) શબ્દોમાં સેકંડો ગ્રંથોથી પણ ન કહી શકાય એવો પરમાર્થ આશય સમાવી, જિનમાર્ગનો સાંગોપાંગ સકલ અવિકલ (complete & comprehensive) ક્રમ અલૌકિક મૌલિક શૈલીથી નિખુષ (Clear-cut) તત્ત્વયુક્તિથી પ્રકાશ્યો છેઃ - હવે આનો ઉપાયોપેય (ઉપાય-ઉપેય) ભાવ ચિંતવવામાં આવે છે - આત્મવસ્તુના જ્ઞાનમાત્ર પણામાં પણ ઉપાયોપેય ભાવ વિદ્યમાન છે જ – તે એકનું પણ સ્વયં સાધક-સિદ્ધરૂપ ઉભયપરિણામિપણું છે માટે. તેમાં જે સાધકરૂપ તે ઉપાય, જે સિદ્ધરૂપ તે ઉપેય. એથી કરીને - અનાદિ મિથ્યા દર્શન - જ્ઞાન - ચારિત્રથી સ્વરૂપ - પ્રચ્યવનને લીધે સંસરતાં – સનિશ્ચલ પરિગ્રહીત વ્યવહાર સમ્યગદર્શન - જ્ઞાન - ચારિત્રના પાકપ્રકર્ષની પરંપરાથી ક્રમે કરીને સ્વરૂપે આરોપાઈ રહેલા એવા આ આત્માને - અંતર્મગ્ન નિશ્ચય સમ્યગદર્શન - જ્ઞાન - ચારિત્ર વિશેષતાથી સાધક રૂપે, અને તથાપ્રકારે પરમપ્રકર્ષની કરિકાએ અધિરૂઢ રત્નત્રયાતિશયથી પ્રવૃત્ત સકલ કર્મક્ષયથી પ્રજ્વલિત અસ્મલિત વિમલ સ્વભાવતાથી સિદ્ધરૂપે સ્વયં પરિણમકાન (પરિણમી રહેલ) એક જ ઉપાયોપેય ભાવ સાધે છે. એમ ઉભયત્ર (ઉભય સ્થળે) પણ જ્ઞાનમાત્રની અનન્યતાથી નિત્ય અસ્મલિત એક વસ્તુના નિષ્કપ પરિગ્રહણને લીધે તત્ક્ષણ જ આસંસારથી અલબ્ધભૂમિક મુમુક્ષુઓને પણ ભૂમિકા લાભ થાય છે. એટલે પછી ત્યાં નિત્ય દુર્લલિત તેઓ – સ્વત એવ ક્રમ - અક્રમ વૃત અનેકાંતમૂર્તિઓ સાધક ભાવ થકી જેનો સંભવ છે એવા પરમ પ્રકર્ષ કોટિરૂપ સિદ્ધિ ભાવનું ભાજન થાય છે. પણ જે આ - જ્યાં અનેકાંત અંતર્નાત એવી જ્ઞાનમાત્ર એક ભાવરૂપ ભૂમિને ઉપલભતા (અનુભવતા પામતા) નથી, તેઓ નિત્ય અજ્ઞાનીઓ હોતાં - જ્ઞાનમાત્ર ભાવનું સ્વરૂપથી અભવન પરરૂપથી ભવન દેખતા - જાણતા અને અનુચરતા મિથ્યાદેષ્ટિઓ મિથ્યાશાનીઓ મિથ્યાચરિત્રો હોતાં - અત્યંત ઉપાયોપેયથી ભ્રષ્ટ થયેલાઓ વિભ્રમે જ છે.” આ સૂત્રાત્મક અભત આત્મખ્યાતિ'ના પરમાર્થ આશય પરમાર્થગંભીર છે. તે આ ગ્રંથમાં સર્વત્ર આ લેખકે સ્વકૃત “અમૃત જ્યોતિ મહાભાષ્યમાં પરિફુટ યથાસ્થિત સમજાવ્યો છે, તેનું જિજ્ઞાસુએ અવલોકન કરવાની નમ્ર સૂચના છે. ઉપરમાં ભગવતી “આત્મખ્યાતિ ના ગદ્ય ભાગમાં હજારો ગ્રંથોથી પણ ન વર્ણવી શકાય એવા પરમ અદભુત પરમાર્થઆશય ગંભીર થોડા અમૃત વચનોમાં ઉપાયોપેય ભાવનું અચિંત્ય ચિંતામણિ સમું અનન્ય ચિંતન કરી, તત્ત્વજ્ઞાન - ચંદ્રની સોળે કળાએ ખીલી ઉઠેલા પરમ તત્ત્વચિંતામણિ અમૃતચંદ્રજી હવે તેનો ઉપસંહાર કરતાં, અલૌકિક ચિંતામણિરત્નમયી આ ભગવતી “આત્મખ્યાતિના પૂર્ણાહુતિ અવસરે, પૂર્ણ આત્મભાવોલ્લાસની વસંત ઋતુમાં પૂર્ણ કળાએ ખીલી નીકળી પૂર્ણ ભાવવાહી વસંતતિલકા વૃત્તમાં પંચરત્ન કળશ-કાવ્ય વસંતની રેલછેલ કરે છે – કેમે કરીને - કોઈ પ્રકારે જેનો મોહ દૂર કરાયો છે એવા જેઓ જ્ઞાનમાત્ર નિજ ભાવમયી અકંપ ભૂમિને આક્ષે છે, તેઓ સાધકત્વને પામીને સિદ્ધો થાય છે, પણ મૂઢો તો આને (ભૂમિને) નહિ પામીને પરિભ્રમે છે.' (કળશ ૨૬૬) “સ્યાવાદ કૌશલ અને સુનિશ્ચિલ સંયમ એ વડે કરીને જે અહીં ઉપયુક્ત (ઉપયોગ યુક્ત) એવો સ્વને દિને દિને ભાવે છે તે જ્ઞાન-ક્રિયાની પરસ્પર તીવ્ર મૈત્રીનો પાત્રરૂપ કરાયેલો એક આ ભૂમિને (જ્ઞાન ભૂમિકાને) આક્ષે છે.” (કળશ ૨૬૭) અને તેને જ (જે ઉપરમાં કહ્યો તે જ્ઞાન માત્ર ભૂમિકા પ્રાપ્તને જ) ચિત્ પિંડ પ્રચંડતામાં વિલાસિ વિકાસ – હાસરૂપ શુદ્ધપ્રકાશભરથી નિર્ભર સુપ્રભાત જેનો થયો છે એવો આ આનંદસુસ્થિત સદા અમ્મલિત એકરૂપ અચલ અર્ચિષ (અચલ જ્યોતિ) આત્મા ઉદય પામે છે.” (કળશ ૨૬૮) “સ્યાદ્વાદથી દીપિત લસલસતા મહસૂમાં (મહાતેજ - જ્યોતિમય) પ્રકાશ (પ્રગટ) શુદ્ધસ્વભાવમહિમ્નવંત મ્હારામાં ઉદિત થયે, બંધ-મોક્ષ પથપાતી અન્ય ભાવોથી શું ? માત્ર કેવલ નિત્યોદયો આ સ્વભાવ હુરો !' (કળશ ૨૬૯) “ચિત્ર ૧૨૭
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy