SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ २९६ षड्दर्शन समुझय भाग-१, श्लोक-३७ सांख्यदर्शन છે. તેમાં પ્રાણ શરીરને ધારણ કરનાર બળ છે. તે નાસીકાથી માંડી હૃદયમાં વસે છે. અધ:સંરણ દ્વારા મલોત્સર્ગવગેરે ક્રિયા શક્ય બનાવનાર તે અપાન છે. નાભીથી હૃદયની વચ્ચે રહેતો સમાન વાયુ રસોને શરીરમાંના યોગ્ય સ્થળોએ પહોંચાડે છે. કંઠથી મસ્તક સુધી કે નાભિથી મસ્તક સુધી ઉર્ધ્વગમન કરતો વાયુ તે ઉદાન અને સમસ્ત શરીરમાં રહેતો વાયુ તે વ્યાન છે. युगपञ्चतुष्टयस्य तु वृत्तिः क्रमशश्च तस्य निर्दिष्टा । दृष्टे तथाप्यदृष्टे त्रयस्य तत्पूर्विका वृत्तिः ।।३०।। ભાવાર્થ દશ્ય(=પ્રત્યક્ષ)પદાર્થમાં (મહાનું, અહંકાર, મન અને જ્ઞાનેન્દ્રિયો-આ) ચારેયની વૃત્તિઓ એકસાથે અથવા તો ક્રમશ: થતી દર્શાવાઈ છે. તેમજ અદશ્ય(અનુમાન વગેરેથી પ્રાપ્ત થતાં)પદાર્થમાં મહાનું, અહંકાર અને મન એ) ત્રણ (=અંતકરણની)ની પણ તે જ પ્રમાણે (=એકીસાથે અથવા ક્રમશ:) વૃત્તિ થાય છે. દષ્ટમાં ચારેયની વૃત્તિ બે પ્રકારે છે. યુવત્ એટલે કે એકી સાથે અને ક્રમશઃ એટલે કે ક્રમપૂર્વક. વાચસ્પતિ દૃષ્ટાંત આપે છે કે ગાઢ અંધકારમાં વિદ્યુતનો ચમકારો થાય અને અચાનક જ વાઘ દેખાય, તો તરત જ ઇન્દ્રિયોનું આલોચન, બુદ્ધિનો અધ્યવસાય, અહંકારનું અભિમાન અને મનનો સંકલ્પ એ ચારેય વૃત્તિ એકીસાથે જ થાય છે. અને થોડા પ્રકાશમાં પ્રથમ દૂરથી કોઈક આકૃતિ દેખાય, પછી મનથી સંકલ્પ અને અહંકારથી ક્રમશ: નિશ્ચિત થાય છે. કે આ મને લુંટવા આવતો ચોર જ છે. આમ અહીં ચારેની ક્રમશ: વૃત્તિ દેખાય છે. અદષ્ટના ગ્રહણમાં પણ આ બે પ્રકારની વૃત્તિ થાય છે. પરંતુ અહીં ઇન્દ્રિયોસીધી રીતે વસ્તુના સંપર્કમાં આવતી નથી. તેથી બુદ્ધિ, અહંકાર અને મન એ ત્રણને જ આ દ્વિવિધ વૃત્તિ થાય છે. અહીં અનુમાન કે શબ્દથી પ્રાપ્ત થતા જ્ઞાનનો નિર્દેશ છે. એટલે ઇન્દ્રિયોના સીધા સંપર્કની આવશ્યકતા નથી. પણ તેથી ઇન્દ્રિયોનો અહીં બિલકુલ ઉપયોગ જ નથી એમ નથી. પરંતુ તેઓએ અદષ્ટ માટેની ભૂમિકા પહેલાં રચી દીધી હોય છે. અને અદષ્ટના ગ્રહણમાં પણ યુગપતું અને ક્રમશ: વૃત્તિ થાય છે. તેમાં અનુમાનમાં સિંહ-ગર્જના સાંભળતાં જ આ સિંહ છે, એમ એકી સાથે જ ત્રણેય અંત:કરણની વૃત્તિ થાય છે અને આખા પ્રદેશમાં પણ “આ પ્રાણી તે ગાય છે. એમ તરત જ તેનું ગ્રહણ થાય છે. પિતૃપિતા-ફપ્રતાનો ઘાતુ' આ વાક્ય સાંભળી કોના પિતૃઓને પિંડ અર્પવો, એમ શંકા થયા બાદ, વિચાર્યા પછી પોતાના જ પિતૃઓને પિંડ આપવો એમ યજમાન ક્રમશ: નિર્ણય કરે છે. स्वां स्वां प्रतिपद्यन्ते परस्पराकूतहेतूकां वृत्तिम् । पुरुषार्थ एव हेतुर्न केनचित् कार्यते कारणम् ।।३१।। ભાવાર્થ : (કરણો) પરસ્પરના સંકેતથી પ્રેરાઈને પોતપોતાની ક્રિયા કરે છે. તેમની આ ક્રિયા પુરૂષના માટે જ હોય છે. અન્ય કોઈ કરણને ક્રિયા કરાવતું નથી. करणं त्रयोदशविधं तदाहरणधारणप्रकाशकरम् । कार्यञ्च तस्य दशधाऽऽहार्य धार्य प्रकाश्यञ्च ।।३२।। ભાવાર્થ આહરણ, ધારણ, અને પ્રકાશ કરનારા આ ત્રણ કરો તેર પ્રકારનાં છે. (પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય, મન, બુદ્ધિ અને અહંકાર) અને તેમનું આહાર્ય, ધાર્ય અને પ્રકાશ્ય એવું કાર્ય (પ્રત્યેક) દસ દસ પ્રકારનું છે.
SR No.022413
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 01
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages436
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy