SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ३७४ • साधुनिन्दा त्याज्या 0 ને બોલ્યઉં છV. I૪/૧૫ । तत्र सखाऽधिगमो यथा चक्षष्मतः चित्रकर्मनिपूणस्य रूपसिद्धिः। दुरधिगमस्त्वनिपुणस्य । अनधिगमस्त्वन्धस्य । तत्राऽनधिगमरूपोऽवस्त्वेव। सुखाधिगमस्तु विचिकित्साया विषय एव न भवति । देश-काल-स्वभावविप्रकृष्टस्तु रा विचिकित्सागोचरीभवति। तस्मिन धर्माऽधर्माऽऽकाशादौ या विचिकित्सेति। प्र यद्वा 'विइगिच्छत्ति' विद्वज्जुगुप्सा। विद्वांसः = साधवो विदितसंसारस्वभावाः परित्यक्तसमस्तसङ्गाः तेषां जुगुप्सा = निन्दा, अस्नानात् प्रस्वेदजलक्लिन्नमलत्वाद् दुर्गन्धिवपुषः तान् निन्दति ‘को दोषः स्याद् श यदि प्रासुकेन वारिणाऽङ्गक्षालनं कुर्वीरन् ?' इत्यादिजुगुप्सा, तां विचिकित्सां विद्वज्जुगुप्सां वा सम्यगापन्नः બોધ થાય તેવા અને (c) જરા પણ બોધ ન થાય તેવા. પરમાર્થથી જોય પદાર્થ એક હોવા છતાં પણ શ્રોતાની ભૂમિકા વિભિન્ન હોવાથી તથા શ્રોતાનો જ્ઞાનાવરણકર્મસંબંધી ક્ષયોપશમ વિવિધ પ્રકારનો હોવાથી શેય પદાર્થ સુગમ, દુર્ગમ અને અગમ્યરૂપે ત્રિવિધ વિભાગમાં વહેંચાય છે. તે ત્રણ પ્રકારના પદાર્થમાં (A) “સુગમ' પદાર્થનું ઉદાહરણ આ રીતે સમજવું. જે માણસની પાસે આંખો હોય તથા ચિત્રકળામાં તે નિપુણ હોય તેને ચિત્રના રૂપની જાણકારી સુગમ કહેવાય. (B) આંખ હોવા છતાં ચિત્રકળામાં બાહોશી ન ધરાવનાર માણસ માટે, દોરેલું ચિત્રનું રૂપ દુર્ગમ બને. ચિત્રકારે જહેમત ઉઠાવીને અંગ-પ્રત્યંગના આરોહ-અવરોહ-વળાંકગર્ભિત ચિત્રકામમાં જે પ્રાણ પૂર્યા હોય તેની કદર-મૂલ્યાંકન કરવાનું સ સામાન્ય માણસનું ગજું નથી હોતું. (C) અંધ માટે તો તે રૂપ અગમ્ય જ બને. પ્રસ્તુતમાં આપણે વિચિકિત્સાની = શંકાની વિચારણા ચાલે છે. તેથી ઉપરોક્ત ત્રણ પ્રકારના શેય પદાર્થમાંથી ત્રીજો અગમ્ય Cી પદાર્થ શંકા માટે અવસ્તુ છે, અસત છે. પ્રસ્તુતમાં તેનો કોઈ સંદર્ભ નથી. તથા સુગમ પદાર્થ તો શંકાનો વિષય જ બની શકતો નથી. તેથી તેને વિશે પણ શંકા થતી નથી. પરંતુ જે પદાર્થ દુર્ગમ રહી હોય તેને વિશે જ શંકા થાય છે. દેશ-કાળ-સ્વભાવથી જે પદાર્થ આપણાથી દૂર હોય તે આપણા માટે દુર્ગમ બને. તથા તે શંકાનો વિષય બની શકે છે. આપણા માટે મહાવિદેહ વગેરે ક્ષેત્રમાં વિચરતા સીમંધરસ્વામી ભગવાન વગેરે દેશથી દૂર કહેવાય. શ્રમણ ભગવાન મહાવીર આપણા માટે કાળથી દૂર કહેવાય. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ વગેરે અતીન્દ્રિય પદાર્થો આપણા માટે સ્વભાવથી દૂર (= વિપ્રકૃષ્ટ) કહેવાય. આવા પદાર્થને વિશે શંકા થવાની સંભાવના છે. કારણ કે આપણા માટે તે દુર્ગમ છે. આ સાધુનિંદા સમાધિમાં બાધક માસ (યદા.) અથવા ‘વિત્તિfછ' શબ્દના સ્થાને “વિચ્છિ ' આવો પાઠ સ્વીકારીએ તો તેનો અર્થ “વિદ્વતજુગુપ્સા થશે. જેમણે સંસારનો અસાર સ્વભાવ જાણીને સમસ્ત સંગનો પરિત્યાગ કરેલ છે તેવા સાધુ ભગવંતો અહીં વિદ્વાન તરીકે માન્ય છે. આવા સાધુ ભગવંતોની નિંદા એટલે “વિદ્વતજુગુપ્સા” આવો અર્થ સમજવો. સાધુ ભગવંતો સ્નાન ન કરતા હોવાથી પરસેવાના ટીપાથી તેઓનું શરીર વ્યાપ્ત હોય તથા શરીર ઉપર મેલ પણ હોય- આવું હોવાથી તેમના શરીરમાંથી ક્યારેક દુર્ગધ આવે તેવું પણ સંભવે છે. તેથી કોઈક ભારેકર્મી જીવ આવા સાધુ ભગવંતની નિંદા કરે કે “જો અચિત્ત પાણીથી સાધુ મહારાજ શરીરને સ્વચ્છ કરે તો તેમના સંયમમાં શું દોષ આવે ?” આવી નિંદા પ્રસ્તુતમાં “વિચિકિત્સા
SR No.022379
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy