SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૩) આ છ ખંડમાંથી – દક્ષિણા ભરતના મધ્ય ખંડમાં વૈતાઢય પર્વતથી ૧૧૩ જન અને ૩ કલા દૂર દક્ષિણ દિશામાં અયોધ્યા નગરી આવેલી છે. ગંગા નદીના મુખત્રિકોણ (Delta) પ્રદેશ પાસે માગધ નામનું તીર્થ આવેલું છે. તે રીતે સિંધુ નદીના મુખત્રિકોણ પાસે પ્રભાસ નામનું તીર્થ આવેલું છે અને બંનેની વચ્ચે વરદામ તીર્થ આવેલ છે. મેરૂ પર્વતની છેક ઉત્તરે, ભરત ફત્રના જેવા જ સ્વરૂપવાળું ઐરાવતોત્ર આવેલ છે. તેમાં ગગ અને સિધુ નદીના સ્થાને રકતા અને રકતવતી નામની બે મુખ્ય નદીઓ આવેલી છે. આ છે જબૂદ્વીપનું અતિસંક્ષિપ્ત વર્ણન. આ વર્ણન વાંચ્યા પછી, આજના પ્રત્યેક મનુષ્યને આ વર્ણન ગળે ન ઊતરે તે સ્વાભાવિક છે. કારણ કે આજે મનુષ્ય પાસે થોકબંધ વૈજ્ઞાનિક ઉપકરણે છે તેનાથી તે ધારે તે કરી શકે તેમ હોવાનું તે માને છે. આધુનિક વિજ્ઞાન પાસે આજે મોટાં દૂરબીન અને વેધશાળાઓ છે અને ઘણું કિલોમીટરનો વિસ્તાર ધરાવતાં રેડિયો ટેલિસ્કોપ પણ છે. આ રેડિયે ટેલિસ્કેપ વડે તે, બ્રહ્માંડના કોઈપણ ખૂણામાં શું ચાલી રહ્યું છે તે જાણી શકે છે, જોઈ શકે છે તથા ચંદ્ર, મંગળ, ગુરૂ, શનિ વિગેરે ગ્રહોની મુલાકાત પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે લે છે અને ટેલિવીઝન ઉપર તેના અદભત દ પણ બતાવે છે. તકલીફ તે એ છે કે આ ઉપકરણોથી આકાશનું નિરીક્ષણ કરવામાં આવે છે પરંતુ જબૂદ્વીપના અન્ય વિભાગનું સંશોધન થતું નથી અથવા તો તે કરવામાં એવું પ્રબળ વિઘ્ન આવે છે કે તેમ કરતાં, ઉપકરણોનું પિતાનું કાર્ય જ સ્થગિત થઈ જાય છે. જો કે આ બધી બાબતે ખગોળશાસ્ત્રને લગતી છે. પૃથ્વી માટે તે, વૈજ્ઞાનિકો-વર્તમાન–જગત જે આપણે જોઈ શકીએ છીએ, જાણી શકીએ છીએ તેમજ વિમાન વિગેરે સાધન વડે મુલાકાત લઈ શકીએ છીએ તેટલાને જ સ્વીકાર કરે છે અને પૃથ્વીને ગોળ દડા જેવી બતાવે છે છતાં આ સિવાય બીજા સ્થાનમાં (ગ્રહોમાં) પણ સજીવ સૃષ્ટિ હોવાની તથા અહીંના મનુષ્યો કરતાં પણ વધુ બુદ્ધિશાળી મનુષ્યો હોવાની શકયતાને નકારતા નથી. તેઓના મંતવ્યો પ્રમાણે આપણી ગ્રહમાળામાં જે સૂર્ય છે તેવા બીજા ઘણા છે. દરેકને પોતાની ગ્રહમાળા હેવી જોઈએ અને તેમાંના પૃથ્વી જેવા કેઈક ગ્રહો ઉપર મનુષ્યની વસતિ હોવી જોઈએ. અનેકાનેક સૂર્ય અને તે દરેકની સ્વતંત્ર ગ્રહમાળાને સ્વીકાર તે જૈન દશ ન પણ કરે છે. જૈન દાર્શનિક માન્યતા પ્રમાણે પ્રત્યેક સૂર્ય-ચંદ્ર દીઠ ૮૮-૮૮ ગ્રહો અને ૬૬૯૭૫ કેડાછેડી તારાઓ હોય છે.. પરંતુ અત્યાર સુધીના સંશોધનોએ આ વાતમાં કઈ પુરાવો રજૂ કર્યો નથી અને જે સંશોધન થાય છે તે માત્ર સૈદ્ધાતિક (Theoretical) હોય છે અને પૂર્વના કેઈ કઈ અનુમાને પર આધારિત હોય છે માટે જેનધર્મગ્રંથોમાં આવતા વર્ણનો આધાર લઈ કેઈક પ્રાગિક સંશોધન કરવું જરૂરી જણાય છે. આ સંજોગોમાં–જેન ભૂગોળનું પ્રકાશન કરવું એ ખરેખર આશ્ચર્યજનક બાબત છે, પરંતુ પ્રાચીન સાહિત્યનું મહત્વ સમજનાર માટે તેમાં કાંઈ જ આશ્ચર્ય નથી. જૈન દર્શન અતિપ્રાચીન છે તેમ હવે લગભગ સૌ કોઈ સ્વીકારે છે. જેના દર્શનના પ્રાચીનગ્રંથમાં આવતા સિદ્ધાંતે ખૂબ જ પદ્ધતિસરના, વ્યવસ્થિત અને યુકિતસંગત છે તેમ ઘણાં લોકો માને છે. તે વિષે “તાર ના સંપાદક શ્રી નેમિચંદજી જૈન લખે છે કે “જેન ધર્મનું
SR No.022269
Book TitleJambudwip Laghu Sangrahani
Original Sutra AuthorN/A
AuthorVijayodaysuri
PublisherJain Granth Prakashan Samiti
Publication Year1988
Total Pages154
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy