________________
☼ अनेकान्तार्थस्पष्टीकरणम्
४०५
नानावस्तुधर्माऽपेक्षया एकस्य अनेकान्तत्वाऽनभ्युपगमाच्च न सिद्धसाधनम्, एकस्यैव स्वधर्मापेक्षयाऽनेकान्ते ॥ च यथा न विरोधस्तथोक्तमेव ।
૪/૨
अपि स्तः । अतः रज्ज्चादौ सर्पादिकं सदसद्भ्याम् अनिर्वचनीयम् । 'सच्चेत् ? न बाध्येत । असच्चेत् ? प न प्रतीयेत' इति वेदान्तिन्यायेन सदसद्भ्याम् अनिर्वचनीयस्य रज्जुसर्पस्य तन्त्वादिलक्षणसामग्रीनिरपेक्षस्य प्रतिभासकालमात्रसत्ताकस्य परमार्थतो यथा असत्त्वं न तथा भेदाभेदस्याऽसत्त्वम्, प्रमाणसिद्धत्वात् । नानावस्तुधर्माऽपेक्षया एकस्य अनेकान्तत्वाऽनभ्युपगमाच्च न सिद्धसाधनम्, एकस्यैव स्वधर्मापेक्षयाऽनेकान्ते च यथा न विरोधस्तथोक्तमेव ।
>>>
સાપ પ્રાતિભાસિક સત્યરૂપે કલ્પિત છે. દોરડામાં પ્રતિભાસમાન સાપ જો સત્ હોય તો પાછળથી ‘આ સાપ નથી પરંતુ દોરડું છે’ - આવા જ્ઞાન દ્વારા બાધિત ન થાય. તથા તે સર્વથા અસત્ હોય તો સર્પત્વાદિરૂપે તેની પ્રતીતિ ન થાય. પરંતુ ઉપરોક્ત બાધ અને પ્રતીતિ બન્ને થાય છે જ. તેથી દોડામાં જણાતો સાપ સત્ રૂપે કે અસત્ સ્વરૂપે અનિર્વચનીય છે. ‘જો વસ્તુ સત્ય હોય તો બાધિત ન થાય તથા મિથ્યા હોય તો જણાય નહિ' - આ મુજબ વેદાન્તીનો ન્યાય = નિયમ છે. તે મુજબ રજ્જુસર્પ સત્ સ્વરૂપે કે અસત્ સ્વરૂપે અનિર્વચનીય છે. તંતુ, શણ, નાળિયેરના છોતરાં વગેરે સામગ્રીથી દોરડું બને છે. આથી દોરડું અને તેના કારણોનું નિર્વચન = નિરૂપણ થઈ શકે છે. પરંતુ દોરડામાં પ્રતીયમાન સાપની સામગ્રીનું નિર્વચન થઈ શકતું નથી. ‘આ કાથીનું દોરડું છે. તે શણનું દોરડું છે' - આ પ્રમાણે દોરડાના સ્વરૂપનું પણ નિર્વચન થઈ શકે છે. જ્યારે દોરડામાં પ્રતીયમાન સાપના સ્વરૂપનું નિર્વચન થઈ શકતું નથી. તેથી પણ રજ્જુસર્પ અનિર્વચનીય છે. અનિર્વચનીય રજ્જુસર્પનું અસ્તિત્વ માત્ર પ્રતિભાસ થવાના સમય પૂરતું જ છે. માટે તે પ્રાતિભાસિક સત્ય તરીકે કલ્પિત છે. અનિર્વચનીય સર્પ દૂધ પીવાનું કે ડંખ મારવાનું કામ કરતો નથી. માટે તે કાલ્પનિક છે. અર્થાત્ પ્રાતિભાસિક સત્ય તરીકે માન્ય હોવા છતાં અનિર્વચનીય રજ્જુસર્પ પરમાર્થથી અવિદ્યમાન છે. આવું વેદાંતી માને છે. પરંતુ જૈનો જે ભેદાભેદનો સ્વીકાર કરે છે તેની ભ્રમથી નહિ પણ પ્રત્યક્ષ વગેરે પ્રમાણથી પ્રતીતિ થાય છે. તેથી વેદાંતિસંમત રી અનિર્વચનીય રજ્જુસર્પની જેમ વિલક્ષણ ભેદાભેદ કાલ્પનિક નથી, પરંતુ વિદ્યમાન અને વાસ્તવિક છે. * સિદ્ધસાધન દોષનું નિવારણ
(નાના.) (૯) અનેક વસ્તુના ગુણધર્મની અપેક્ષાએ પ્રત્યેક વસ્તુને અનેકાંતાત્મક ન માનવાના લીધે પૂર્વોક્ત સિદ્ધસાધ્યતા દોષને પણ અવકાશ નથી. અમે એક જ વસ્તુમાં પોતાના ગુણધર્મની અપેક્ષાએ અનેકાંતાત્મકતા માનીએ છીએ. અર્થાત્ દ્રવ્યમાં પોતાના ગુણનો જ ભેદ અને પોતાના જ ગુણનો અભેદ
એમ અમે માનીએ છીએ. આવું એકાન્તવાદીઓ સ્વીકારતા નથી. તેથી એકાંતવાદીના મતે સિદ્ધ એવા પદાર્થને સાધવા માટે અમારો કોઈ પ્રયાસ નથી. તેથી સિદ્ધસાધન દોષને અહીં અવકાશ નથી. તથા પોતાના ગુણધર્મની અપેક્ષાએ પોતાનામાં અનેકાંતાત્મકતા (ભેદાભેદાત્મકતા) માનવામાં પૂર્વે એકાંતવાદીએ જે વિરોધ દોષનું ઉદ્દ્ભાવન કરેલું તે પણ વ્યાજબી નથી. દ્રવ્યમાં ગુણાદિના ભેદાભેદનો સ્વીકાર કરવામાં વિરોધ દોષ નથી આવતો તેનું નિરૂપણ તો હમણાં જ ઉપર કરેલ છે.