SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ * विचिकित्सायाः समाधिबाधकत्वम् * ૪/૨ હોઇ, જે માટઈં શંકાસહિત ચારિત્રીઓ પણિ “સમાધિ ન પામઇ. હ ચसमाधिलाभाऽयोगात् । तदुक्तम् आचाराङ्गसूत्रे लोकसाराध्ययने “वितिगिच्छासमावन्नेणं अप्पाणेणं णो लभति समाहिं ” ( आचा.५/ ५/४२) इति । श्रीशीलाङ्काचार्यकृता तद्वृत्तिस्त्वेवं “विचिकित्सा या चित्तविप्लुतिः यथा 'इदमप्यस्ती 'त्येवमाकारा युक्त्या समुपपन्नेऽप्यर्थे मतिविभ्रमो मोहोदयाद् भवति । तथाहि - 'अस्य महतः तपः क्लेशस्य सिकताकणकवलनिःस्वादस्य स्यात् सफलता न वा ?' इति, कृषीवलादिक्रियाया उभयथाऽप्युपलब्धेरिति । इयं च मतिः मिथ्यात्वांऽशाऽनुवेधाद् भवति, ज्ञेयगहनत्वाच्च । sf ३७३ ગુ '“वितिगिच्छासमावन्नेणं अप्पाणेणं णो लभति समाहिं” ( आचा. ५.५.४२ ) इति श्रीआचाराङ्गसूत्रे स प તથાદિ - અર્થ: ત્રિવિધ: (૧) સુધિમ:, (૨) દુધિમ:, (રૂ) અધિગમશ્વ શ્રોતાર પ્રતિ મિદ્યતે। આકુળતા-વ્યાકુળતા આવી જાય. તથા તેવી આકુળ-વ્યાકુળ થવાની દશામાં ચારિત્રધર મહાત્માઓને પણ સમાધિનો લાભ થઈ ન શકે. તેથી જ ચારિત્રધર મહાત્માઓએ પણ જિનોક્ત સિદ્ધાંતોનો માર્મિક અભ્યાસ કરી જિનાગમ પ્રત્યેની પોતાની શ્રદ્ધાને દઢ બનાવવા સતત પ્રયત્નશીલ રહેવું જરૂરી છે. શંકા :- ‘જિનાગમમાં સંશય થવાથી સમાધિ ન મળે’- આવું તમે શાના આધારે કહો છો ? ઊ જિનવચનમાં સંશય સમાધિનો પ્રતિબંધક ઊ સમાધાન :- (તપુ.) અમારી વાત નિરાધાર નથી. અમારી વાતને આગમનો ટેકો મળે છે. આચારાઙ્ગસૂત્રના લોકસાર અધ્યયનમાં જણાવેલ છે કે “સંશયગ્રસ્ત (= વિચિકિત્સાયુક્ત) આત્મા સમાધિને પ્રાપ્ત કરતો નથી.” શ્રીશીલાંકાચાર્યજીએ તેની વૃત્તિમાં જણાવેલ છે કે “વિચિકિત્સા એટલે ચિત્તવિપ્લવ સુ = મતિવિભ્રમ. યુક્તિસંગત એવા પણ જિનોક્ત પદાર્થને વિશે દર્શનમોહનીયના ઉદયથી ‘આ પદાર્થ આ રીતે પણ સંગત થઈ શકે છે’ (અર્થાત્ ‘જિનોક્ત પદ્ધતિ સિવાય બીજી પદ્ધતિથી પણ આ પદાર્થ સંગત થઈ શકે છે') - આવા પ્રકારનો જે મતિવિભ્રમ થાય તે પ્રસ્તુતમાં વિચિકિત્સા શબ્દથી અભિમત સ છે. આ ચિત્તવિભ્રમ સંશયસ્વરૂપ છે. ઉદાહરણ સાથે તેનો વિચાર આ રીતે કરી શકાય છે. ‘આ તપશ્ચર્યાસ્વરૂપ કાયક્લેશ રેતીના કણિયાથી બનેલા કોળીયાની જેમ રસાસ્વાદવિહીન છે. મારી આ અતિદીર્ઘ તપશ્ચર્યા સ્વરૂપ કાયક્લેશ સફળ થશે કે નહિ ?' આવા પ્રકારની શંકાને મતિવિભ્રમરૂપે જાણવી. સાધકને આ શંકા થવાનું કારણ એ છે કે તપશ્ચર્યા એક જાતની ક્રિયા છે. તથા જે જે ક્રિયા હોય તે તે સફળ જ હોય તેવો નિયમ નથી. કેમ કે ખેડૂત વગેરેની ખેતી વગેરે ક્રિયા ક્યારેક સફળ પણ થતી હોય છે, ક્યારેક નિષ્ફળ પણ જતી હોય છે. આવું જગતમાં જોવા મળે છે. તપશ્ચર્યા પણ એક જાતની ક્રિયા છે. માટે તે નિષ્ફળ હોવાની સંભાવનાને નકારી શકાય એમ નથી. તેથી શંકા થવી સ્વાભાવિક છે. પણ આવી શંકાવાળા સાધકને સમાધિ મળતી નથી. પ્રસ્તુતમાં જે સંશયાત્મક બુદ્ધિ થાય છે તેના બે કારણ છે. (૧) મિથ્યાત્વના અંશનો ઉદય તથા (૨) જ્ઞેય પદાર્થની ગહનતા. છ જ્ઞેય પદાર્થના ત્રણ ભેદ છે (તા૪િ.) અહીં જ્ઞેય પદાર્થ ત્રણ પ્રકારના હોય છે. (A) સુખેથી બોધ થાય તેવા, (B) દુ:ખેથી * પાઠા∞ સમાધિવંતપણું. પા0 1. વિવિવિત્સાસમા૫પન્નેન આત્મના ન સમતે સમાધિમ્
SR No.022379
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy