SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ षड्दर्शन समुदय भाग - २, श्लोक - ५७, जैनदर्शन ७०५ “હેતુનું સાધ્ય માત્ર સામાન્યરૂપ છે” - આ ઉત્તર તો અસંભવિત છે. તથા તેવી વસ્તુમાં અર્થક્રિયાકારિત્વનો પણ અસંભવ છે. અર્થાત્ માત્ર સામાન્યપદાર્થ તો અસતું છે. તે કોઈપણ અર્થક્રિયા કરી શકતો નથી. હેતુનું સાધ્ય માત્ર વિશેષરૂપ છે” – આ ઉત્તર પણ અયોગ્ય છે. કારણકે વિશેષ બીજી વ્યક્તિઓમાં અનુગત નહીં હોવાના કારણે, તેનો સંબંધ અગૃહીત રહેવાના કારણે તે) સાધ્ય બનવા માટે સમર્થ નથી. હેતુનું સાધ્ય પરસ્પરનિરપેક્ષ ઉભયરૂપ તો નથી. કારણકે માત્ર સામાન્યરૂપ તથા માત્ર વિશેષરૂપ માનવામાં જે દોષો આવતા હતા, તે સર્વે દોષો અહીં આવશે. હેતનું સાધ્ય અનુભયરૂપ તો હોઈ શકતું નથી. કારણ કે અનુભયરૂપ તો કોઈ પદાર્થ હોતો જ નથી. તેથી અનુભવપક્ષમાં સાધ્ય અસતું બની જશે. અસત્ સાધ્ય હેતુને વ્યાપક ન હોવાના કારણે સાધ્યરૂપ બની શકતું નથી. અર્થાત્ અસતું સાધ્યમાં હેતુનું અવ્યાપકત્વ હોવાના કારણે સાધ્યત્વનો અયોગ છે. (પરસ્પરવ્યવચ્છેદાત્મક સામાન્ય અને વિશેષ બંનેનો યુગપતુનિષેધ કરી શકાતો નથી. આ રીતે જ્યારે અનુભય પદાર્થની સત્તા જ નથી, ત્યારે તે હેતુનું વ્યાપક બનીને સાધ્ય બની શકતું નથી.) તેથી (જેની સિદ્ધિ કરવાની છે, તેવા) વિવાદાસ્પદ સામાન્ય-વિશેષોભયાત્મક સાધ્યધર્મને સાધ્યધર્મીમાં સિદ્ધ કરવા માટે પરસ્પરઅનુવિદ્ધ અન્વય-વ્યતિરેકદ્રયાત્મક હેતુનું પ્રદર્શન કરવામાં લેશમાત્ર પણ એકાંતપક્ષમાં કહેલા દોષોનો અવકાશ સંભવિત નથી. આથી હેતુનું અનેકાંતાત્મક સ્વરૂપ જ માનવું જોઈએ. અન્યથા સકલ અનુમાનોમાં સાધ્યસાધનોનો ઉક્ત ન્યાયથી ઉચ્છેદ થઈ જશે. અર્થાત્ હેતુનું અનેકાંતાત્મકસ્વરૂપ નહિ સ્વીકારો, તો સમસ્ત સાધ્ય-સાધનોનો લોપ થઈને અનુમાનમાત્રનો ઉચ્છેદ થઈ જશે. તેથી હે એકાંતવાદિઓ ! પોતાના પક્ષનું અભિમાન ત્યાગ કરીને, ચંચલઆંખોને બંધ કરીને તથા જ્ઞાનરૂપીચક્ષુને ઉધાડીને તટસ્થવૃત્તિથી મુક્તિ અનુસાર વિચાર કરીને તત્ત્વજિજ્ઞાસાપૂર્વક તમે લોકો અનેકાંતનો વિચાર કરો. (અને તેના યોગે) સમસ્ત દૂષણોથી રહિત પ્રમાણેકબૂલ યુક્તિયુક્ત = પ્રમાણપ્રસિદ્ધ યુક્તિઓથી યુક્ત અનેકાંતતત્ત્વને પામો. (અર્થાત્ મધ્યસ્થ બુદ્ધિથી તમે વિચાર કરશો તો ચોક્કસ અનેકાંતતત્ત્વને પામી જશો.) આ પ્રમાણે પરહેતુતમોભાસ્કર નામનો વાદસ્થલ પૂર્ણ થાય છે. ઉપરોક્ત વિવેચનથી અનેકાંતતત્ત્વ સર્વદર્શનસંમત સિદ્ધ થઈ જાય છે. આપણા
SR No.022414
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 02
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy