SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ ७०८ षड्दर्शन समुञ्चय भाग - २, श्लोक - ५८, जैनदर्शन મધ્યસ્થતાનું આલંબન કરી, નિરાભિમાની બનીને સ્વબુદ્ધિ-પ્રતિભાને અવધાન = સાવધાન કરીને સાંભળો. અમે સર્વે પૂર્વાપરવિરોધો બતાવીએ છીએ. तथाहि प्रथमं तावत्ताथागतसंमते मते पूर्वापरविरोध उद्भाव्यते । पूर्व सर्व क्षणभङ्गुरमभिधाय पश्चादेवमभिदधे 'नाननुकृतान्वयव्यतिरेकं कारणं, नाकारणं विषय' इति अस्यायमर्थः-ज्ञानमर्थे सत्येवोत्पद्यते न पुनरसतीत्यनुकृतान्वयव्यतिरेकोऽर्थो ज्ञानस्य कारणम् । यतश्चार्थाज्ज्ञानमुत्पद्यते तमेव तद्विषयीकरोतीति । एवं चाभिदधानेनार्थस्य क्षणद्वयं स्थितिरभिहिता । तद्यथा-अर्थात्कारणाज्ज्ञानं कार्य जायमानं द्वितीये क्षणे जायते न तु समसमये कारणकार्ययोः समसमयत्वायोगात् । तञ्च ज्ञानं स्वजनकमेवार्थं गृह्णाति नापरं 'नाकारणं विषय' इति वचनात् । तथा चार्थस्य क्षणद्वयं स्थितिर्बलादायाता सा च क्षणक्षयेण विरुद्धति पूर्वापरविरोधः १ । तथा नाकारणं विषय इत्युक्त्वा योगिप्रत्यक्षस्यातीतानागतादिरप्यर्थो विषयोऽभ्यधायि । अतीतानागतश्च विनष्टानुत्पन्नत्वेन तस्य कारणं न भवेत् । अकारणमपि च तं विषयतयाभिदधानस्य पूर्वापरविरोधः स्यात् २ । एवं साध्यसाधनयोर्व्याप्तिग्राहकस्य ज्ञानस्य कारणत्वाभावेऽपि त्रिकालगतमर्थं विषयं व्याहरमाणस्य कथं न पूर्वापरव्याघातः, अकारणस्य प्रमाणविषयत्वानभ्युपगमात् ३ । तथा क्षणक्षयाभ्युपगमेऽन्वयव्यतिरेकयोर्भिन्नकालयोः प्रतिपत्तिर्न संभवति । नतः साध्यसाधनयोस्रिकालविषयं व्याप्तिग्रहणं मन्वानस्य कथं न पूर्वापरव्याहतिः ४ ।। ટીકાનો ભાવાનુવાદ હવે અન્યમતમાં પૂર્વાપરવિરોધો કેવી રીતે છે તે બતાવાય છે. તેમાં પ્રથમ બૌદ્ધમતમાં જે પૂર્વાપરવિરોધો છે, તેનું ઉદ્ભાવન કરાય છે. બૌદ્ધ એક બાજુ જગતના સમસ્ત પદાર્થોને ક્ષણભંગુર કહે છે અને બીજી બાજુ તેનાથી વિપરીત કહે છે. તેઓ કહે છે કે “જે પદાર્થ કાર્યની સાથે અન્વય અને વ્યતિરેક રાખતો નથી, તે કારણ બની શકતો નથી, અને જે પદાર્થ કારણ બની શકતો નથી. તે જ્ઞાનનો વિષય પણ બની શકતો નથી.” (બૌદ્ધ દ્વારા કરાયેલા આ વિધાનનો ટીકાકારશ્રી સ્વયં અર્થ કરે છે.) તે સૂત્રનો આ અર્થ છે – જ્ઞાન પદાર્થ હોતે છતે જ ઉત્પન્ન થાય છે. પદાર્થના અભાવમાં ઉત્પન્ન થતું નથી. આથી જ્ઞાનની સાથે અન્વય-વ્યતિરેક હોય છે, તે પદાર્થ જ્ઞાનમાં કારણ બને છે તથા જે પદાર્થથી જ્ઞાન ઉત્પન્ન થાય છે, તે પદાર્થને જ્ઞાન વિષય બનાવે છે. અર્થાત્ જે પદાર્થથી જ્ઞાન ઉત્પન્ન થાય છે, તે પદાર્થને જ્ઞાન જાણે છે. આ પ્રમાણે કહેવાથી
SR No.022414
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 02
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy