SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ આત્મશક્તિ સમુદાય આ આત્મા નયદૃષ્ટિથી ખંડાતો સતો સઘ - શીઘ્ર પ્રણાશે છે, તેથી અખંડ, અનિરાકૃત ખંડ, એક એકાંતશાંત, અચલ ચિત્ હું મહસ્ (મહાતેજ-જ્યોતિ) છું.' (કળશ ૨૭૦) અત્રે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાલથી અને ભાવથી હું અખંડ આત્મવસ્તુ છું એવી પરમ આત્મભાવનાની ધૂન લેવડાવતા મંત્રપદરૂપ આ સૂત્ર પરમ મંત્રૠષ્ટા અમૃતચંદ્રજીએ આત્માની ખ્યાતિ કરતા આ યથાર્થનામા ‘આત્મખ્યાતિ' સૂત્રમાં સૂત્રિત કર્યું છે ‘હું નથી દ્રવ્યથી ખંડાતો, હું નથી ક્ષેત્રથી ખંડાતો, હું નથી કાળથી ખંડાતો, હું નથી ભાવથી ખંડાતો. સુવિશુદ્ધ એક જ્ઞાનમાત્ર ભાવ હું છું.' - જે આ એક ચિત્ મહત્ હું છું એમ આગલા સમયસાર કળશમાં કહ્યા પ્રમાણે આત્માને જ્ઞાનમાત્ર શાતા જાણ્યો તે તો શેય થયું, તો પછી જ્ઞાતા જ્ઞેય અને જ્ઞાનનો ભેદ આવ્યો તેનું શું ? એની સૂક્ષ્મતમ મીમાંસા આ અદ્ભુત સમયસાર કળશ કાવ્યમાં (૨૭૧) અમૃતચંદ્રજીએ ‘શેય' શબ્દની અટપટી શબ્દ ચમત્કૃતિથી ને તત્ત્વ ચમત્કૃતિથી અત્ર દર્શાવી છે - ‘જે આ જ્ઞાનમાત્ર ભાવ હું છું, તે જ્ઞેયનો જ્ઞાનમાત્ર શેય નથી જ, જ્ઞેયના જ્ઞાન - કલ્લોલોથી (તરંગો) વલ્ગતી (કૂદતી, ઉછળતી) એવી જ્ઞાન - શેય શાતૃમર્ વસ્તુમાત્ર શેય છે.' અર્થાત્ જેના વડે જાણે છે તે જ્ઞાન પણ તે જ છે, તે જ્ઞાનથી જણાવા યોગ્ય જ્ઞેય પણ તે જ છે અને તે જ્ઞાનથી જણાવા યોગ્ય શેયને જાણનારો ‘શાતા' - શાયક પણ તે જ છે. એમ જ્ઞાન જ્ઞેય અને શાતાનો જ્યાં અભેદ છે એવી જ્ઞાનથી જ્ઞેય જ્ઞાતારૂપ-શાયક પણ તે જ છે. એમ જ્ઞાન જ્ઞેય અને જ્ઞાતાનો જ્યાં અભેદ છે એવી જ્ઞાનથી જ્ઞેય જ્ઞાતારૂપ - શાયક ભાવરૂપ નિર્વિકલ્પ જ્ઞાનમાત્ર વસ્તુમાત્ર ‘હું” છું. - હવે પરમ ગંભીર પૃથ્વી વૃત્તમાં નિબદ્ધ ત્રણ પરમામૃત સંસ્કૃત સમયસાર કળશકાવ્યમાં (૨૭૨, ૨૭૩, ૨૭૪) પરમાર્થ મહાકવિ અમૃતચંદ્રજી વસ્તુતત્ત્વના અનેકાંત સ્વભાવનું તાદેશ્ય સ્વભાવોક્તિમય પરમ પરમાર્થગંભી૨ ‘અદ્ભુતાદદ્ભુતં’ મીમાંસન કરે છે (૧) ‘ક્વચિત્ જે મેચક (ચિત્ર) વિલસે છે, ‘મમ' (મ્હારૂં) તત્ત્વ છે, તથાપિ પરસ્પર સુસંહત પ્રકટ શક્તિચક્રવાળું સ્ફુરતું તે અમલ મેધાવંતોના મનને વિમોહ પમાડતું નથી.' (૨) આ બીજા પૃથ્વીવૃત્ત નિબદ્ધ કળશકાવ્યમાં આત્માના અનેકાંત સ્વભાવનું પરમ સુંદર તાર્દશ્ય સ્વભાવોક્તિમય હૃદયંગમ શબ્દચિત્ર આલેખી મહાન્ પરમાર્થશિલ્પી મહાગીતાર્થ અમૃતચંદ્રજીએ પરમ આત્મ ભાવોલ્લાસથી આત્માનો સહજ અદ્ભુત વૈભવ સંગીત કર્યો છે - ‘આ તરફ અનેકતા પામી ગયેલો, આ તરફ સદા પણ એકતા ધારતો, આ તરફ ક્ષણવિભંગુર, આ તરફ સદૈવ ઉદય થકી ધ્રુવ, આ તરફ પરમ વિસ્તૃત, આ તરફ નિજ પ્રદેશોથી ધૃત (ધારી રખાયેલ) એવો અહો ! તે આ સહજ અદ્ભુત વૈભવ આત્માનો છે.' ઈ. (૩) પરમ ગંભીર પૃથ્વીવૃત્ત નિબદ્ધ ત્રીજા કળશ કાવ્યમાં (૨૭૪) આત્માના અનેકાંત સ્વભાવનું તાદેશ્ય આબેહુ બ સ્વભાવોક્તિમય (life-like) શબ્દચિત્ર આલેખતાં મહાકવિ અમૃતચંદ્રજી અનેકાંત આત્મસ્વભાવના અદ્ભુતાદદ્ભુત’ મહિમાનો વિજયઘોષ ઉદ્ઘોષે છે - ‘એક તરફ કષાય-કલિ સ્ખલે છે, એક તરફ શાંતિ છે, એક તરફ ભવોપતિ સ્પર્શે છે, એક તરફ મુક્તિ પણ સ્પર્શે છે, એક તરફ જગત્ ત્રિતય સ્ફુરે છે, એક તરફ ચિત્ પ્રકાશે છે, આવો આત્માનો અદ્ભુતાદદ્ભુત (અદ્ભુતથી પણ અદ્ભુત) સ્વભાવમહિમા વિજય પામે છે.' ઈ. આ પછીના બે કળશ કાવ્યનું (૨૭૫, ૨૭૬) વિસ્તરણ વિસ્તારથી આ લેખકે પ્રસ્તાવનામાં કર્યું છે, તે ત્યાં અવલોકવું. અત્રે મુક્ત-અમુક્ત અવસ્થામાં એકરૂપ અક્ષય પ૨માત્માને તાત્ત્વિકશેખર અમૃતચંદ્રજીએ પૂર્ણભાવપૂર્ણ નમસ્કાર કરી અંત્ય મંગલ કર્યું છે ‘કર્મથી મુક્ત-અમુક્તમાં જે સંવિદ્ આદિ થકી એકરૂપ છે, એવા અક્ષય પરમાત્મા જ્ઞાનમૂર્તિને હું નમું છું.' ઈ. અત્રે છેવટે સ્યાદ્વાદ અધિકારમાં ‘હવે દ્રવ્યના આદેશવશથી ઉક્ત સપ્તભંગી અમે અવતારીએ છીએ' એમ અમૃતચંદ્રજીએ કહ્યું છે. આ સપ્તભંગી સ્વ - પરનું ભેદવિજ્ઞાનથી પરિદૃઢ કરાવે છે. ૧૨૪
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy