SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ १८४ षड्दर्शन समुञ्चय भाग - १, श्लोक - २२, नैयायिक दर्शन यञ्च सामान्यतोदृष्टं तदेवं गतिपूर्विका । पुंसि देशान्तरप्राप्तिर्यथा सूर्येऽपि सा तथा ।। २२ ।। શ્લોકાર્થ : વળી જે (કાર્ય-કારણભાવથી અન્યત્ર સામાન્યત: અવિનાભાવવડે દેખાતું લિંગ) તે સામાન્યતોદષ્ટ અનુમાન છે. જેમકે-પુરુષ એક સ્થાનથી બીજા સ્થાને પહોંચે છે તે ગતિપૂર્વક હોય છે, તેમ સૂર્ય પણ એક સ્થાનથી બીજા સ્થાને ગતિપૂર્વક પહોંચે છે. //રા व्याख्या-चः पुनरर्थे, यत्पुनः कार्यकारणभावादन्यत्र सामान्यतोऽविनाभावबलेन दृष्टं लिङ्गं सामान्यतोदृष्टं, तदेवम् । कथमित्याह-यथा पुंस्येकस्माद्देशाद्देशान्तरप्राप्तिर्गतिपूर्विका तथा सूर्येऽपि सा देशान्तरप्राप्तिस्तथा गतिपूर्विका । अत्र देशान्तरप्राप्तिशब्देन देशान्तरदर्शनं ज्ञेयम् । अन्यथा देशान्तरप्राप्तेर्गतिकार्यत्वेन शेषवतोऽनुमानादस्य भेदो न स्यात् । यद्यपि गगने संचरतः सूर्यस्य नेत्रावलोकप्रसराभावेन गतिर्नोपलभ्यते, तथाप्युदयाचलात्कालान्तरेऽस्ताचलचूलिकादौ तद्दर्शनं गतिं गमयति । प्रयोगः पुनः पूर्वमुक्त एव । अथवा देशान्तरप्राप्तेर्गतिकार्यत्वं लोको न प्रत्येतीति इदमुदाहरणं कार्यकारणभावाविवक्षयात्रोपन्यस्तम् । प्रयोगस्त्वेवम्, सूर्यस्य देशान्तरप्राप्तिर्गतिपूर्विका देशान्तरप्राप्तित्वादेवदत्तदेशान्तरप्राप्तिवत् ।।२२।। ટીકાનો ભાવાનુવાદઃ વ્યાખ્યા: ‘વ’ પુનઃ અર્થમાં છે. વળી કાર્યકારણભાવથી અન્યત્ર સામાન્યત: અવિનાભાવના બળથી જે લિંગ જોવાય તે સામાન્યતોદષ્ટ અનુમાન કહેવાય છે. જેમ પુરુષની એકદેશથી બીજા દેશની પ્રાપ્તિ ગતિપૂર્વક હોય છે, તેમ સૂર્યમાં પણ દેશાન્તરપ્રાપ્તિ ગતિપૂર્વક હોય છે. આશય એ છે કે પુરુષની દેશાન્તરપ્રાપ્તિ ગતિ દ્વારા છે. આવું જોયા બાદ સૂર્યની પણ દેશાન્તર પ્રાપ્તિ ગતિ દ્વારા છે, એવું જે અનુમાન કરવું તે સામાન્યતોદષ્ટ અનુમાન કહેવાય છે. અહીં દેશાન્તરપ્રાપ્તિ શબ્દથી દેશાન્તરનું દર્શન જાણવું, નહિતર દેશાન્તરપ્રાપ્તિરૂપ કાર્ય ગતિરૂપ કારણનું કાર્ય હોવાથી (કાર્યથી કારણના અનુમાન(જ્ઞાન)રૂપ) શેષવતુ અનુમાનથી આ સામાન્યતોદષ્ટ અનુમાનનો ભેદ નહીં રહે. (અને દેશાન્તરપ્રાપ્તિ શબ્દથી દેશાન્તરદર્શન અર્થ કરશો તો તે બંનેનો ભેદ રહેશે. તે આ રીતે - શેષવતું અનુમાનમાં નદીનાં પૂરરૂપ કાર્યથી ઉપરીતનવાસના વરસાદ (કારણ)નું અનુમાન થાય છે. ત્યાં નદીનું પૂરનું સ્થાન અને વરસાદ થયાનું સ્થાન આ બંનેમાંથી માત્ર નદીના પૂરને જોઈને વરસાદનું અનુમાન કરાય છે. પણ વરસાદ થયાના સ્થાનનું દર્શન થતું નથી. જ્યારે સામાન્યતોદષ્ટ અનુમાનમાં ઉદયાચલના સ્થાને જોયેલ
SR No.022413
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 01
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages436
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy