SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮૦ षड्दर्शन समुझय भाग- २, श्लोक -७१, मीमांसकदर्शन “अनधिगत" इति पदं धारावाहिज्ञानानां गृहीतग्राहिणां प्रामाण्यपराकरणार्थम् । “अर्थ" इति ग्रहणं संवेदनं स्वसंविदितं न भवति, स्वात्मनि क्रियाविरोधात्, किन्तु नित्यं परोक्षमेवेति ज्ञापनार्थम् । तञ्च परोक्षं ज्ञान भाट्टमतेऽर्थप्राकट्यफलानुमेयं, भाट्टप्रभाकरमते संवेदनाख्यफलानुमेयं वा प्रतिपत्तव्यम् । ટીકાનો ભાવાનુવાદ હવે પ્રમાણનું વિશેષલક્ષણ કહેવું જોઈએ. વિશેષલક્ષણ સામાન્ય લક્ષણને અવિનાભૂત હોય છે. અર્થાત્ વિશેષલક્ષણનું કથન સામાન્યલક્ષનના કથનપૂર્વક જ હોય છે. તેથી પહેલાં પ્રમાણના સામાન્યલક્ષણને કહેવાય છે - “સનાતાર્થોથાન્તુિ પ્રમાણ” - પૂર્વે નહિ જાણેલા પદાર્થને જણાવનાર જ્ઞાનને પ્રમાણ કહેવાય છે. સામાન્ય લક્ષણની વ્યાખ્યા કરે છે.) લયાત = નહિ જાણેલા જે ખંભાદિ પદાર્થો છે, તે બાહ્ય ખંભાદિ પદાર્થોને અધિકથી = સંશયાદિ દોષોના નિરાસપૂર્વક જણાવનાર જે જ્ઞાન હોય છે. તે પ્રમાણ કહેવાય છે. અનધિગતાર્યાધિગસ્તૃ-પૂર્વ નહિ જાણેલાને જે જણાવે છે, તે પ્રમાણ કહેવાય છે. અહીં લક્ષણવાક્યમાં “જ્ઞાન” પદ નથી; તો પણ “અગૃહતપદાર્થને જાણવાવાળું' આ વિશેષણના સામર્થ્યથી વિશેષ્યભૂત “જ્ઞાન” પદનો બોધ થાય છે. તેથી લક્ષણનો આકાર આ પ્રમાણ થશે. - “પૃહીતાર્થપ્રદ જ્ઞાનું પ્રમાણમ્ - અગૃહીતપદાર્થને જાણવાવાળું જ્ઞાન પ્રમાણ કહેવાય છે. લક્ષણમાં થત’ પદ ગૃહીતગ્રાહિ ધારાવાહિશાનોની પ્રમાણતાના નિરાકરણ માટે છે. આ ઘટ છે', “આ ઘટ છે' ઇત્યાદિ ધારાવાહિજ્ઞાનમાં અનધિગત અર્થનું જ્ઞાન થતું નથી. પરંતુ અધિગતાર્થનું જ જ્ઞાન થાય છે. તેથી તેમાં પ્રમાણતા ન આવી જાય, માટે લક્ષણમાં નધિત પદ ગ્રહણ કરેલ છે. (કહેવાનો આશય એ છે કે... ધારાવાહિજ્ઞાનમાં અનધિગત અર્થનું જ્ઞાન થતું ન હોવાથી તે અપ્રમાણરૂપ છે. આથી ધારાવાહિ જ્ઞાનમાં પ્રમાણતા ન આવે તે માટે “નધિત’ વિશેષણપદ મુક્યું છે.) પ્રમાણના સામાન્યલક્ષણમાં ‘ાર્થ પદનું ગ્રહણ જ્ઞાન સંવેદિત નથી, તે બતાવવા માટે છે. અર્થાત્ જ્ઞાન પદાર્થનું જ્ઞાન કરાવી દે છે. પરંતુ જ્ઞાન પોતાના સ્વરૂપનું જ્ઞાન કરાવી શકતું નથી. જ્ઞાન સ્વસંવેદી નથી, કારણકે સ્વાત્મામાં ક્રિયાનો વિરોધ છે. અર્થાતુ પોતાની પોતાનામાં ક્રિયાનો વિરોધ છે. (પૂર્વે કહેલા નટના ઉદાહરણથી સમજી લેવું.) તેથી જ્ઞાન સ્વસંવેદી નથી, પરંતુ નિત્યપરોક્ષ જ છે. ભાટ્ટમતમાં આ પરોક્ષજ્ઞાનનું અર્થપ્રાદ્યનામક ફળથી અનુમાન થાય છે. (૩) પ્રામાણ્ય વિચાર : પ્રામાણ્યવાદ મીમાંસકોનો વિશિષ્ટ સિદ્ધાંત છે. “ઘટ:' વગેરે જ્ઞાન ઉત્પન્ન થયા પછી
SR No.022414
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 02
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy