SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ षड्दर्शन समुञ्चय भाग - १, श्लोक - २३, नैयायिक दर्शन સૂર્ય કાલાંતરે અસ્તાચલની ચૂલિકામાં પહોંચે છે, ત્યારે પણ સૂર્યનું દર્શન થાય છે. આથી દેશાન્તરપ્રાપ્તિ શબ્દથી દેશાન્તરદર્શન અભિપ્રાય લેવાથી બંને અનુમાનોનો ભેદ સ્પષ્ટ રીતે સમજી શકાય છે. વળી માત્ર દેશાન્તરપ્રાપ્તિ' શબ્દ જ રાખવામાં આવે તો અસમંજસ થવાની આપત્તિ આવશે, કારણકે બંને અનુમાનોમાં દેશાન્તરની પ્રાપ્તિ તો થતી જ નથી. તેથી દેશાન્તરપ્રાપ્તિનો દેશાન્તરદર્શન અભિપ્રાય બંને અનુમાનોમાં ભેદને સૂચિત કરવામાટે ગ્રહણ કરેલ છે, તે યોગ્ય જ છે.) જો કે આકાશમાં સંચરતા સૂર્યની ગતિ નેત્રના અવલોકનના પ્રસરનો અભાવ હોવાથી જણાતી નથી, તો પણ ઉદયાચલથી કાલાન્તરે અસ્તાચલની ચૂલિકાદિમાં (થતું) સૂર્યનું દર્શન સૂર્યની ગતિને જણાવે છે. વળી પ્રયોગ પૂર્વે કહેલ તે પ્રમાણે જ જાણવો. અથવા દેશાત્તરપ્રાપ્તિ ગતિનું કાર્ય છે એમ લોક જાણતું નથી. એ પ્રમાણે અહીં કાર્ય-કારણભાવની વિવક્ષા વિના (લોકપ્રસિદ્ધ) ઉદાહરણનો ઉપન્યાસ કર્યો છે. પ્રયોગ આ પ્રમાણે છે सूर्यस्य देशान्तरप्राप्तिर्गतिपूर्विका देशान्तरप्राप्तित्वात्, देवदत्तदेशान्तरप्राप्तिवत् । (આશય એ છે કે કાર્ય-કારણભાવની વિવેક્ષા હોય ત્યાં પૂર્વે જણાવેલ પ્રયોગ જાણવો.) ૨૨ उपमानलक्षणमाह । હવે ગ્રંથકારશ્રી ઉપમાનનું લક્ષણ કહે છે प्रसिद्धवस्तुसाधादप्रसिद्धस्य साधनम् । उपमानं समाख्यातं यथा गौर्गवयस्तथा ।।२३।। શ્લોકાર્થ: પ્રસિદ્ધવસ્તુના સાધર્મ્સથી અપ્રસિદ્ધ(નું જ્ઞાન કરાવનાર) સાધન ઉપમાનપ્રમાણ કહેવાય છે. અર્થાત્ પ્રસિદ્ધવસ્તુના સાદૃશ્યથી અપ્રસિદ્ધની સિદ્ધિ કરનાર ઉપમાન પ્રમાણ છે. જેમકે જેવી ગાય હોય છે તેવું ગવય હોય છે. (અર્થાત્ પ્રસિદ્ધગાયના આધારે અપ્રસિદ્ધ ગવયનું જ્ઞાન ઉપમાન પ્રમાણ કરાવે છે.) ર૩ व्याख्या-"प्रसिद्धसाधर्म्यात्साध्यसाधनमुपमानम् (१, १, ६)” इति [न्याय] सूत्रम् । अत्र यत इत्यध्याहार्यम्, ततश्च प्रसिद्धेन वस्तुना गवा यत्साधर्म्य समानधर्मत्वं तस्मात्प्रसिद्धवस्तुसाधादप्रसिद्धस्य गवयगतस्य साध्यस्य संज्ञासंज्ञिसंबन्धस्य साधनं प्रतिपत्तिर्यतः साधर्म्यज्ञानाद्भवति तदुपमानं समाख्यातम् । साधर्म्यस्य च प्रसिद्धिरागमपूर्विका । तत आगमसंसूचनायाह-यथा गौस्तथा गवय इति । गवयोऽरण्यगवयः, अयमत्र भावः । कश्चित्प्रभुणा गवयानयनाय. प्रेषितस्तदर्थमजानानस्तमेवाप्राक्षीत्
SR No.022413
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 01
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages436
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy