SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ षड्दर्शन समुञ्चय भाग - १, श्लोक - ३७ सांख्यदर्शन७ २९७ વાચસ્પતિના મતે કર્મેન્દ્રિયો આહરણ, બુદ્ધિ, અહંકાર અને મન ધારણ તથા બુદ્ધીન્દ્રિયો પ્રકાશિત કરવાનું કાર્ય કરે છે. જ્યારે માઠર પ્રમાણે સર્વે ઇન્દ્રિયો આહરણ કરે છે. અને અહંકાર અને બુદ્ધિ અનુક્રમે ધારણ અને પ્રકાશન કરે છે. આ કારણોનું જે કાર્ય છે તે પણ તેથી આહાર્ય, ધાર્ય અને પ્રકાશ્ય થયું. કાર્ય દસ પ્રકારનું છે. આ દસ પ્રકાર કયા તે વિશે પણ ટીકાકારોમાં એકમાત્ય નથી. ગૌડ. પ્રમાણે પાંચ બુદ્ધીન્દ્રિયના શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ પાંચવિષયો અને પાંચ કર્મેન્દ્રિયના વચન, આદાન,વિહરણ, ઉત્સર્ગ અને આનંદ એ પાંચ વિષયો, એમ કુલ દસ પ્રકારનું કાર્ય થયું. યુક્તિનો પણ આ જ મત છે. વાચસ્પતિ આ દસ પ્રકારને આહાર્ય, ધાર્ય અને પ્રકાશ્ય - એ પ્રત્યેકના સંદર્ભમાં સમજે છે. તે પ્રમાણે કર્મેન્દ્રિયોનું કર્તવ્ય આહરણ છે. તેથી તેનું કાર્ય તેના પાંચવિષયો થયા. આ વિષયો દિવ્ય અને મનુષ્ય એ બન્નેના અલગ અલગ ગણતાં દસ થાય. એ જ રીતે અંત:કરણના વિષય એવા પાંચપ્રાણ કે જે ધાર્ય છે. તે પણ દિવ્ય અને મનુષ્યના ભેદથી દસ પ્રકારના થાય. અને બુદ્ધીન્દ્રિયોના પાંચવિષય કે જે પ્રકાશ્ય છે, તે પણ દિવ્ય-મનુષ્ય ભેદથી દસ પ્રકારના થશે. अन्तःकरणं त्रिविधं दशधा बाह्यं त्रयस्य विषयाख्यम् । सांप्रतकालं बाह्यं त्रिकालमभ्यन्तरं करणम् ।।३३।। ભાવાર્થ (મન, બુદ્ધિ અને અહંકાર-એ પ્રકારે) અંતઃકરણ ત્રણ પ્રકારનું છે. અને પાંચ જ્ઞાનેન્દ્રિય અને પાંચ કર્મેન્દ્રિય એમ) બાહ્યકરણ દસ પ્રકારનું છે. બાહ્યકરણ એ અંત:કરણનો વિષય બને છે. બાહ્યકરણનો વ્યાપાર વર્તમાનકાળમાં જ થાય છે. અંત:કરણનો ત્રણેયકાળમાં હોય છે. કારિકાનો ભાવાર્થ સ્પષ્ટ છે. અત્રે એટલું યાદ રાખવું કે સાંખ્યદર્શનમાં કાળને તેમજ દિશાને સ્વતંત્રપદાર્થો માનવામાં આવ્યા નથી.વૈશેષિકો કાળને સ્વતંત્ર પદાર્થ માને છે. તેમના મતે કાળ એક છે અને ઉપાધિ ભેદે તે ભૂત-ભવિષ્ય-વર્તમાન વગેરે પ્રકારે અનેક લાગે છે. પરંતુ વાચસ્પતિ કહે છે કે કાલ સ્વયં જ ઉપાધિ છે. પદાર્થ નથી. તેથી તેની ઉપયોગિતા માત્ર વ્યાવહારિક જ છે. તાત્ત્વિક નથી. बुद्धीन्द्रियाणि तेषां पञ्च विशेषाविशेषविषयाणि । वाग भवति शब्दविषया शेषाणि तु पञ्चविषयाणि ।।३४।। ભાવાર્થ: (બાલ્વેન્દ્રિયો પૈકી) પાંચ જ્ઞાનેન્દ્રિયો વિશેષ (=પાંચ મહાભૂતો) અને અવિશેષ (=પાંચ તન્માત્રાઓ) વિષયવાળી છે. અને પાંચ કર્મેન્દ્રિયોમાંથી) વાણીનો વિષય શબ્દ છે. પરંતુ અન્ય ચાર(કર્મેન્દ્રિયો) પાંચેય વિષયવાળી છે. અહીં વાચ. અને ગૌડ કહે છે કે દેવો અને યોગીઓ માટે તન્માત્રાઓ ઇન્દ્રિયો દ્વારા પ્રગટ થાય છે અને તે શાંત, ઘોર અને મૂઢ ભાવરહિત હોય છે. જ્યારે સામાન્ય મનુષ્યો માટે તે સ્થૂલવિષયો પ્રગટ કરે છે અને તે શાંતવગેરે ભાવોથી યુક્ત હોય છે. - सान्तः करणा बुद्धिः सर्व विषयमवगाहते यस्मात् । तस्मात् त्रिविधं करणं द्वारि द्वाराणि शेषाणि ।।३५।। ભાવાર્થ : (મન અને અહંકાર એ બંને) અંત:કરણ સાથે બુદ્ધિ સર્વવિષયોને ગ્રહણ કરે છે. તેથી ત્રિવિધ અંતઃકરણ એ ધારિ(મુખ્ય) છે અને બાકીની ઇન્દ્રિયો દ્વારો (ગૌણ) છે. एते प्रदीपकल्पाः परस्परविलक्षणा गुणविशेषाः । कृत्स्नं पुरुषस्वार्थ प्रकाश्य बुद्धौ प्रयच्छन्ति ।।३६।।
SR No.022413
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 01
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages436
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy