SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૪). દાર્શનિક પાસું યુકિતયુક્ત છે, તેથી તેનું ખંડન કઈ પણ કરી શકે તેમ નથી. તેના વિષે કોઈ જ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. પરંતુ જ્યાં ભૂગોળ, ખગોળ અને ખાદ્ય-અખાદ્ય પદાર્થોને પ્રશ્ન આવે છે ત્યાં અનેક પ્રકારના પ્રશ્નો ઉપસ્થિત થાય છે કારણ કે આ બાબતમાં જૈન દર્શન ઉપર સમયે સમયે અનેક પ્રકારના દબાણ આવ્યા છે.” ૧ અને તેથી જ આજના સંદર્ભમાં આ પ્રશ્નોની યથાયોગ્ય ચર્ચા કરવી આવશ્યક જણાય છે. - વર્તમાન દશ્યમાન પૃથ્વી શું ખરેખર દડા જેવી ગેળ છે? અને તે ફરે છે ખરી? જૈન ભૂગોળ સામે આ બે પ્રશ્નો ખરેખર મહત્વના કે જેન સિદ્ધાંત પ્રમાણે પૃથ્વી સ્થિર છે અને સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા વિગેરે અવકાશમાં મેરુ પર્વતની આસપાસ, સમભૂલા પૃથ્વીથી લગભગ ૭૯૦ એજન થી ૯૦૦ જનની ઊંચાઈના પટ્ટામાં ફર્યા કરે છે. સૂર્ય અને ચંદ્રની ગતિ તથા સ્થાનાંતર વિગેરેની ખૂબ ઝીણવટભરી ગણતરી જૈન ગ્રંથોમાં બતાવેલી છે અને આ ગ્રંથમાં ભૂગોળ-ખગળના પદાર્થોનું વાસ્તવિક સ્વરૂપ દર્શાવતા ચિત્રો બનાવવાની પરંપરા જૈન હસ્તલિખિત પ્રતમાં ઓછામાં ઓછી ૧૦૦૦ વર્ષ જૂની છે અને હજુ પણ તે પરંપરા ચાલુ છે. ૨ - જ્યારે પશ્ચિમમાં વિજ્ઞાનને જરાય વિકાસ થયો નહોતો અને તેઓને ખગોળ વિશેનું જરાય જ્ઞાન પણ નહોતું તે સમયે ભારતીય સંસ્કૃતિમાં અને ખાસ કરીને જૈન દાર્શનિક પરંપરામાં, આચાર્યોએ ખગોળ અને ભૂગોળ વિશેની વિસ્તૃત તથા ઝીણવટભરી માહિતી આપી હતી અને તે જ માહિતી પછીના જૈનાચાર્યોએ પ્રકરણગ્રંથો તથા અન્ય ટીકાથામાં સંગૃહીત કરેલી છે. આમ છતાં તેઓએ-જબૂદ્વીપના શાશ્વતા પદાર્થોના વર્ણનની સાથે સાથે, તત્કાલીન (તે સમયની) પૃથ્વી અને તેના આકાર વિગેરેનું જરા પણ વર્ણન આપ્યું નથી. આથી તે સમયે બહુજન સમાજમાં પૃથ્વીના આકાર વિશે શા અભિપ્રાય અથવા માન્યતાઓ હતી તે અંગે કોઈ જ સ્પષ્ટતા જણાતી નથી. બીજી તરફ વર્તમાનમાં ભૂગોળ-ખગોળને એટલે બધો વિકાસ થયેલ છે કે તેને સૂર્યમાળામાં પ્રથ્વીનું સ્થાન અને આકાર વિવિધ ઉપકરણોની મદદથી નકકી કરી આપેલ છે. એક તરફ પ્રાચીન જેન આચાર્યોનું જેમ આ અંગે સંપૂર્ણ મૌન છે, બીજી તરફ વર્તમાન જૈન વિદ્વાન કે જેન આચાર્યો પણ (આ અંગે)-પૃથ્વીના ચોકકસ આકાર તેમજ સ્થાન પરત્વે કોઈપણ જાતની સચોટ માહિતી આપી શકે તેમ નથી. કારણ કે વર્તમાનમાં ઉપલબ્ધ જેટલું પણ જૈન સાહિત્ય છે તેમાં આ અંગે જરા સરખો પણ નિદેશ પ્રાપ્ત થતો નથી તેમજ તે ગ્રંથોમાં જણાવ્યા પ્રમાણે ભરત ક્ષેત્ર સાધિક ૧૪૪૭૧ જન લાંબું અને પર૬ જન ૬ કળા પહોળું છે. વર્તમાન ભારત દેશને ભરતદ્દોત્ર કહી શકાય તેમ નથી કારણ કે જૈનગ્રંથમાં આવતા ભરતક્ષેત્રના વર્ણનની સાથે-આજની પરિસ્થિતિને જરા પણ મેળ નથી. આથી જ આજના જૈન વિદ્વાનો અને આચાર્યો વર્તમાન પ્રથ્વીને ભરતકોત્રના દક્ષિણભાગના મધ્ય ખંડને એક ભાગ માને છે. - ૨. તાઈવર – મર્ફ - ૬૧૮૭, પૃ. ૯. 2. Jain cosmology has inspired many descriptions of this kind. There is also a tradition of manuscript illustration more than 1000 years old, which despite its age remains amazingly fresh. ( The Jain Cosmology Coverpage-2.
SR No.022269
Book TitleJambudwip Laghu Sangrahani
Original Sutra AuthorN/A
AuthorVijayodaysuri
PublisherJain Granth Prakashan Samiti
Publication Year1988
Total Pages154
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy