SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ षड्दर्शन समुचय भाग-१, श्लोक - ३३, सांख्यदर्शन २६१ સૃષ્ટિ એ વાસ્તવિકતા છે. માત્ર શુન્ય કે આભાસ નથી. તેના રૂપો પળે પળે પ્રકટ થાય છે. અને તેથી પ્રત્યેકપદાર્થ પોતાની વસ્તુ લક્ષિતદ્રષ્ટાના અનુભવમાં લાવે છે. તેમાં રહેલો નક્કર જથ્થો તે પોતાની સીમાઓમાં બંધાઈ સ્થલરૂપે દેખાય છે. ત્યારે તેને તાત્વિક કહેવામાં આવે છે. પરંતુ અનુભવ એને દર્શાવે છે કે આ સ્થૂલતા સ્થિર નથી. સમય અને સંજોગો તેનામાં ધીમું કે ઝડપી પરિવર્તન લાવ્યા કરે છે. આ પરિવર્તન તે રજોગુણ છે. આ પૂલ જથ્થો અને પરિવર્તન વસ્તુના અસ્તિત્વના સંદર્ભમાં છે. તેથી તે બંનેની પાછળ વસ્તુની સત્તાને પણ સ્વીકારવી રહી. અને તેનું નામ છે સત્વગુણ. વળી કોઈકે કહ્યું છે કે તમસુ, ૨જસુ, અને સત્વગુણોને આ સંદર્ભમાં જ અનુક્રમે પરિમિતિ, ગતિ અને વ્યવસ્થિત કહ્યા છે. સત્વને લઘુ અને પ્રકાશક, રજસ્ને ઉપષ્ટત્મક અને ચલ તથા તમસૂને ગુરુવરણ શા માટે કહ્યા છે તે આનાથી સ્પષ્ટ થાય છે. પરંતુ ગુણોનું સામ્રાજ્ય અહીં જ સમાપ્ત થતું નથી. મનમાં ઉઠતાવિચારો કે વૃત્તિઓ પણ ત્રિગુણની આવૃત્તિ છે. ભૌતિકસૃષ્ટિ અને માનસિકસૃષ્ટિ એ બંને આ ત્રણગુણના વિવિધ તારતમ્યભર્યા ક્રમચય કે ઉપચયને લીધે જ શક્ય બને છે. ભૌતિકસૃષ્ટિનો કોઈપણ પદાર્થ આ ત્રણ ગુણોનો બનેલો છે. તેથી તે ત્રણ પ્રકારની વૃત્તિ ઉત્પન્ન કરી શકે છે. સુખની, દુ:ખની અને મોહની. એક સુંદર સ્ત્રી પ્રિયતમના મનમાં સુખની, સપત્નીના મનમાં દુઃખની અને અન્ય કોઈ નિષ્ફળ પ્રેમીના મનમાં મોહની લાગણી ઉત્પન્ન કરી શકે છે. તેથી જ સત્ત-રજસ અને તમને અનુક્રમે પ્રીતિ, અપ્રીતિ અને વિષાદાત્મક કહ્યા છે. આ ત્રણગુણો આંતરજગત અને બાહ્યજગતની સંવાદિતા સર્જે છે. તેઓ સાથે જ હોય છે. તેમનું સ્વત્વ તેઓ જાળવે છે. પણ કોઈપણ ગુણ તદ્દન એકલો જ રહેતો નથી. તેઓ અન્યોન્યનો અભિભવ કરી શકે છે. એટલે કે એકગુણ બાકીના બે કરતાં વિશેષ પ્રમાણમાં પ્રગટ થઈ શકે છે. અને એમ થાય તો જ વૈષમ્ય થયું ગણાય અને તો જ સર્ગપ્રક્રિયા ચાલી શકે. પરંતુ સાથે તેઓ અન્યોન્યાશ્રય, અન્યોન્યજનન, અને અન્યોન્યમિથુન વૃત્તિવાળા પણ છે. દેખીતી રીતે તેઓ પરસ્પરવિરોધી લાગે છે. પણ તેમનું ધ્યેય એક જ છે (પુરૂષાર્થ) અને તેથી તેઓ સાથે રહીને પોતપોતાની રીતે કાર્ય કરી શકે છે. જેમ વાત, પિત અને કફ ત્રણેય શરીરમાં સાથે રહી કાર્ય કરે છે તેમ. આ ત્રણેય ગુણોમાં રજસૂવિશેષ ધ્યાન ખેંચે તેવો ગુણ છે. તેનો સ્વભાવ જ ચલ છે. સત્વ ગુણ શાંત, લઘુ અને પ્રકાશ યુક્ત છે. રજોગુણનો તો સિદ્ધાંત જ ગતિશીલતા છે. તેની ગતિશીલતા એવી તીવ્ર છે કે સત્વ, અને તમને પણ જોડાવું પડે છે. તેની મદદથી જ સત્વ, તમને અભિભૂત કરી પ્રગટે છે કે તમસું, સત્ત્વને અભિભૂત કરી પોતાનું પોત પ્રકાશે છે. આ ત્રણે ગુણો અનેક છે. એક સત્વગુણ, એક રજસુગુણ અને એક તમોગુણ એમ નથી. તેઓ અનેક છે. તેથી કાર્યમાં યુગપ વૈવિધ્ય સંભવી શકે છે. તેઓ પોતે વત્તાઓછા પ્રમાણમાં અભિભૂત થાય છે. પણ સ્વરૂપને તજતા નથી. કોઈપણ ગુણ બીજા ગુણમાં પરિણમતો નથી. સત્વ હંમેશાં સત્ત્વ જ રહે છે અને તેમ બાકીના બે પણ પોતાનું અસ્તિત્વ જાળવી રાખે છે અને તેમનો નાશ પણ નથી. અને તેમને ઉત્પન્ન કરી શકાતા નથી. અને જ્યારે સામ્યવસ્થા પ્રાપ્ત કરે છે ત્યારે તેને પ્રકૃતિ કહેવાય છે. સત્કાર્યવાદઃ સ્કૂલ દેખાતા કાર્યના કારણની શોધ કરતાં કરતાં સૂક્ષ્મ અને અવ્યક્ત કારણ સુધી સાંખ્ય પહોંચે છે. આ કારણની શોધની પાછળ બે માન્યતાનો સ્વીકાર રહેલો છે. (૧) કાર્ય અને કારણ વચ્ચે માત્ર અવસ્થાભેદ જ છે. વાસ્તવમાં તો કાર્ય એ કારણનું જ સ્થૂલરૂપ છે. એ રીતે બંનેમાં તાદાભ્ય છે. અને (૨) કાર્ય એ નવી વસ્તુ નથી. શૂન્યમાંથી કંઈ જ સર્જી શકાય નહીં. એટલું જ નહીં પણ ગમે તે વસ્તુમાંથી પણ, તેનાથી તદ્દન ભિન્ન ગુણધર્મવાળી વસ્તુ પણ ઉત્પન્ન કરી શકાય નહીં. કાર્યની ઉત્પત્તિ જેમ નથી, તેમ આકસ્મિત પણ નથી. કારણ જ કાર્યરૂપે આવિર્ભાવ પામે છે.
SR No.022413
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 01
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages436
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy