SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ સૂરિજીના વરદ હસ્તે મહુધા મુકામે વિ. સં. ૧૮૮૬ના મહા સુદ ૬ને દિવસે ઉપસ્થાપન (વડી દીક્ષા) થઈ. વડી દીક્ષા થયા બાદ ખંભાત થઈને પાલીતાણું મુકામે પૂ. પ્રાતઃસ્મરણય-પૂજયપાદ-ગુરૂદેવ આગમેદ્વારક-આચાર્યદેવની છત્ર છાયામાં વિ. સ. ૧૯૯૬ની સાલનું ચાતુર્માસ થયું. એ અવસરે મુનિશ્રી હિમાંશુ સાગરજીએ સિદ્ધિ તપ, બાર ઉપવાસ્ત્ર અને છ ઉપવાસ અનુક્રમે કર્યો શ્રી વર્ધમાન તપની પાંચ ઓળી કરીને શરૂઆત કરી. વળી શ્રમણ-યોગ્ય-ક્રિયાકાંડને અનુસરતાં બાકી રહેલ સૂત્રોનો અને સંસ્કૃત ભાષાને અભ્યાસ શરૂ કર્યો, અને વિનય-વૈયાવચમાં પણ યથાશકિત સારી રીતે ઉધમ કરવાનું ચાલુ હતું. • વિ. સં. ૧૮૭૬માં દીક્ષા લીધા પછી વિ. સં ૨૦૦૫ સુધી નવ વર્ષમાં પાલીતાણા, મુંબઈ અમદાવાદ, ખંભાત અમદાવાદ, વેજલપુર, સુરત, શીરપુર, સુરત, આદિ ગામમાં, અને વિદ્વારમાં વિવિધ પ્રકારની તપશ્ચર્યાઓ કરી. એક વખત સોળ ઉપવાસ, એક વખત બાર ઉપવાસ, ચાર વખત અઠ્ઠાઈ એક વખત છ ઉપવાસ કર્યા. વળી એક વખત સિદ્ધિ તપ કર્યો, અને છ કરીને સાત જાત્રા અને પાલીતાણાની નવાણું, તથા એક વખત વર્ષ તપ કર્યો. શ્રી વિશસ્થાનકની એની ઉપવાસથી શરૂ કરી, શ્રી વર્ધમાન તપની ૧૬ એળીઓ કરી, અને ચોવીશ ભગવાનના એકાસણા શરૂ કર્યો, તેમાં અત્યાર સુધી ૧૭ સત્તરમા ભગવાન સુધીના એકાસણુ કર્યા. ચાલુ વર્ષે માસમણ કરીને સંયમ જીવનને વધુ સુખમય બનાવ્યું. અમારા પુણ્યદયે અમારા વડીલ ભાઈશ્રીએ દીક્ષા લેઈને પૂ. ગુરૂવર્યોની સેવા કરીને, સંયમ-જ્ઞાન તપશ્ચર્યામાં આગળ વધીને જીવનને પગભર બનાવ્યું છે, એટલું જ નહિ પણ અમારા કુળને દીપાવ્યું છે. તેઓશ્રી દિનપ્રતિદિન સંયમ-જ્ઞાનાદિકમાં અને પૂ. ગુરૂવર્યોની વિનય-વૈયાવચ્ચ સેવાભકિતમાં ખૂબ ખૂબ ઉધમવન્ત રહો એવી અભિલાષા પૂર્વક વિરમું છું. લિ આપશ્રીના ગુણને અનુરાગી, પ્રેમચંદ ગોપાળદાસ,
SR No.022271
Book TitleAnand Chandra Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorChandrasagar Gani
PublisherSiddhchakra Sahitya Pracharak Samiti
Publication Year
Total Pages196
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy