SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ४०४ . अनिर्वचनीयप्रतिक्षेपः । रा तत एवाऽभावोऽपि न युक्तः; परिकल्पितस्य वेदान्तिन्यायेनाऽनिर्वचनीयस्य हि रज्जावहेरिवाऽभावो સ યુps, ન તુ પ્રમાણપ્રસિદ્ધસ્થતિ - न वाऽदृष्टकल्पनादोषः। निरवच्छिन्नवृत्ति-जात्यन्तरात्मकभेदाभेदाभिव्यञ्जकयोः भेद-भेदाभावयोः पूर्वोक्तरीत्या पर्यायत्व-द्रव्यत्वावच्छेदेन पदार्थे वर्तमानयोः अनपलापान्न दृष्टहानिरपि स्याद्वादे ધ્ધાવછાશTI૭-૮Tી. म जात्यन्तरात्मकस्य भेदाभेदस्य प्रत्यक्षादिप्रमाणबुद्धौ प्रतीयमानत्वाद् एवाऽभावोऽपि न युक्तः; परिकल्पितस्य = वस्तुनि आरोपितस्य सदसद्भ्यां वेदान्तिन्यायेनाऽनिर्वचनीयस्य हि व्यावहारिक___ वस्तुरूपेण वेदान्तिसम्मतायां रज्जौ अहेरिवाऽभावो युक्तः, न तु प्रमाणप्रसिद्धस्येति । अयमाशयः - रज्ज्वादौ प्रतिभासमानं सर्पादिकं सत् चेत् ? न बाध्येत उत्तरकालं 'नायं सर्पः ण किन्तु रज्जुः' इत्यादिज्ञानेन । असत् चेत् ? न प्रतीयेत सर्पत्वादिरूपेण। किन्तु बाध-प्रतीति द्वे નથી. તેમજ પ્રત્યક્ષસિદ્ધ જાત્યંતરાત્મક ભેદભેદની કલ્પના અદેકલ્પના પણ નથી. તથા દ્રવ્યનિષ્ઠ નિરવચ્છિન્નવૃત્તિ જાત્યંતરાત્મક ભેદભેદની અભિવ્યક્તિ કરનારા અને વિભિન્ન અવચ્છેદેન એક જ દ્રવ્યમાં રહેનારા એવા કેવળ ભેદનો તથા કેવળ અભેદનો અપલાપ અમે કરતા નથી. પૂર્વે શંખેશ્વર પાર્શ્વનાથસ્તોત્રમાં જણાવ્યા મુજબ પ્રત્યેક પદાર્થમાં પર્યાયવાવચ્છેદન ગુણભેદનો અને દ્રવ્યત્વવિચ્છેદન ગુણભેદભાવનો અમે અંગીકાર કરીએ જ છીએ. તેથી દષ્ટહાનિ દોષ પણ જૈન મતમાં સંભવતો નથી. ઈ જાત્યંતરાત્મક ભેદભેદ વાસ્તવિક . (નાન્ચ) પૂર્વે એકાંતવાદીએ જણાવેલ કે “જાત્યંતરાત્મક ભેદભેદના સ્વીકારમાં અષ્ટકલ્પના દોષ 31 આવતો હોવાથી જાત્યંતરાત્મક ભેદભેદ કલ્પિત છે. તથા કલ્પિત વસ્તુનો તો અભાવ જ હોય.” પરંતુ છે તે વ્યાજબી નથી. કેમ કે જાત્યંતરાત્મક ભેદભેદ પ્રત્યક્ષ આદિ પ્રમાણથી સિદ્ધ છે. તેથી તેના સ્વીકારમાં | અષ્ટકલ્પના દોષને અવકાશ નથી.) આમ ભેદભેદ કલ્પિત નથી પણ વાસ્તવિક છે. તે કારણે જાત્યંતરાત્મક ભેદભેદનો અભાવ માનવો યુક્તિસંગત નથી. જો અમે વેદાંતિન્યાયથી વ્યાવહારિક વસ્તુરૂપે સ સંમત એવા દોરડામાં આરોપિત તથા સસ્વરૂપે કે અસલ્વરૂપે અનિર્વચનીય એવા સાપની કલ્પનાની જેમ જાત્યંતરાત્મક ભેદભેદની કલ્પના કરીએ તો અનિર્વચનીય સાપની જેમ વિલક્ષણ જાતિરૂપ ભેદભેદનો અભાવ માનવો વ્યાજબી ગણાય. પરંતુ એવું નથી. અમે તો પ્રત્યક્ષ પ્રમાણથી પ્રતીત એવા જાતિવિશેષસ્વરૂપ ભેદભેદનો સ્વીકાર કરીએ છીએ. પ્રમાણસિદ્ધ વસ્તુનો અપલાપ ન થઈ શકે. માટે વિલક્ષણ ભેદભેદનો ઉચ્છેદ થવાની આપત્તિને જૈન મતમાં કોઈ અવકાશ રહેતો નથી. * અનિર્વચનીય પ્રતિભાસિક સત્યની વિચારણા # (ય.) આશય એ છે કે સાંજના સમયે ઘરના ખૂણામાં લટકતાં દોરડાને જોઈને “આ સાપ છે' - આવો ભ્રમ થઈ શકે છે. વેદાંતિમતે બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે. તેથી દોરડામાં દોરડાની બુદ્ધિ ભ્રમ છે અને દોરડામાં સાપની બુદ્ધિ પણ ભ્રમ છે. બ્રહ્મતત્ત્વની જેમ તે બેમાંથી એક પણ પારમાર્થિક સત્ય નથી. છતાં વિશેષતા એ છે કે દોરડું વ્યાવહારિક સત્યરૂપે કલ્પિત છે તથા દોરડામાં પ્રતીયમાન
SR No.022379
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy