SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ षड्दर्शन समुच्चय भाग - २, श्लोक - ७२, मीमांसकदर्शन ७८१ પ્રભાકરમતમાં તે પરોક્ષજ્ઞાનનું પ્રમાણના સંવેદનરૂપ ફળથી અનુમાન થાય છે. (ટીકામાં માટ્ટપ્રમાઝરમતે'ના સ્થાને પ્રમાøરમતે વધુ ઉચિત લાગે છે. કારણકે પૂર્વે કુમારિલભટ્ટનો મત અલગ જણાવાઈ ગયો છે.) अथ प्रमाणस्य विशेषलक्षणं विवक्षुः प्रथमं तन्नामानि तत्संख्यां चाहહવે પ્રમાણના વિશેષલક્ષણને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી પ્રથમ વિશેષલક્ષણોના નામ અને તેની સંખ્યા કહે છે... प्रत्यक्षमनुमानं च शाब्दं चोपमया सह । अर्थापत्तिरभावश्च षट् प्रमाणानि जैमिनेः ।।७२ ।। શ્લોકાર્થ : જૈમિનિમતમાં પ્રત્યક્ષ, અનુમાન, શાબ્દ, ઉપમાન, અર્થાપત્તિ અને અભાવ આ છ પ્રમાણ છે. તે જ્ઞાનની સત્યતા (ઉત્પન્ન થયેલું જ્ઞાન સત્ય છે કે અસત્ય ? તેનો નિર્ણય) તે જ્ઞાન દ્વારા જ થાય છે કે તે માટે અન્ય જ્ઞાનની અપેક્ષા રહે છે ? આ પ્રશ્ન પ્રામાણ્યવાદનું હૃદય છે. પ્રામાણ્ય = જ્ઞાનની સત્યતા, નૈયાયિકો જ્ઞાનની સત્યતા માટે અન્ય જ્ઞાનની અપેક્ષા રાખે છે. ‘યં ઘટ: તિ જ્ઞાવિાર્દિ' અથવા ‘પટાર્દ - In' એ અનુવ્યવસાયાત્મક જ્ઞાન પ્રથમ જ્ઞાનના (ાં ઘટ:) પ્રામાયનો નિશ્ચય કરાવે છે. આમ જ્ઞાનનું પ્રામાણ્ય અન્યજ્ઞાન પર આધારિત હોવાથી નૈયાયિકો પરત: પ્રામાયવાદી કહેવાય છે. મીમાંસકો સ્વત: પ્રમાણ્યવાદી છે. અર્થાતુ જ્ઞાનની સત્યતાનો નિર્ણય જ્ઞાન સ્વયં જ કરે છે. તે માટે અન્યની = પરની જરૂર નથી. આ તેમની માન્યતા છે. સ્વત: પ્રામાણ્યવાદી હોવા છતાં મીમાંસાના ત્રણ મતો અલગ અલગ રીતે તેની સમજ આપે છે. ગુરુમતઃ દરેક જ્ઞાન સાચુ જ હોય છે. “ભ્રમ' નું અસ્તિત્વ જ નથી. માટે જે સામગ્રી જ્ઞાનજનક છે, તે સામગ્રી જ જ્ઞાનના પ્રામાણ્યનો ગ્રહ કરાવે છે. જેમ દીપકનો પ્રકાશ સ્વયંને અને અન્ય પદાર્થને પ્રકાશિત કરે છે. તેમ જ્ઞાન પણ સ્વયંને તથા પદાર્થને પ્રકાશિત કરે છે. ભઠ્ઠમત: ‘૩ ૮:' એવું જ્ઞાન જ્યારે ઉત્પન્ન થાય છે, ત્યારે જ જ્ઞાનના વિષય ઘટમાં ‘જ્ઞાતતા' નામના પદાર્થની ઉત્પત્તિ થાય છે. ‘જ્ઞતો પટ:” એ પ્રતીતિ જ્ઞાતતાની સાધક છે. આ જ્ઞાતતા જ્ઞાનના પ્રામાણ્યનો નિશ્ચય કરાવે છે. - મિશ્રમત: નૈયાયિકોની જેમ જ મિશ્ર પણ અનુવ્યસાયાત્મક જ્ઞાન પ્રામાણ્યોત્પાદક છે એમ માને છે. પ્રામાણ્યની જેમ અપ્રામાણ્યનો પણ નિશ્ચય સ્વતઃ થાય છે કે પરત: એ પ્રશ્ન છે. મીમાંસકો અપ્રામાણ્યગ્રહને પરત: જ માને છે. શક્તિમાં રજતનું જ્ઞાન અન્ય જ્ઞાનથી બાધિત થાય ત્યારે જ તેના અપ્રામાણ્યનો નિશ્ચય થાય છે. (ભ્રમાત્મક જ્ઞાનના વિષયમાં મીમાંસકોનો સ્વતંત્રમત છે. પ્રભાકરમિશ્રની માન્યતા પ્રમાણે દરેક જ્ઞાન પ્રમાત્મક જ હોય છે. ભ્રમનું અસ્તિત્વ જ નથી. શક્તિમાં રજતના જ્ઞાનને ભ્રમાત્મક કહેવામાં આવે છે તે સત્ય નથી. ભ્રમ સ્થળે ચાકચિક્ય વગેરે રજતના ધર્મો જોઈ રજત ની સ્મૃતિ થાય છે. (તે સ્મૃતિ છે, ભ્રમ નથી) અને શક્તિ તથા રજતનો ભેદ પકડાતો નથી. આ જ ભ્રમની પ્રક્રિયા છે. વસ્તુતઃ તે ભ્રમ નથી, ભેદાગ્રહ છે. તેનો આ મત અખ્યાતિ નામે પ્રસિદ્ધ છે. ભટ્ટ અને મુરારિ બંનેનો મત નૈયાયિકો જેવો જ છે. તેને વિપરીતખ્યાતિ કહે છે.)
SR No.022414
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 02
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy