SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ षड्दर्शन समुझय भाग - २, श्लोक - ७१, मीमांसकदर्शन ७७९ નિવર્તક બંને પણ વેદવચનો નોદના કહેવાય છે. આ નોટના = પ્રેરણાત્મકવેદવચનોથી પ્રેરણા પામીને, પ્રેરણાને અનુસારે જ્યારે પુરુષ દ્રવ્ય, ગુણ, ક્રિયાઓથી હવનાદિ ક્રિયાઓમાં પ્રવર્તે છે અને હિંસાદિથી પાછો ફરે છે, ત્યારે તે દ્રવ્ય-ગુણ-ક્રિયાઓમાં ઇચ્છિત સ્વર્ગાદિ ફળના સાધન બનવાની જે યોગ્યતા=શક્તિ છે, તે જ ધર્મ કહેવાય છે. કહેવાનો આશય એ છે કે પુરુષરૂપ દ્રવ્ય જે બુદ્ધિ આદિ ગુણોથી હવનપ્રાયોગ્ય દ્રવ્યોને એકઠા કરીને હલન-ચલન ક્રિયા કરે છે, તે સર્વે દ્રવ્ય, ગુણ, ક્રિયાઓમાં સ્વર્ગાદિ ફળના સાધન બનવાની જે યોગ્યતા = શક્તિ છે, તે ધર્મ કહેવાય છે. આનાથી એ સૂચિત થાય છે કે વેદવચનો દ્વારા પ્રેરણા પામીને પણ જે પુરુષ હવનાદિમાં પ્રવર્તતો નથી, હિંસાદિથી નિવૃત્ત થતો નથી અને વિપરીત રીતે પ્રવર્તે છે, ત્યારે તેની તે અન્યથાપ્રવૃત્તિમાં સાધનભૂત દ્રવ્ય, ગુણ અને ક્રિયાઓની જે નરકાદિ, અનિષ્ટ ફળના સાધન થવાની જે યોગ્યતા = શક્તિ છે, તે જ પાપ = અધર્મ કહેવાય છે. ટુંકમાં ઇષ્ટાર્થના સાધન થવાની જેમાં યોગ્યતા હોય તે ધર્મ અને અનિષ્ટાર્થના સાધન થવાની જેમાં યોગ્યતા હોય તે અધર્મ કહેવાય છે. આ મીમાંસકોની માન્યતા છે. પ્રભાકરમિશ્ર શાબરભાષ્યમાં કહ્યું છે કે... “જે જ શ્રેયસ્કર = કલ્યાણકારિ છે, તે જ ધર્મ શબ્દથી કહેવાય છે.” આ વચનથી પ્રભાકરમિશ્ર પણ પ્રતિપાદન કર્યું કે દ્રવ્યાદિની ઇષ્ટ અર્થને સાધી આપનારી યોગ્યતા જ ધર્મ છે. કુમારિલ ભટ્ટ પણ આ જ કહે છે કે પુરુષની પ્રીતિને શ્રેય કહેવાય છે, તે પ્રીતિ નોદનાવેદવાક્ય દ્વારા પ્રતિપાદિત યાગાદિમાં ઉપયુક્ત થનારા દ્રવ્ય, ગુણ, ક્રિયાથી ઉત્પન્ન થાય છે. આથી સ્વર્ગાદિરૂપ પ્રીતિના સાધનભૂત દ્રવ્યાદિમાં જ ધર્મરૂપતા છે. જો કે દ્રવ્ય, ગુણ અને ક્રિયા ઇન્દ્રિયગમ્ય હોવા છતાં પણ, તેનો ઇન્દ્રિયગમ્મસ્વરૂપ ધર્મ નથી. પરંતુ વેદ દ્વારા પ્રતિપાદિત તેની શ્રેય: સાધનતા જ ધર્મ છે. વેદ દ્રવ્યાદિની શ્રેય: સાધનાનું હંમેશાં પ્રતિપાદન કરે છે. આથી દ્રવ્યાદિ શ્રેયઃ સાધનરૂપથી જ ધર્મ કહેવાય છે. તે જ કારણથી તેની શ્રેય: સાધનારૂપ શક્તિ, કે જેને ધર્મ કહેવાય છે, તે ઇન્દ્રિયનો વિષય બનતી નથી. II૭૧ ___ अथ विशेषलक्षणं प्रमाणस्याभिधानीयं, तञ्च सामान्यलक्षणाविनाभूतम, ततः प्रथम प्रमाणस्य सामान्यलक्षणमभिधीयते । “अनधिगतार्थाधिगन्तृ प्रमाणम्" इति । अनधिगतो-अगृहीतो योऽर्थो-बाह्यः स्तम्भादिस्तस्याधिगन्तृ-आधिक्येन संशयादिव्युदासेन परिच्छेदकम् । अनधिगतार्थाधिगन्तृ-प्रागज्ञातार्थपरिच्छेदकं, समर्थविशेषणोपादाना-ज्ज्ञानं विशेष्यं लभ्यते, अगृहीतार्थग्राहकं ज्ञानं प्रमाणमित्यर्थः । अत्र
SR No.022414
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 02
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy