SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ षड्दर्शन समुश्चय भाग - १, श्लोक - १ ૨૨ છે. આ સાત વિકલ્પોથી અન્ય, અતિરિક્તવિકલ્પ સંભવતો નથી. કારણકે બીજા કોઈપણ વિકલ્પો પડે તો, તે સર્વે વિકલ્પોનો આ સાતવિકલ્પોમાં સમાવેશ (અંતર્ભાવ) થઈ જાય છે. તેથી આ સાતવિકલ્પોનો ઉપન્યાસ થયો. તે સાતને નવ વડે ગુણતાં (7 x 9 = ) 63 વિકલ્પો થયા. ઉત્પત્તિના શરૂઆતના ચાર વિકલ્પો છે. (૧) સર્વે (૨) અસત્ત્વ (રૂ) સંસર્વ (૪) વાવ્યત્વે. શેષ ત્રણવિકલ્પો ઉત્પત્તિની ઉત્તરમાં (જ્યારે પદાર્થની સત્તા બની જાય છે, ત્યારે) પદાર્થના અવયવની અપેક્ષાથી સંભવે છે. તેથી ઉત્પત્તિમાં તે ત્રણને કહ્યા નથી. આ ચાર વિકલ્પોને (પૂર્વે કહેલા) ૬૩ વિકલ્પોમાં ઉમેરતાં ક૭ વિકલ્પો થાય છે. તેથી “કોણ જાણે છે કે જીવ છે કે નહિ ?” આ પ્રમાણે એકવિકલ્પ થાય. “કોઈ જાણતું નથી કે જીવ છે.' કારણ કે જીવને ગ્રહણ કરનાર ગ્રાહકપ્રમાણનો અભાવ છે. અથવા “જીવને જાણવા વડે શું પ્રયોજન છે ?” (જીવનું) જ્ઞાન અભિનિવેશનું કારણ બનતું હોવાથી પરલોકનું વિરોધી છે. આ રીતે “અસતુ” વગેરે વિકલ્પો વિચારવા. ઉત્પત્તિ પણ શું સત્ની, અસત્ની, સદસની કે અવાચ્યની થાય છે તે કોણ જાણે છે ? અથવા (ઉત્પત્તિ શાનાથી થાય છે?) તે જાણવા વડે પણ કાંઈ પ્રયોજન નથી. અહીં નિષેધના વિચારથી અને એક જ સમયમાં એકસાથે વિધિ-નિષેધ ઉભયના વિચારથી આ છઠ્ઠોભાંગો બન્યો છે. કહેવાનો આશય એ છે કે અનંતધર્માત્મકવસ્તુના એક અંશને લક્ષ્યમાં રાખીને, તેને પરદ્રવ્યાદિથી અસત્ત્વ માનવું તથા પદાર્થના બીજાઅંશનું અવલંબન લઈને સત્ત્વ-અસત્ત્વધર્મોની એક સાથે મુખ્યપણે વાત કરવી તે ‘સર્વ સવજીવ્ય” રૂ૫ છઠ્ઠોભાંગો છે. જેમકે “હું તાત્તિ મવડ્યો :” અહીં પ્રથમ નિષેધ બતાવેલ છે. પછી એકસાથે વિધિ-નિષેધની વિવક્ષા કરી છે. (૭) સરવાળd = “ચાન્ - તિ - ૩ વાગ્યવં' આ ભાગમાં “અસ્તિત્વનો સદૂભાવ કહીએ તો નાસ્તિત્વનો અભાવ થઈ જાય. “નાસ્તિત્વ'નો સદૂભાવ કહીએ તો “અસ્તિત્વનો અભાવ થઈ જાય છે. આથી વસ્તુના અસ્તિત્વ અને નાસ્તિત્વ, જે બંને ભાવો છે, તેને એક જ સમયમાં એક સાથે હોવા છતાં પણ કહી શકાતા નથી. તેથી “સર્વ વસ્તુ કથંચિત્ છે, કથંચિતું નથી, કથંચિત્ અવક્તવ્ય છે.” આ રીતે ક્રમથી વિધિ અને નિષેધપૂર્વકના વિચારથી કથન કરાય છે, ત્યારે આ સાતમોભાંગો હોય છે. કહેવાનો આશય એ છે કે સ્વદ્રવ્યાદિને લઈને અસ્તિત્વ, તથા પરદ્રવ્યાદિને લઈને નાસ્તિત્વ હોય ત્યારે એક સાથે એકકાલમાં અસ્તિત્વ કે નાસ્તિત્વ કહેવું અશક્ય છે. તેથી આ સાતમોભાંગો બને છે. સારાંશ એ છે કે... અનંતધર્માત્મક વસ્તુના સ્વરૂપના “સત્ત્વ' અને પરરૂપના “અસત્ત્વ'ને ક્રમશ: પ્રતિપાદન કરવાની અભિલાષા હોય અને સાથે-સાથે સત્તાસત્ત્વ ઉભયને મુખ્યપણે કહેવાની ઇચ્છા હોય ત્યારે આ સાતમોભાંગો બને છે. આ વિષયમાં વિશેષ સમજ જૈનતર્કભાષા, ન્યાયાવતાર, પ્રમાણનયતત્તાલોક વગેરે ગ્રંથોમાં છે. વિશેષ જિજ્ઞાસુઓએ ત્યાંથી જાણી લેવું. આ સાતભાંગામાં આ ગ્રંથાનુસાર પહેલાચાર સકાલદેશી છે. બાકીના ત્રણ વિકલાદેશી છે. જૈનતર્કભાષા સાતે ભાંગાને સકલાદેશી તથા વિકલાદેશી ગણાવ્યા છે. પ્રમાણનયતત્ત્વાલોકમાં પણ આ જ વાત કરી છે.
SR No.022413
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 01
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages436
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy