SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ षड्दर्शन समुश्चय भाग - २, श्लोक - ५८, जैनदर्शन ૭૦૭. ટીકાનો ભાવાનુવાદ: પ્રશ્નઃ જૈનદર્શનનું સંક્ષેપથી જ શા માટે વર્ણન કર્યું છે? ઉત્તરઃ જૈનદર્શન અગાધ છે. તેનું વિસ્તારથી વર્ણન કરવા માટે શક્ય નથી. અગાધસમુદ્રને તરવો જેમ કઠીન છે, તેમ અગાધજૈનદર્શનનું વિસ્તારથી એક ઠેકાણે વર્ણન કરવું શક્ય નથી. તેથી જ ઉપયોગી સારભૂતવસ્તુનું વર્ણન કર્યું છે. તે જ જૈનદર્શનનો સંક્ષેપ છે. છતાં પણ તે પ્રત્યક્ષથી ઉપરોક્ત પ્રકારો વડે કહેવાયેલા જૈનદર્શનનો સંક્ષેપ નિર્દોષ છે. કારણ કે જૈનદર્શન સર્વજ્ઞમૂલક છે. અર્થાત્ જૈનદર્શનના મૂળ વક્તા સર્વજ્ઞ હોવાના કારણે તેમાં દોષોની કલુષિતાનો અવકાશ નથી. જૈનદર્શનમાં ક્યાંય પણ જીવાદિ પદાર્થોની વિચારણા કરતાં અતિસૂક્ષ્મચર્ચામાં પણ પૂર્વે કહેવામાં અને પાછળથી કહેલામાં લેશમાત્ર પણ પરસ્પરવિરોધ આવતો નથી. કહેવાનો આશય એ છે કે જે પ્રમાણે અન્યદર્શનસંબંધી મૂલશાસ્ત્રોમાં પણ પહેલા કહેલામાં અને પછીથી કહેલામાં પરસ્પરવિરોધ છે. તો પછી તે તે અન્યદર્શનના પાછળથી માત્ર પોતાના મતની પુષ્ટિ કરવા વિપ્રલંભકો દ્વારા રચાયેલા ગ્રંથોમાં વિરોધ હોય તેમાં નવાઈ શું છે ? ટુંકમાં જે પ્રમાણે અન્યદર્શનના મૂલગ્રંથોના અને શિષ્ય પરંપરામાં રચાયેલા અન્યગ્રંથોનાં પૂર્વાપર કથનમાં પરસ્પરવિરોધ છે, તે પ્રમાણે જૈનદર્શનમાં ક્યાંય પણ કેવલિપ્રરૂપિત દ્વાદશાંગીમાં કે તે પછીની શિષ્ય પરંપરામાં રચાયેલા (ઉત્તરકાલીન)ગ્રંથોમાં સૂક્ષ્મક્ષિકાથી નિરીક્ષણ કરવા છતાં પણ પરસ્પરવિરોધ નથી. કારણકે જૈનદર્શનકારોનું કથન સર્વત્ર સુસંબદ્ધ હોય છે. વળી અન્યમતમાં પણ ક્યાંક સહૃદય વિદ્વાન લોકોના ચિત્તમાં વિસ્તરેલા સુંદર હૃદયહારિ વચનો સાંભળવા મળે છે. તે વસ્તુતઃ જૈનવચનરૂપ સમુદ્રથી નિકળેલા સુંદરવચનોને ગ્રહણ કરીને પોતાના શાસ્ત્રમાં ગુંથી લીધા છે અને ઉલટા પોતાની જાતને મોટી માને છે. જેથી શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિજીએ કહ્યું છે કે... “હે ભગવાન! તે વાત સુનિશ્ચિત છે કે પરશાસ્ત્રોમાં જે કંઈપણ કંઈક સુયુક્તિઓ = સુવચનો સ્કુરાયમાન છે. તે (મૂલત:) આપનું જ છે. તે જિનવચનરૂપી સમુદ્રમાંથી ઉછળેલા પાણીના બિંદુઓ જ છે. આથી જિનવચન જ સુયુક્તિઓનો સમુદ્ર છે અને પ્રમાણરૂપ છે. જગત તેને જ વ્યવહારમાં પ્રમાણભૂત માને છે” પરવાદિ : અરે જૈનો ! શ્રી જિનશાસનકથિત તત્ત્વના અનુરાગવાળા તમારા દ્વારા અમારા મતમાં પૂર્વાપરવિરોધ છે એમ કહેવાય છે, તે તમારું અસંબદ્ધવચન છે. કારણકે અમારા વચનોમાં સુક્ષ્મ બુદ્ધિથી જોવા છતાં પણ વિરોધનો લેશ પણ જોવા મળતો નથી. પૂર્ણચંદ્રના ધવલ કિરણોમાં કાલિમા કેવી રીતે હોઈ શકે ? જેનઃ હે પરવાદિઓ ! તમે લોકો ઉતાવળ ન કરો ! તમે લોકો સ્વમતનો આગ્રહ છોડીને,
SR No.022414
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 02
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy