SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦) आज्ञासम्यक्त्वमुक्तं यदुत विरुचितं वीतरागाज्ञयैव त्यक्तग्रन्थप्रपञ्चं शिवममृतपथं श्रद्दधन्मोहशान्तेः । मार्गश्रद्धानमाहुः पुरुषवरपुराणोपदेशोपजाता या संज्ञानागमाब्धिप्रसूतिभिरुपदेशादिरादेशिष्टिः॥१२॥ શાસ્ત્રાભ્યાસ વિના માત્ર વીતરાગ દેવની આજ્ઞા તથા તેમનાં વચન સાંભળ્યા પછી થયેલી જે તત્ત્વશ્રદ્ધાનરૂપ અથવા તે આપ્તપુરુષની આજ્ઞાના અવધારણરૂપ જીવની દશા વિશેષતારૂપ પરિણતી તે આજ્ઞા સમ્યક્ત્વ છે. વીતરાગ સર્વ દેવપ્રણીત ગ્રંથો વિસ્તારપૂર્વક સાંભળ્યા વિના માત્ર બાહ્યાવ્યંતર પરિગ્રહ રહિત એવો વિશુદ્ધ મેક્ષમાર્ગ તેનું અનાદિ દુઃખરૂપ એવા પ્રબળ મેહની ઉપશાંતિ અર્થે શ્રદ્ધાન થવું તે માર્ગ સમ્યકત્વ છે. અથવા પ્રત્યક્ષ બેધસ્વરૂપ પુરુષ પ્રત્યે ભક્તિયુક્ત આસ્તિક્ય પરિણતી થવી એ પણું માર્ગ સમ્યકત્વ છે. શ્રી તીર્થકરાદિ ઉત્કૃષ્ટ પુરુષોના ઉપદેશથી દષ્ટિની વિશુદ્ધતા થવી એ ઉપદેશ સમ્યકત્વ છે. અથવા તે આપ્ત ભગવાન પ્રણીત શ્રુત પ્રત્યે અત્યંત ભક્તિયુક્ત આસ્થારૂપ જીવની દશા તે પણ ઉપદેશ સમ્યકત્વ છે. आकर्ष्याचारसूत्रं मुनिचरणविधैः सूचनं श्रद्दधानः सूक्तासौ सूत्रदृष्टि१रधिगमगतेरर्थसार्थस्य बीजैः । कैश्चिजातोपलब्धेरसमशमवशाबीजदृष्टिः पदार्थात् संक्षेपेणैव बुध्वा रुचिमुपगतवान्साधुसंक्षेपदृष्टिः ॥१३॥ મુનિયોના આચારાદિ વિધાનોને વિદીત કરનારાં એવાં આચારાદિ સૂત્રો સાંભળી જે વીતરાગ ભગવાનપ્રણીત નિગ્રંથમાર્ગ પ્રત્યે મહત્વપુર્ણ દષ્ટિપૂર્વક જે આસ્તીકય પરિણતી થાય તે સૂત્ર સમ્યકત્વ છે. જ્ઞાનના કારણરૂપ બીજગણીતના અભ્યાસથી થયેલે જે મેહનો અનુપમ ઉપશમ, અને તેથી અતિ કઠણ છે જેને જાણવાની ગતિ એવું જે તત્ત્વશ્રદ્ધાન તે બીજ સમ્યકત્વ છે. સંક્ષેપતાપૂર્વક થયેલી જે તત્વશ્રદ્ધાનરૂપ જીવની દશા વિશેષતા તે સંક્ષેપ સમ્યક્ત્વ છે. ઉક્ત સંક્ષેપ સમ્ય. કત્વના સંબંધમાં જિનાગમમાં ઘણું દષ્ટાંતો છે – यः श्रत्वा द्वादशांगी तरुचिरथ तं विद्धि विस्तारदृष्टि संजातात्कुतश्चित् प्रवचनवचनान्यंतरेणार्थदृष्टिः । दृष्टिःसाङ्गाङ्गबाह्यप्रवचनभवगाह्योत्थिता यावगाढा कैवल्यालोकितार्थे रुचिरिह परमावादिगाहेति रुढा ॥१४॥
SR No.022377
Book TitleAtmanushasan
Original Sutra AuthorN/A
AuthorSomchand Amthalal Shah
PublisherShrimad Rajchandra Nijabhyas Mandap
Publication Year1953
Total Pages240
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy