SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ મહાશયને પૂર્ણ સંતોષ થયો. ત્યારબાદના પ્રશ્નોત્તરોનું સક્રિય પરિણામ શું આવ્યું તેના જિજ્ઞાસુને ડૉ. હૉર્નલને હાથે સંપાદન થયેલા સટીક ઉપાસકદશાંગમાં એ વિદ્વાને જે કૃતજ્ઞતાપ્રદર્શક નિમ્નલિખિત પદ્યો આ સૂરિવરને ઉદ્દેશીને રચ્યાં છે. તેનું મનન કરવા હું વિનવું છું - "दुराग्रहध्वान्तविभेदभानो ! हितोपदेशामृतसिन्धुचित्त ! । सन्देहसन्दोहनिरासकारिन् !, जिनोक्तधर्मस्य धुरन्धरोऽसि ॥१॥ अज्ञानतिमिरभास्कर-मज्ञाननिवृत्तये सहृदयानाम् । आर्हततत्त्वदर्श-ग्रन्थमपरमपि भवानकृत ॥२॥ आनन्दविजय ! श्रीमन्नात्माराम ! महामुने ! । નવીયનિવિન પ્રશ્ન-વ્યારાત: ! શાસ્ત્રપરા ! રૂા. कृतज्ञताचिह्नमिदं, ग्रन्थसंस्करणं कृतम् ।। यत्नसम्पादितं तुभ्यं, श्रद्धयोत्सृज्यते मया ॥४॥" વિ. સં. ૧૯૪૮માં આ ડૉ. હૉર્નસ્ મહોદય એમના દર્શનાર્થે “અમૃતસર' આવ્યા. અહો તેમની સુજનતા ! વિ. સં. ૧૯૪૯માં ‘ચિકાગોમાં ભરવામાં આવનાર સર્વધર્મપરિષદૂને અલંકૃત કરવાનું એમને આમંત્રણપત્ર મળ્યું, પ્રતિકૃતિ તેમજ જીવનચરિત્ર માટે પણ અભ્યર્થના કરવામાં આવી. પરંતુ નૌકાનો આશ્રય લીધા વિના “અમેરિકા જવું અશક્ય હોવાથી, શ્રીયુત વીરચંદ રાઘવજી ગાંધી બા એ લૉ એ મહાશયને પોતાની પ્રતિકૃતિ, સંક્ષિપ્ત જીવનચરિત્ર અને જૈન સિદ્ધાન્ત વિષયક નિબંધ આપી પોતાના પ્રતિનિધિ તરીકે પસંદ કર્યા. થોડો વખત પાસે રાખી એમના સુવર્ણ જેવા જ્ઞાનને શ્રીવિજયાનન્દસૂરિજીએ સુગન્ધનો યોગ અર્યો. “મુંબઈના જૈન સંઘે શ્રીયુત ગાંધીને અમેરિકા મોકલ્યા. “The World's Parliament of Religions” નામના પુસ્તકના ૨૧ મા પૃષ્ઠમાં એમની પ્રતિકૃતિ આપી નિમ્નલિખિત ઉદ્ગારો મુદ્રિત કરાયા છે : “No man has so peculiarly identified himself with the interests of the Jain community as Muni Ātmāramji. He is one of the noble band sworn from the day of initiation to the end of life to work day and night for the high mission they have undertaken. He is the high priest of the Jain community and is recognised as the highest living authority on Jain religion and literature by oriental scholars”. વિ. સં. ૧૯૫૩ ના જેઠ માસની સુદ બીજે “ગુજરાંવાલો' ગામમાં એઓ આવ્યા. આ સમયે ત્યાંના જૈનોએ એમનું અપૂર્વ સ્વાગત કર્યું. તાવ આવતો હોવા છતાં એમણે ધર્મોપદેશ આપ્યો, પરંતુ આ એમનો અંતિમ ઉપદેશ હતો. હવે ફરીથી “ભારતવર્ષના ભાગ્યમાં આ મહાત્માનો બ્રહ્મનાદ શ્રવણ કરવાનો સુપ્રસંગ મળે તેમ ન હતું. સપ્તમીની રાત્રિએ નિત્યકર્મ સમાપ્ત કરી સૂરિવર્ય નિદ્રાધીન બન્યા. એમ કરતાં બાર વાગ્યાનો સમય થયો. એ વખતે દશે દિશામાં શાંતતા અને નિશ્ચલતાનું સામ્રાજય સ્થપાયેલું હતું. કાયર મૃત્યુમાં એવી તાકાત ન હતી કે આ મહર્ષિના અખંડિત તેની સામે તે ૧. જે સમયે મહારાજશ્રીનો સ્વર્ગવાસ થયો તે વખતે અષ્ટમી હતી, એથી એમની નિર્વાણતિથિ અષ્ટમી ગણાય છે.
SR No.022331
Book TitleNavtattva Sangraha
Original Sutra AuthorN/A
AuthorVijayanandsuri, Sanyamkirtivijay
PublisherSamyagyan Pracharak Samiti
Publication Year2013
Total Pages546
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy