SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ ७०४ षड्दर्शन समुझय भाग - २, श्लोक -५७, जैनदर्शन भवन्तोऽनेकान्तं विचारयन्त, प्रमाणैकमूलसकलयुक्तियुक्तं प्रागुक्तनिखिलदोषविप्रमुक्तम् तत्तत्त्वं चाधिगच्छन्तु । इति परहेतुतमोभास्करनामकं वादस्थलं । ततः सिद्धं सर्वदर्शनसंमतमनेकान्तमतम् ।।५७।। ટીકાનો ભાવાનુવાદ: આ પ્રમાણે હેતુ માત્ર સામાન્યરૂપ કે વિશેષરૂપ હોઈ શકતો નથી. પરસ્પરવિવિક્ત = નિરપેક્ષપણે સ્વતંત્ર સામાન્ય-વિશેષરૂપ પણ હોઈ શકતો નથી. માત્ર સામાન્યરૂપમાં કે વિશેષરૂપમાં કે પરસ્પરનિરપેક્ષતયા સ્વતંત્ર સામાન્ય-વિશેષરૂપમાં હેતુત્વ ઘટતું નથી. આથી પરસ્પરતાપેક્ષ સામાન્ય-વિશેષાત્મકરૂપ જ હેતુ અનેકાંતાત્મક સાધ્યનો ગમક બને છે. અર્થાતુ) પરસ્પરસંવલિત = તાદાભ્ય રાખવાવાળા સામાન્ય અને વિશેષ જ અનુવૃત્ત = અનુગતાકાર પ્રત્યય તથા વ્યાવૃત્તાકારવિલક્ષણપ્રત્યયમાં કારણ બનતા હોવાથી, તાદશસામાન્ય-વિશેષાત્મક હેતુ જ અનેકાંતાત્મક સાધ્યનો ગમક માનવો જોઈએ. શંકા જે રૂપ રૂપાન્તરથી વ્યાવૃત્ત થાય છે, તે જ રૂપ કેવી રીતે અનુવૃત્ત = સાધારણ પ્રત્યયમાં કારણ બને છે. અર્થાત્ જે પદાર્થ વિશેષાત્મક છે, બીજાઓથી વ્યાવૃત્ત થાય છે, તે અનુવૃત્ત = સાધારણ પ્રત્યયમાં કેવી રીતે કારણ બની શકે ? આ જ રીતે જે સાધારણ સામાન્યરૂપ બનીને અનુગતપ્રત્યયમાં કારણ થાય છે, તે કેવી રીતે વ્યાવૃત્તપ્રત્યયમાં કારણ બની શકે છે ? સમાધાન : આવું ન કહેવું જોઈએ. કારણકે અનુવૃત્ત = અનુગતાકાર તથા વ્યાવૃત્તાકારરૂપે પ્રત્યક્ષથી પ્રતીત થતા વસ્તુના રૂપમાં વિરોધની અસિદ્ધિ છે. જેમકે એક જ વસ્તુમાં પ્રતીત થતા સામાન્ય અને વિશેષ આકારો, ચિત્રજ્ઞાન તથા ચિત્રપટનું એકચિત્ર રૂપ. (કહેવાના આશય એ છે કે જેમ સામાન્ય વિશેષ-પૃથ્વીત્વ આદિ અપર સામાન્ય જલાદિથી વ્યાવક હોવાના કારણે વિશેષરૂપ હોવા છતાં પણ પૃથ્વી વ્યક્તિઓમાં અનુગતાકાર પ્રત્યયમાં કારણ હોવાથી સામાન્યરૂપ પણ છે. અથવા જે પ્રકારે ચિત્રજ્ઞાન એક હોવા છતાં પણ અનેક નીલ-પીતાદિ આકારોને ધારણ કરે છે અથવા જે પ્રમાણે એક જ રંગ-બેરંગી ચિત્રપટમાં અનેક નીલ-પીત રંગ રહી જાય છે, તે જ રીતે એક જ વસ્તુ સામાન્ય અને વિશેષ બે આકારોને ધારણ કરી શકે છે. જ્યારે એક જ વસ્તુનું અનુગતાકાર અને વ્યાવૃત્તાકારપ્રત્યયમાં કારણ હોવું પ્રત્યક્ષ સિદ્ધ છે, ત્યારે તેમાં વિરોધ કેવી રીતે હોઈ શકે ? વિરોધ તો તેમાં હોય છે કે જેની એક સાથે ઉપલબ્ધિ ન થઈ શકતી હોય.). સારું તમે એકાંતવાદિઓ બતાવો કે તમે ઉપન્યાસ કરેલા હેતુનું સાધ્ય માત્ર સામાન્યરૂપ માનો છો કે માત્ર વિશેષરૂપ માનો છો ? કે પરસ્પરનિરપેક્ષ ઉભયરૂપ માનો છો કે અનુભયરૂપ માનો છો ?
SR No.022414
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 02
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy