SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ १४२ षड्दर्शन समुञ्चय भाग - १, श्लोक - १३, नैयायिक दर्शन અનુમાનથી ઈશ્વરમાં બુદ્ધિમપૂર્વકત્વને સાધનારહેતુ હાર્યત્વ પ્રકરણસમ બની જાય છે. તો તમે કેવી રીતે કહો છો કે વાર્યત્વ હેતુ પ્રકરણસમ નથી ?) ઉત્તરપક્ષ (નૈયાયિક) : હે પૂર્વપક્ષી ! તમારા અનુમાનમાં બુદ્ધિમપૂર્વકત્વેન ઇશ્વર જે સાધ્ય છે. તે તમારા વડે પ્રતીત કે અપ્રતીત ઇચ્છાય છે ? (અર્થાત્ ધર્મારૂપઈશ્વરને તમે જાણો છે કે નહિ ?) જો તમે એમ કહેશો કે સાધ્યમનઈશ્વર અપ્રતીત છે. અર્થાતુ અમે જાણતા નથી, તો તમારા અનુમાનમાં પરિકલ્પિતતુ આશ્રયાસિદ્ધિ દોષથી દૂષિત છે, કારણ કે ‘શરીરત્વ' હેતુનો પક્ષ અપ્રસિદ્ધ છે. અને જો એમ કહેશો કે સાધ્યમાનઇશ્વર પ્રતીત છે. અર્થાતુ જાણીએ છીએ, તો જે પ્રમાણ વડે ઈશ્વર પ્રતીત થાય છે, તે પ્રમાણવડે જ સ્વયં ઈશ્વરનું શરીર પ્રતીત થશે. તો કેમ ઈશ્વરને સશરીરિક સ્વીકારતા નથી ? આથી કેવી રીતે ઈશ્વરનું શરીરત્વ છે ? તેથી છાર્યત્વ હેતુ પ્રકરણસમ દોષથી દૂષિત નથી અને આથી સૃષ્ટિસંદારચ્છિવઃ કહ્યું તે સત્ય છે. વળી શિવ-મહેશ્વર કેવા છે ? વિભુ છે. અર્થાત્ આકાશની જેમ સર્વજગતમાં વ્યાપક છે. (જો ઈશ્વરને સર્વવ્યાપક-વિભુ નહીં માનો તો) ઈશ્વર નિયત સ્થાનમાં રહેલા હોય, તો અનિયત (અલગ-અલગ) પ્રદેશમાં રહેલા પદાર્થોનું પ્રતિનિયત અને યથાવનિર્માણ કરવું સંગત થતું નથી. જેમકે એક સ્થાનમાં રહેલો કુંભાર પણ ઘણા દૂર રહેલા ઘટાદિને ઘડવામાં વ્યાપાર કરતો નથી. અને તેથી દૂર-દૂરતર રહેલી વસ્તુઓના નિર્માણમાં સર્વવ્યાપકત્વ આવશ્યક છે.) તેથી ઈશ્વર વિભુ-સર્વવ્યાપક છે. તે મહેશ્વર (ઈશ્વર) નિત્ય, એક અને સર્વજ્ઞ છે. नित्यश्चासावेकश्च नित्यैकः स चासौ सर्वज्ञश्चेति विशेषणत्रयसमासः । तत्र नित्योऽप्रच्युतानुत्पन्नस्थिरैकरूपः कूटस्थः । ईश्वरस्य ह्यनित्यत्वे पराधीनोत्पत्तिसव्यपेक्षया कृतकत्वप्राप्तिः । स्वोत्पत्तावपेक्षितपरव्यापारो हि भावः कृतक इष्यते । कृतकश्चेजगत्कर्ता स्यात्, सदा तस्याप्यपरेण क; भाव्यमनित्यत्वादेव । अपरस्यापि च कर्तुरन्येन का भवनीयमित्यनवस्थानदी दुस्तरा स्यात् । तस्मानित्य एवाभ्युपगमनीयः, नित्योऽपि स एकोऽद्वितीयो मन्तव्यः, बहूनां हि जगत्कर्तृत्वस्वीकारे परस्परं पृथक् पृथगन्यान्यविसदृशमतिव्यापृतत्वेनैकैकपदार्थस्य विसदृशनिर्माणे सर्वमसमञ्जसमापद्येतेति युक्तं “एकः” इति विशेषणम् । एकोऽपि सर्वज्ञः सर्वपदार्थानां सामस्त्येन ज्ञाता, सर्वज्ञत्वाभावे हि विधित्सितपदार्थोपयोगिजगत्प्रसृमरविप्रकीर्णपरमाणुकणप्रच
SR No.022413
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 01
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages436
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy