SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ षड्दर्शन समुञ्चय भाग - १, श्लोक - ३३, सांख्यदर्शन ત્યારે આ ભેદ ઓગળતા જાય છે. દા.ત. વિવિધ પ્રકારના ઘડા, તાવડી વગેરેના કારણનો વિચાર કરીએ તો એ સર્વે માટી સુધી પહોંચતા ઓગળી જાય છે. અને અંતે એક એવી કક્ષાએ પહોંચીએ છીએ કે જ્યાં આકૃતિ-રૂપ-કે અવસ્થા પણ અદશ્ય થઈ જાય છે. એક સૂક્ષ્મસ્થિતિ પ્રાપ્ત થાય છે. તેનાથી આગળ વધાતું નથી. તેને વ્યક્તદશામાં પાણી પણ શકાતું નથી. તે મૂળતત્ત્વ તે જ અવ્યક્ત પ્રકૃતિ છે. આ વ્યક્તનો સ્વીકાર કર્યા વિના ચાલે તેમ નથી. આ રીતે પ્રકૃતિ સર્વનું અહેતમતુ કારણ છે. તેથી તે સર્વવ્યાપી અને અનંત છે. ઉપરાંત તે નિત્ય, નિષ્ક્રિય. એક. અનાશ્રિત, અલિંગ, નિરવયવ, સ્વતંત્ર, ત્રિગુણ, વિષય, સામાન્ય, અચેતન અને સર્વધર્મિ પણ છે. પ્રકૃતિના અસ્તિત્વને સિદ્ધ કરવા માટે નીચેની દલીલો અપાય છે. (૧) જગતના સર્વપદાર્થો પરિમિત છે, તેથી તેનું કોઈ કારણ હશે. (૨) ભિન્ન ભિન્ન લાગતા તત્ત્વોને એક સૂત્રમાં બાંધનાર, એક સમન્વય કરનાર તત્ત્વ પણ હોવું જોઈએ. (૩) શેષતત્ત્વોમાં થતા પરિણમનનો આધાર, તેના મૂળ સ્ત્રોતની શક્તિ જ હોવી જોઈએ. (૪) કાર્ય-કારણસંબંધના આધારે પણ છેવટે મૂળ કારણ સુધી પહોંચવું જોઈએ, તેમજ (૫) કાર્ય અંતતોગત્વા પોતાના મૂળકારણમાં જ લીન થશે. પ્રકૃતિના વિકારો અનેક છે. પરંતુ પ્રકૃતિ એક છે. અવ્યક્તપ્રકૃતિમાંથી પ્રગટ થયેલ વ્યક્તસૃષ્ટિ પ્રકૃતિ સાથે કેટલીક બાબતોમાં સમાન હોવા છતાંય ઘણી રીતે તેનાથી જુદી પણ પડે છે. આ સમગ્ર સૃષ્ટિનો આધારસ્તંભ પ્રકૃતિ જ છે. કોઈ ચૈતન્ય જડમાં પરિણમતું નથી. આ પ્રકૃતિ આદિ કારણ હોવાથી મૂળવિકૃતિ-સૂક્ષ્મ હોવાથી અવ્યક્ત અને સર્વકાર્યોનો આધાર હોવાથી પ્રધાન કહેવાય છે. જેમ તે વ્યક્તિથી ભિન્ન છે, તેમ પુરૂષથી પણ ભિન્ન છે. પુરૂષ ચેતન છે. પ્રકૃતિ અચેતન છે. તે દશ્ય છે. તો પુરૂષ દૃષ્ટા છે. તે સગુણ છે, તો પુરૂષ નિર્ગુણ. પુરૂષના ભોગ અને અપવર્ગ માટે જ તે કાર્ય કરે છે. સ્વરૂપની દૃષ્ટિએ પ્રકૃતિ એ સત્ત્વ, રજસ્ અને તમસ્ એ ત્રણ ગુણોની સામ્યવસ્થા જ છે. આ ત્રણ ગુણોના વૈષમ્યના કારણે પ્રકૃતિમાંથી સૃષ્ટિ-સર્જન થાય છે. આ સર્જન પ્રકૃતિ સદશ કે અસદશ હોય છે. (તગ્ર વાર્તપ્રતિવિરુjપ્રસૃત્તેિરશ (ગૌ.કા.૮) પ્રકૃતિમાં એ ગુણ ચંચલ હોય છે, તે સ્થિર રહી શકે નહીં. તેથી ક્રિયા તો આત્મા જ કરે. તેથી પ્રકૃતિમાં પરિણામ સતત ચાલતો હોય છે. પ્રકૃતિને તેથી તો સ્વત: પરિણામિની કહેવાય છે. સામ્યવસ્થામાં ગુણોમાં વૈષમ્ય નથી હોતું; તેથી આ પરિણામ એનું એજ હોય છે. તેને સદશપરિણામ કહેવાય છે. વૈષમ્યાવસ્થામાં તે પરિણામ ભિન્ન ભિન્ન પ્રકારનું હોય છે. તેથી તેને અસદુશ કહેવામાં આવે છે. પ્રકૃતિની સામ્યવસ્થામાં જે ક્ષોભ થાય છે, તે પુરૂષના વિશિષ્ટસંયોગને લીધે અને પુરૂષ માટે થાય છે. તેથી પ્રકૃતિમાંથી મહતુ અહંકાર વગેરે જે સર્ગ ઉદ્ભવે છે, તેને માટે અન્ય કારણની આવશ્યકતા રહેતી નથી. પ્રકૃતિના આવા સ્વરૂપને પુરુષથી ભિન્ન છે, એમ સાચી રીતે સમજનાર માટે પ્રકૃતિની લીલા શાંત થઈ જાય છે. ગુણવિચાર પ્રકૃતિનું સ્વરૂપ તે ત્રણ ગુણની સામ્યવસ્થા જ છે, એમ આપણે જોયું. એટલે કે આ ત્રણ ગુણોની કલ્પના અને તેનું નિરૂપણ એ સાંખ્યદર્શનનું આગવું પ્રદાન છે. સર્વભૌતિક અને માનસિકતત્ત્વોનું ચરમકારણ આ ત્રણ ગુણો જ છે. તેઓ ભલે ગુણો કહેવાય. પણ ન્યાય, વૈશેષિકોના ગુણો સાથે તેનું જરા પણ સાદશ્ય નથી. વિજ્ઞાન ભિક્ષુના મત પ્રમાણે આ ગુણો સૂક્ષ્મદ્રવ્ય છે, કારણકે તેમને ગુણ છે. પુરૂષના પ્રયોજનો માટે તેમની પ્રવૃત્તિ હોવાથી, એ સંદર્ભમાં ગૌણ હોવાથી તેમને ગુણ કહેવામાં આવ્યા છે અથવા પ્રકૃતિની રચનામાં તેઓ સૂત્ર(ગુણદોરા) રૂપે રહે છે. તેથી તે ગુણ છે અથવા પુરૂષોને સાંસારિકતામાં બાંધી રાખે છે, તેથી પણ તેમને ગુણ કહેવામાં આવે છે. ગુણો વિકારો દ્વારા અનુમાનથી સિદ્ધ કરાય છે તે ઇન્દ્રિયગમ્ય નથી. ગુણોનું ક્ષેત્ર વ્યાપક છે. તેથી માત્ર ભૌતિકરચના પૂરતું જ અથવા તો માત્ર માનસિક અવસ્થાના ઘાતક તરીકે જ તેનું નિરૂપણ કરવું અપૂર્ણ રહેશે. તેનો વ્યાપ બંને ક્ષેત્રમાં છે.
SR No.022413
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 01
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages436
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy