SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ २९८ षड्दर्शन समुचय भाग - १, श्लोक ३७ सांख्यदर्शन - ભાવાર્થ : આ (મન અને અહંકાર સહિત ૧૨ ઇન્દ્રિયો) પરસ્પરવિરુદ્ધ લક્ષણો અને વિશિષ્ટગુણોવાળી છે (છતાં પણ) દીપકની જેમ પુરૂષમાટે પ્રકાશ પાડી તેને બુદ્ધિ આગળ લઈ જાય છે. બાહ્યકરણો પદાર્થને ગ્રહણ કરી, તેમને મન પાસે ૨જુ કરે છે. મન અહંકારની સાથે મળી, તેને બુદ્ધિ પાસે ઉપસ્થિત કરે છે અને ત્યાં જ પ્રકાશ થાય છે - પદાર્થનું જ્ઞાન થાય છે-અધ્યવસાય થાય છે. આ રીતે સત્ત્વપ્રધાન બુદ્ધિ સર્વકરણોમાં મુખ્ય છે, કારણકે પદાર્થનું જ્ઞાન ત્યાં જ પ્રકાશિત થાય છે. બુદ્ધિસિવાયના બારકારણો કે જે ગુણોના જ વિકાર છે. અને પોતપોતાના વિશેષલક્ષણો ધરાવે છે. તે પોતાના સર્વવિષયો પુરૂષમાટે દીપકની જેમ પ્રકાશિતકરીને બુદ્ધિને સોંપે છે. सर्वं प्रत्युपभोगं यस्मात् पुरुषस्य साधयति बुद्धिः । सैव च विशिनष्टि पुनः प्रधानपुरुषान्तरं सूक्ष्मम् ।। ३७।। ભાવાર્થ : બુદ્ધિ પુરૂષના સર્વવિષયોના ઉપભોગને સાધી આપે છે. તેમજ પછીથી તે જ (બુદ્ધિ) પ્રધાન અને પુરૂષ વચ્ચેનો સુક્ષ્મભેદ કરી દેખાડે છે. તેથી (તે જ મુખ્ય છે.) तन्मात्राण्यविशेषास्तेभ्यो भूतानि पञ्च पञ्चभ्यः । एते स्मृता विशेषाः शान्ता घोराश्च मूढाश्च ।। ३८ ।। ભાવાર્થ : તન્માત્રાઓ ‘અવિશેષ(=સૂક્ષ્મ)' કહેવાય છે. તે પાંચતન્માત્રાઓમાંથી પાંચભૂતો ઉત્પન્ન થાય છે. તેમને વિશેષ કહેવામાં આવે છે. તેઓ શાંત, ઘોર અને મૂઢ છે. सूक्ष्मा मातापितृजाः सह प्रभूतैस्त्रिधा विशेषाः स्युः । सूक्ष्मास्तेषां नियता मातापितृजा निवर्तन्ते ।। ३९ ।। ભાવાર્થ : વિશેષો ત્રણ પ્રકારના છે - (૧) સુક્ષ્મ શરીરો, (૨) માતાપિતાથી ઉત્પન્ન થયેલ શીરો અને (૩) મહાભૂતો. તે પૈકી સૂક્ષ્મશરીરો નિયત - (અર્થાત્ નિયમથી અમુકસમય સુધી રહેનારાં) અને માતાપિતાથી ઉત્પન્ન થયેલાં શરીરો (મૃત્યુ સમયે) નાશ પામે છે. पर्वोत्पन्नमसक्तं नियतं महदादिसूक्ष्मपर्यन्तम् । संसरति निरुपभोगं भावैरधिवासितं लिङ्गम् ।।४० ॥ ભાવાર્થ : આદિ સર્ગમાં ઉત્પન્ન થયેલું, અસક્ત (અવ્યાહત=કોઈનાથી રોકી ન શકાય તેવું) મહદ્ વગેરેથી માંડી સુક્ષ્મ (તન્માત્રાઓ) સુધીના (અઢાર) તત્વોનું બનેલું (સ્થૂલશરીરના અભાવમાં) ઉપભોગ કરવા અસમર્થ એવું (ધર્માધર્મ, જ્ઞાનાજ્ઞાન, વૈરાગ્યાવૈરાગ્ય, ઐશ્વર્ય-અનૈશ્વર્ય એવા આઠ) ભાવોથી અધિવાસિત થઈ લિંગ (શરીર), (સ્થૂલશ૨ી૨ોમાં) સંસરણ કરે છે. 5 चित्रं यथाऽऽश्रयमृते स्थाण्वादिभ्यो विना यथाच्छाया । तद्वद् विना विशेषैर्न तिष्ठति निराश्रयं लिङ्गम् । । ४१ ।। ભાવાર્થ : જેમ આશ્રયવિના ચિત્ર અને થાંભલા વગેરેવિના છાયા ન રહી શકે, તેમ વિશેષ(સ્થૂલશરીર અથવા સુક્ષ્મશ૨ી૨)ના આશ્રયવિના લિંગ રહી શકતું નથી. पुरुषार्थहेतुकमिदं निमित्तनैमित्तिकप्रसङ्गेन । प्रकृतेर्विभुत्वयोगानटवद् व्यवतिष्ठते लिङ्गम् ।।४२ ।। ભાવાર્થ : પુરુષના (ભોગ અને અપવર્ગરૂપી) પ્રયોજન માટે (પ્રવૃત્ત એવું) લિંગશરીર નિમિત્ત (ધર્માદિ આઠ
SR No.022413
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 01
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages436
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy