SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ભાઇને વિ. સં. ૧૮૮૫ માં ધર્મના રસ્તે પ્રયાણ કરવાના પુનિત, સંગેની પ્રાપ્તિ થઈ. પ્રાતઃસ્મરણીયપૂજ્યપાદ-આગમારક-શ્રી આનંદસાગરસૂરીશ્વરજી, ઉપાધ્યાય શ્રી ક્ષમાસાગરજી તથા સાથે તેઓશ્રીના વિદુ-વિનય-શિષ્ય–પૂ. પં. પ્રવર શ્રી ચન્દ્રસાગરજી તથા પૂ. પં. દેવેન્દ્રસાગરજી આદિ ઠાણાએનું વિ. સં. ૧૮૮૫માં ચાતુર્માસ રાજનગર મુકામે થયું, અને પં–દેવેન્દ્રસાગરજી આદિ મુનિ પરિવાર શાહપુર મુકામે રહ્યા. તે અરસામાં ચાર માસ વ્યાખ્યાન શ્રવણ, અક્ષય નિધિ, શ્રીનવપદની આરાધના, વિગેરેમાં છનાલાલનું ધર્મ માર્ગે પ્રયાણ થયું. પ્રજિત થયા– વિ. સં. ૧૮૮૫માં અમદાવાદ મુકામે પૂ. આગામે દ્ધારક શ્રી આનન્દસાગર-સૂરિશ્વરનું ચાતુર્માસ થવાથી ઝાંપડાની પોળના ઉપાશ્રયે તેઓશ્રીના વિદ્વાન શિષ્ય પૂ. પં. પ્ર. શ્રી ચંદ્રસાગરજીનું, અને શાહપુરના ઉપાશ્રયે પૂ. પં. પ્ર. શ્રી ચન્દ્રસાગરજીના શિષ્ય મુનિ શ્રી દેવેદ્રસાગરજી; મુનિશ્રી હીર સાગરજી, અને મુનિ શ્રી સુબોધસાગરજીનું તથા મુનિશ્રી વિક્રમસાગરજનું ચાતુર્માસ હતું. ચાર માસમાં છનાલાલે વારંવાર ધર્મ દેશના શ્રવણ કરવાથી, અને ધર્માનુષ્ઠાનેની સુંદર રીતિએ આરાધના કરવાથી, વૈરાગ્ય ભાવના દિન પ્રતિદિન વધવા લાગી; અને તેજ અરસામાં અઢાર વર્ષની ઉંમરના શંકરલાલને પણ વ્યાખ્યાન વાણી આદિથી દીક્ષા લેવાની ભાવના જાગ્રત થઈ. શાહપુર નિવાસિ સુ. શ્રા ખોડીદાસ લલભાઈ તથા સ, શ્રા, ઉમેદચન્દ્ર ભરાભાઈની પ્રેરણાથી અને સુ. શ્રા, ગીરધરલાલ છોટાલાલના શુભ પ્રયત્નથી સાબરમતિ મુકામે કારતક વદી ૫ ના દિવસે ભાગવતી દીક્ષા થઈ. આ બન્ને ભાવુકોની દીક્ષા પૂ. પં. પ્રવર શ્રી ચન્દ્રસાગરજીના વરદ હસ્તે થઈ, અને અનુક્રમે મુનિ શ્રી હિમાંશસાગરજી તથા મુનિ શ્રી દોલતસાગરજી નામથી જાહેર થયા; અર્થાતું તે બન્ને દીક્ષિત અનુક્રમે પં. હીરસાગરજીનો અને પં. દેવેન્દ્રસાગરજીના શિષ્ય તરીકે પ્રસિદ્ધિ પામ્યા. આ બન્ને ભાવકોને દીક્ષા લેવા અગાઉ કટુંબીઓની સંમતિ મેળવવા ખૂબ ખૂબ પ્રયત્ન કરે પડ્યો હતો. સાધારણ રીતે સંમતિ આપવામાં સંસાર રસિકને વાસ્તવિક વૈરાગ્ય હતા જ નથી, અને તેથી ભાવુકોને સંમતિ મેળવવામાં મહેણી મુશ્કેલી પડે છે; એ જેના કુટુંબમાં ધાર્મિક સંસ્કારની ગેરહાજરી સૂચવે છે. અને આથી ભાવુક માટે સંસાર સમુદ્રમાંથી બહાર નીકળવા માટે કઠીનમાં કઠીન માર્ગ સંમતિ પ્રાપ્તિનો છે. જેના પ્રતાપે સંયમની સૌરભનું આસ્વાદન કરવા સંયમના અર્થિઓ બનશીબ નીવડે છે. સંસારીપણાને તિલાંજલી આપીને સંયમી થનારાઓની તે કાળની જીવન ચર્યા શ્રવણ કરીએ છીએ, ત્યારે ઉરના અભિનંદને વિના સંકોચે ઉભરાઈ જાય છે. દીક્ષા લેવાની પૂર્વ અને દીક્ષા લીધા પછી સંસારના રસિક–સગાં-વહાલાંઓ કેવી કનડગત કરે છે, ઘેર લઈ જવાની કેવી લાલચ આપે છે, કેવા કાવાદાવા રમે છે; એ બીનાઓ અથથી ઇતિ સુધી શ્રવણ કરવામાં આવે તો પત્થર જેવાં હૃદય પણ પાણી થઈ જાય એવી તે હૃદય કંપાવનારી વાત છે. આ બધી મુઝવણમાંથી સહિસલામત પસાર થઈને ભાઈશ્રી છનાલાલ તથા ભાઈશ્રી શંકરલાલએ બને સંસારને પાર પામવા માટે પ્રવજિત થયા, અને મુનિશ્રી હિમાંશુસાગરજી અને મુનિશ્રી દોલતસાગરજીના નામથી સંયમ માર્ગે આગળ વધ્યા. મુનિશ્રી હિમાંશુસાગરજીને અને મુનિશ્રી દલતસાગરજીને શ્રાવકપણાને યોગ્ય ક્રિયાકાંડને પણ અભ્યાસ ન હતું. તેથી પ્રથમથી શ્રીપંચ પ્રતિક્રમણ સૂત્રાદિ શ્રમણ-ધર્મ-યેગ્ય સૂત્રાદિ, અને તે તે સૂત્રોની પરિસમાપ્તિ સાથે.ઉપસ્થાપનાના ગોદ્વહનની ક્રિયા કરીને તે બન્ને દીક્ષિતેની પ્રાતઃસ્મરણીય- પૂજ્ય–શ્રીવિજયકુમુદ
SR No.022271
Book TitleAnand Chandra Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorChandrasagar Gani
PublisherSiddhchakra Sahitya Pracharak Samiti
Publication Year
Total Pages196
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy