SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ षड्दर्शन समुझय भाग-१, श्लोक-३३, सांख्यदर्शन २५९ સાંખ્ય (સંખ્યા પરથી) પડ્યું એમ કેટલાકનું માનવું છે. તેના સમર્થનમાં મહાભારતનો શ્લોક પણ આપવામાં આવે છે"संख्यां प्रकर्वते चैव प्रकृतिं च प्रचक्षते । तत्त्वानि च चतुर्विंशत् तेन सांख्याः प्रकीर्तिता ।।" પરંતુ સંખ્યાગણત્રી એટલો જ અર્થ ફલિત થતો નથી, પણ બીજો અર્થ “વિચારણા' એમ પણ થાય છે. તત્ત્વોનો બરાબર વિચાર કરનાર દર્શન તે સાંખ્યદર્શન કહેવાય છે. આ ઉપરાંત કોઈ વસ્તુના વિષયમાં તર્ગતદોષો તથા ગુણોની છણાવટ કરવી તેને પણ સંખ્યા કહેવાય છે. જેમકે.. “ીવાનાં પુજનાં રામાનં જીવમાત: તિર્થમિપ્રેત્ય સા ક્ષેત્ર્યપધાર્યતામ્ (મહાભારત) પરંતુ વિશેષતઃ સાંખ્ય શબ્દ આત્મજ્ઞાનના અર્થમાં પણ વપરાયેલો જોવા મળે છે. ભગવદ્ગીતામાં આ અર્થમાં એક કરતાં વધારે વાર સાંખ્ય શબ્દનો પ્રયોગ થયેલો જ છે. સાંખ્યદર્શનનું હાર્દ પુરુષ-પ્રકૃતિ-વિવેકમાં રહેલું છે. તેથી સંખ્યા શબ્દ સમૂ+ખ્યા ધાતુમાંથી બનેલો છે. અને તેનો અર્થ સમ્યકુખ્યાતિ=સમ્યકજ્ઞાન કરવો વધારે ઉચિત છે. તત્ત્વવિચાર : વ્યાપક અર્થમાં વિચારીએ તો પ્રથમ પરીક્ષણે એમ લાગે છે કે સમસ્તવિશ્વમાં મુખ્યત્વે બે તત્ત્વો અસ્તિત્વમાં છે. એક જડ અને બીજું ચેતન. વિશેષ પરીક્ષણ કરતાં આ બંન્ને તત્ત્વો એક બીજાથી નિરપેક્ષ છે કે આશ્રિત છે અથવા તો બંનેમાંનું કોઈપણ એક જ મૂળતત્ત્વ છે અને બીજું તો માત્ર તેનું રૂપાંતર છે. એવા પ્રશ્નો પણ ઉભા થશે. દાર્શનિકોના મનમાં આવા વિચારો વારંવાર ધોળાયા કરે છે. અને તેમણે પોતપોતાની રીતે તેમનો ઉકેલ શોધવામાં પ્રયત્નો પણ કર્યા છે. એ પ્રયત્નોનો નિષ્કર્ષ નીચે પ્રમાણે દર્શાવી શકાય. (૧) જડ એ જ પારમાર્થિક તત્ત્વ છે. આ વિશ્વ તેવા ભૂતોનું જ બનેલું છે. તેમના સાંખ્યમાં ચૈતન્ય નામનો ગુણ પેદા થાય છે, તેને સ્વતંત્ર માનવાની આવશ્યક્તા નથી. આ મત ભૂતચેતન્યવાદિઓ-ચાર્વાકોનો માનવામાં આવે છે. (૨) આ જે કંઈ છે તે ચૈતન્ય સિવાય બીજું કાંઈ જ નથી. ચૈતન્યમાં જડતા સંભવે નહીં. તેથી જેને આપણે જડ માનીએ છીએ તે વાસ્તવમાં જડ નથી. પરંતુ ચૈતન્યનું સ્વરૂપ છે અથવા તો તે ચૈતન્યથી ભિન્ન હોય એવો આભાસ માત્ર જ છે. આ વિચારધારા કેવલચૈતન્યવાદિ અર્થાત્ અદ્યતવેદાન્તીની છે. (૩) જડ અને ચૈતન્ય એ બે નિતાન્ન ભિન્ન તત્ત્વો છે. તેથી એકના ગુણધર્મો બીજામાં કદી પણ સંભવી શકે નહીં. તેથી બેમાંથી કોઈપણ એકને જ સાચું તત્ત્વ માની શકાય નહીં. બંન્નેનો સંયોગ થઈ શકે, પણ સમિશ્રણ નહીં. આ મત તવાદિ વિચારધારાનો અને તેમાં વિશેષત:સાંખ્યનો છે. (૪) જડ અને ચૈતન્ય બન્ને ભલે રહ્યા, પરંતુ બંને સ્વતંત્ર નથી. એ બન્ને પર પણ એક નિયામકતત્ત્વ છે. તે તત્ત્વ તે ઈશ્વર. સાંખ્ય વિચારધારાની આટલી પ્રશ્ચાદભૂ જોયા પછી આપણે સાંખ્યકારિકાના આધારે તેના મુખ્યતત્ત્વોને સંક્ષેપમાં જોઈએ. તે તત્ત્વોનો વિચાર નીચેના ચાર પ્રકારે કરી શકાય છે. (૧) એવું તત્ત્વ કે જે અનાદિ હોય, જેનું કારણ ન હોય, પણ પોતે અન્યનું કારણ હોય. આ તત્ત્વ તે પ્રકૃતિ -મૂળ પ્રકૃતિઅવ્યક્ત કે પ્રધાન. (૨) એવાં તત્ત્વો કે જે કોઈનું કાર્ય હોય અને સાથે સાથે તત્ત્વોનું કારણ પણ હોય. આ તત્ત્વોને પ્રકૃતિ-વિકૃતિ કહેવામાં આવ્યા છે. તે સાત છે - મહતું, અહંકાર, પાંચ તન્માત્રા. (૩) એવાં તત્ત્વો કે જે કોઈનું માત્ર કાર્ય જ હોય, અન્ય કોઈનું કારણ ન હોય. આ તત્ત્વોને માત્ર વિકાર કહેવાય છે. તેમની સંખ્યા ૧૭ છે - મન સાથે અગીયાર ઇન્દ્રિયો અને પાંચમહાભૂતો. (૪) એવું તત્ત્વ કે જે કોઈનું કારણ (પ્રકૃતિ) પણ ન હોય અને કાર્ય (વિકૃતિ) પણ ન હોય. અર્થાત્ જે અનાદિ અને અવિકાર હોય, આ તત્ત્વ ચૈતન્ય પુરૂષ છે. પ્રકૃતિ વિશ્વમાં આપણે વિવિધ પદાર્થો જોઈએ છીએ. તેમના પરસ્પરના ભેદ પણ જોઈએ છીએ, પણ જ્યારે તે કેવી રીતે બન્યા તેનો ઉત્તરોત્તરક્રમમાં વિચાર કરીએ છે અર્થાત જ્યારે કાર્યમાંથી કારણ તરફ આગળને આગળ જઈએ છીએ
SR No.022413
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 01
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages436
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy