SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ • रत्नप्रभानित्यतामीमांसा 0 ६८७ न तेषु त एव अवतिष्ठन्ते किन्तु अपराऽपरे तद्भावेन परिणमन्ति” (अनु.द्वा.सू.२४९/पृ.२९८ हे.वृ.) इति । अनुयोगद्वारसूत्रमलधारवृत्तिसन्दर्भोऽनुसन्धेयः । ‘ते = रत्नप्रभादयः'। शिष्टं स्पष्टम् । न च रत्नप्रभापृथिवीगतपर्वतादिषु चयापचयभावेन संस्थानापेक्षयाऽपि रत्नप्रभाया अनित्यत्वमेव । पर्यायार्थनयादेशात् स्यादिति शङ्कनीयम्, तथाविधचयाऽपचयसद्भावेऽपि अशीतिसहस्राधिकयोजनलक्षपरिमाणबाहल्यैकरज्जुपरिमाणवर्तु- र्श लाकारलक्षणसंस्थानभेदविरहात्, तदीयवर्णादिषु तु षट्स्थानपतितवृद्धि-हानिभावेन वर्णाद्यपेक्षयैव रत्नप्रभाया अनित्यत्वं पर्यायार्थनयादेशाद् युज्यते, न तु संस्थानापेक्षया। पुद्गलचयापचयमात्रेण कृतकत्वापत्त्या रत्नप्रभादौ अनित्यत्वापत्तिस्तु अनुद्घोषणीयैव, ण कृतकत्वलक्षणस्य तत्र विरहात् । तदुक्तं न्यायबिन्दौ धर्मकीर्तिना दिङ्नागप्रणीतन्यायप्रवेशकशास्त्रस्य च का કરવા યોગ્ય છે. ત્યાં જણાવેલ છે કે “તે રત્નપ્રભા પૃથ્વી વગેરે (તેના તે જ પુદ્ગલરૂપે નહિ, પણ ફક્ત તેના) તે જ આકાર સ્વરૂપે રહે છે. તેથી તે શાશ્વત કહેવાય છે. તેના પુદ્ગલો તો અસંખ્યકાળ પછી તેમાં તેના તે જ રહેતા નથી. પરંતુ નવા-નવા પુદ્ગલો રત્નપ્રભાદિ સ્વરૂપે પરિણમે છે.” શક:- (ન ૨) રત્નપ્રભા પૃથ્વીમાં તો શત્રુંજય, ગિરનાર, હિમાલય વગેરે અનેક પર્વતો આવેલા છે. તથા તે પર્વતો તો નાના-મોટા થયા જ કરે છે. તેથી રત્નપ્રભા પૃથ્વીનો આકાર પણ કાળક્રમે બદલાયા જ કરશે. એટલે પર્યાયાર્થિનયના આદેશથી, સંસ્થાનની અપેક્ષાએ પણ, રત્નપ્રભા પૃથ્વી અનિત્ય જ બનશે. સમાધાન :- (તળાવ) પુણ્યશાળી ! રત્નપ્રભા પૃથ્વી ઉપર આવેલા પર્વતોની ઊંચાઈમાં વધુ -ઘટ થવાથી રત્નપ્રભા પૃથ્વીના આકારમાં સામાન્ય ફેરફાર થાય. એ વાત સાચી છે. તેમ છતાં પણ આ શાસ્ત્રમાં રત્નપ્રભા પૃથ્વીનો જે આકાર બતાવેલ છે તે આકારમાં લંબાઈ-પહોળાઈ-જાડાઈમાં તો ફેરફાર નથી જ થતો. ઠાણાંગ-સમવાયાંગ વગેરે આગમોમાં જણાવેલ છે કે રત્નપ્રભા પૃથ્વી ૧ રાજલોક લાંબી છે. -પહોળી વર્તુળાકાર છે. તથા મધ્યમાં તેની જાડાઈ ૧ લાખ, એંશી હજાર યોજન છે. રત્નપ્રભાપૃથ્વીના પર્વતોની ઊંચાઈમાં સામાન્ય ફેરફાર થવા છતાં પણ ઉપર મુજબનું રત્નપ્રભાપૃથ્વીનું આગમોક્ત સંસ્થાન છે. બદલાતું નથી જ. હિમાલય પર્વત વગેરેની ઊંચાઈમાં ફેરફાર થવાથી રત્નપ્રભાના આકારમાં જે ફેરફાર થાય છે, તે શાસ્ત્રીય દૃષ્ટિએ તદન નગણ્ય છે. જ્યારે રત્નપ્રભાપૃથ્વીના વર્ણ-ગંધ વગેરેમાં તો અનંતગુણ -અસંખ્યગુણ-સંખ્યાતગુણ વગેરે રૂપે ષસ્થાનપતિત હાનિ-વૃદ્ધિ થતી રહે છે. તેથી રત્નપ્રભા વર્ણ-ગંધ વગેરે પર્યાયની અપેક્ષાએ જ અનિત્ય છે, સંસ્થાનની દૃષ્ટિએ નહિ. પુદ્ગલવૃદ્ધિ-હાનિથી કૃતકત્વ અપ્રસક્ત છે (પુ) “પુદ્ગલની વધ-ઘટ થવા માત્રથી રત્નપ્રભા વગેરેમાં કૃતકત્વ આવી પડે. તેમજ તેના લીધે રત્નપ્રભા વગેરેમાં અનિત્યતાની આપત્તિ આવશે” – આવી ઉદ્ઘોષણા તો ન જ કરવી. કારણ કે રત્નપ્રભા વગેરેમાં કૃતત્વનું લક્ષણ જ રહેતું નથી. આપાદક જ ન હોય તો આપાદન કઈ રીતે થઈ શકે? કૃતકત્વનું લક્ષણ બતાવતા ધર્મકીર્તિ નામના બૌદ્ધ વિદ્વાને ન્યાયબિંદુ ગ્રંથમાં તથા દિન્નાગરચિત ન્યાયપ્રવેશકશાસ્ત્રની શિષ્યહિતા વ્યાખ્યામાં શ્રીહરિભદ્રસૂરિજીએ જણાવેલ છે કે “જે પદાર્થ પોતાના
SR No.022380
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy