SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ વૃત્તિથી “સ્વ” - પોતાને વ્યવસ્થાપતો, “અલંધ્ય શાસન જૈન' - આ અનેકાંત સ્વયં - આપોઆપ વ્યવસ્થિત' - “વિ' વિશેષે કરીને “અવસ્થિત' - “અવ' - જેમ છે તેમ સ્વરૂપ મર્યાદાથી “સ્થિત' છે - “શાસનું નૈનંમનેકાંતો વ્યવસ્થિતઃ '' અર્થાત્ એમ તત્ત્વથી વ્યવસ્થા કરતાં જિન ભગવાનનું અલંધ્યા શાસન અનેકાંત પોતે જ વ્યવસ્થિત થયો, પોતે જ સ્વરૂપથી “સુસંપ્રતિષ્ઠિત થયો. તિ સિદ્ધ | અત્રે આત્માને જ્ઞાનમાત્ર કહ્યો, તે અંગે ઉઠતી શંકાનું નિવારણ અમૃતચંદ્રજી “આત્મખ્યાતિ'માં કર્યું છે : - “શંકા - વારુ, અનેકાંતમય છતાં અત્રે આત્માનો શું અર્થે જ્ઞાનમાત્રતાથી વ્યપદેશ છે ? (સમાધાન) - લક્ષણ પ્રસિદ્ધિથી લક્ષ્મપ્રસિદ્ધિ અર્થે, કારણકે આત્માનું ફુટપણે જ્ઞાન લક્ષણ છે. તેનું (આત્માનું) અસાધારણ ગુણપણું છે માટે, તેથી જ્ઞાનપ્રસિદ્ધિથી તેના લક્ષ્ય આત્માની પ્રસિદ્ધિ છે. (શંકા) - વારુ, ક્રમાક્રમ પ્રવૃત્ત અનંતધર્મમય આત્માનું જ્ઞાનમાત્રત્વ કેમ ? (સમાધાન) પરસ્પર વ્યતિરિક્ત (ભિન્ન) અનંત ધર્મસમુદાયપરિણત એક શક્તિમાત્ર ભાવરૂપે સ્વયમેવ ભવનને લીધે, અત એવ આ જ્ઞાનમાત્ર એક ભાવમાં અંતઃપાતિની અનંત શક્તિઓ ઉસ્લવે છે. અર્થાત્ કોઈ શંકા કરે કે – વારુ, આ આત્મામાં તો કમથી - એક પછી એક પ્રવૃત્ત પયયોરૂપ અને અકમથી ક્રમરહિતપણે યુગપત એક સાથે પ્રવૃત્ત ગુણોરૂપ અનંત ધર્મો છે, એટલે આમ ક્રમ-અક્રમથી પ્રવૃત્ત અનંત ધર્મમય આત્માનું આપ પ્રજ્ઞાપો છો તેમ જ્ઞાનમાત્રપણું કેવી રીતે ? તેનું અત્ર સ્પષ્ટ સમાધાન કર્યું છે કે - “પરસ્પર' - એકબીજાથી “વ્યતિરિક્ત' : જૂદા અનંત ધર્મોના સમુદાયમાં - એક સમૂહમાં પરિણત એક “શક્તિમાત્ર ભાવરૂપે આત્માનું સ્વયમેવ ભવન’ છે માટે આત્માનું જ્ઞાનમાત્રપણું છે. અત એવ જ્ઞાનમાત્ર એક ભાવમાં “અંતઃપાતિની’ - અંદર પડતી – અંદરમાં અંતર્ભાવ પામતી અનંત શક્તિઓ ઉપ્લવે છે - ઉઠે - ઉદ્ભ વે છે. જેમકે - જીવત્વ શક્તિ, ચિત્ત શક્તિ, દૃષ્ટિ શક્તિ, જ્ઞાન શક્તિ, સુખ શક્તિ, વીર્ય શક્તિ, પ્રભુત્વ શક્તિ, વિભુત્વ શક્તિ, સર્વ દર્શિત્વ શક્તિ, સર્વજ્ઞત્વ શક્તિ આદિ (૪૭) સુડતાલીશ અલૌકિક અદ્દભુત ચમત્કારિક શક્તિઓ સ્વરૂપ લક્ષણ સહિત “આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રજીએ તાદેશ્ય વર્ણવી દેખાડી છે અને આ લેખકે તે તે શક્તિઓનું યથોક્ત સ્વરૂપ લક્ષણ “અમૃત જ્યોતિ' મહાભાષ્યમાં વિસ્તારથી વિવરી દેખાડ્યું છે. આમ આત્માના જ્ઞાનમાત્ર ભાવમાં “અંતઃપાતિની’ - અંતભાર્વ પામતી અનંત શક્તિઓની વાનકી રૂપ ઉક્ત સુડતાલીશ આત્મ શક્તિઓના પરમ અદ્દભુત તત્ત્વ ચમત્કૃતિમય અલૌકિક મૌલિક નિરૂપણ પરથી સુજ્ઞ વિચક્ષણોને પરમ જ્ઞાનવિભૂતિ પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીના અનંતશક્તિસંપન્ન દિવ્ય આત્માના પરમ અદ્ભુત “સ્વવિભવ'નો કિંચિત્ પરિચય પ્રાપ્ત થાય છે. એમ ઉપરમાં “આત્મખ્યાતિ'માં ગદ્ય વિભાગમાં જે વિવિધ અપૂર્વ આત્મશક્તિઓનું અભૂતપૂર્વ અનન્ય પરમ અદ્ભુત વર્ણન કર્યું, તેના સારસમુચ્ચયરૂપ આ કળશ કાવ્યમાં (૨૬૪) અમૃતચંદ્રજીએ ચિત્ વસ્તુ દ્રવ્યપર્યાયમય છે એમ નિગમન કર્યું છે. “ઈત્યાદિ અનેક નિજ શક્તિઓથી સુનિર્ભર છતાં જે ભાવ જ્ઞાનમાત્રમયતા છોડતો નથી, તે ક્રમ-અક્રમે વિવર્તિ વિવર્તીથી ચિત્ર એક દ્રવ્યપર્યાયમય ચિત્ અહીં વસ્તુ છે.” ઈ. આ અનેકાંતની મુક્તકંઠે પ્રસ્તુતિ કરતાં આ ઉપસંહાર કળશકાવ્યમાં (૨૬૫) મહાકવિ અમૃતચંદ્રજી પરમ આત્મભાવોલ્લાસથી વસંતતિલકા વૃત્તમાં લલકારે છે - “ન એકાંત સંગત દૃષ્ટિથી (અનેકાંત) સ્વયમેવ વસ્તતત્ત્વ વ્યવસ્થિતિ છે એમ પ્રવિલોકતાં સંતો અધિક ચાવાદ શુદ્ધિને પામીને જિનનીતિ અલંઘતાં જ્ઞાની હોય છે.' ઈ. અહીં આ આત્મવસ્તુના જ્ઞાનમાત્રપણામાં પણ આ જ્ઞાનમાત્રનો જ ઉપાયોપેય ભાવ છે એમ સિદ્ધ કર્યું છે. અર્થાત્ “જ્ઞાનમાત્ર’ - કેવલ જ્ઞાન એ જ જ્યાં ગમન કરવાનું - સાધન થકી જ્યાં ગમન કરવાનું - ગંતવ્ય છે તે “ઉપેય’ - સાધ્ય છે - આ ઉપાય અને ઉપેય બન્ને એક જ્ઞાનમાત્ર છે, એનું અત્ર ૧૨૨
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy