SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ • आत्मपुष्ट्युपायनिर्देशः । २४९ ___ प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – 'आत्म-तद्गुण-पर्यायाणां मिथः अभेदः' इति सिद्धान्तं चेतसि-प कृत्य स्वकीयशुद्धगुण-पर्यायाणां प्रमादादिवशतः नाशे तत्स्वरूपेण स्वात्मनोऽपि नाशः बोध्यः। ... आत्महानं च महत् पापम् । तत्परिहाराय सम्प्राप्तसद्गुण-शुद्धपर्यायस्थिरताकृते अभिनवसद्गुणपवित्रपर्यायप्रादुर्भावकृते च यतितव्यम् । इत्थमेव आत्मपुष्टि-शुद्धिसम्भवः। तत्प्रकर्षे च “सादिकमनन्तमनुपममव्याबाधसुखमुत्तमं प्राप्तः। केवलसम्यक्त्व-ज्ञान-दर्शनात्मा भवति मुक्तः ।।” (प्र.र.२८९) इति प्रशमरतौ शे उमास्वातिवाचकोक्तं मुक्तात्मस्वरूपं सम्पद्यते ।।३/१।। આત્મહત્યા નિવારો છે આધ્યાત્મિક ઉપનય :- “આત્મા અને તેના ગુણ-પર્યાયો વચ્ચે અભેદ છે' - આ સિદ્ધાન્તને મનમાં રાખીને આધ્યાત્મિક દૃષ્ટિકોણથી એ રીતે વિચારવું છે કે જો પોતાના શુદ્ધ ગુણો અને નિર્મળ પર્યાયોનો પ્રમાદવશ નાશ થાય તો તે સ્વરૂપે પોતાનો પણ નાશ થઈ જાય. અર્થાત પોતાના શુદ્ધ ગુણોનો અને વિમળ પર્યાયોનો ઉચ્છેદ કરવો એ પરમાર્થથી આત્મહત્યા છે. આપઘાત બહુ મોટું પાપ છે. માટે આવી ઘી આધ્યાત્મિક આત્મહત્યાથી બચવાના અભિપ્રાયથી સંપ્રાપ્ત થયેલા સગુણોને અને શુદ્ધ પર્યાયોને ટકાવવા માટે તથા નવા સગુણોને અને પાવન પર્યાયોને પ્રગટાવવા માટે સતત પ્રયત્નશીલ રહેવું. આમ કરવા છે. દ્વારા આત્માને પરિપુષ્ટ બનાવવો. આત્મપુષ્ટિ અને આત્મશુદ્ધિ આ રીતે જ શક્ય છે. પુષ્ટિ અને શુદ્ધિ - બન્નેનો પ્રકર્ષ થતાં પ્રશમરતિમાં ઉમાસ્વાતિવાચકે દર્શાવેલ મુક્ત આત્માનું સ્વરૂપ પ્રગટે છે. ત્યાં જણાવેલ છે કે “સાદિ-અનંતકાલીન, અનુપમ, પીડારહિત, ઉત્તમ સુખને પ્રાપ્ત કરનાર તથા કેવલ સમ્યક્ત, કેવલજ્ઞાન, કેવલદર્શનસ્વરૂપ આત્મા મુક્ત કહેવાય છે.” (૩/૧) લખી રાખો ડાયરીમાં......8 • વાણી-વર્તનના સુધારાથી સાધના સંતુષ્ટ થાય છે. દા.ત. અંગારમર્દક આચાર્ય આત્માને સુધારીને ઉપાસના તૃપ્ત થાય છે. - દા.ત. સ્થૂલિભદ્ર સ્વામીજી • સાધના જંગલની કેડી સમાન છે. ઉપાસના ભવાટવીમાં ભોમીયા સમાન છે.
SR No.022379
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy