SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ योगसारः ४/१२ स्त्यासक्ताः स्त्रीभ्यः सर्वं समर्पयन्ति ३४३ इच्छाः पूरयन्ति । ते तस्या इच्छाया पूरणार्थमशक्यमपि समाचरन्ति, अकार्यमपि कुर्वन्ति । ते स्वीयं गृहं तस्यै समर्पयन्ति । ते तां गृहस्वामिनी कुर्वन्ति । ते गृहचिन्तामपि तस्यै ददति । ते स्वगृहस्य सकलां वार्ता तस्यै कथयन्ति । ते स्वीयं राज्यमपि तस्यै प्रयच्छन्ति । ते स्वीयां राज्यसम्पत्तिमपि तस्यै अर्पयन्ति । किं बहुना? ते सर्वस्वमपि तस्यै ददति । यत्र रागो भवति तत्र न किञ्चिदप्यदेयमस्ति । स्त्रियां लुब्धो नरो यद्यद्वस्तु साऽऽकाङ्क्षति तत्तत्सर्वप्रयत्नेन सम्पादयति । इत्थं स सर्वमपि तस्यै समर्प्य तस्या दासो भवति । दासः स्वस्वामिनो रञ्जनार्थं सर्वमपि तस्येप्सितं पूरयितुं प्रयतते । स तस्याऽऽक्रोशमपि सहते । स तत्कृतप्रहारानपि सहते । स्त्रीलुब्धो नरोऽपि तस्या ईप्सितं पूरयति । स तस्या आक्रोशमपि सहते । स तया कृतान्प्रहारानपि सहते । यः सकलमपि विश्वं दासीकरोति सोऽपि नार्या अग्रे दासवच्चेष्टते । इदं सर्वं मोहस्यैव माहात्म्यम् । जगज्जेतारोऽपि नार्या जीयन्ते । वेश्यायामासक्तः सिंहगुहावासिमुनिः संयमं विराधितवान् । स तस्या दासोऽभवत् । ततस्तत्प्रार्थितां रत्नकम्बलमानेतुं स मेघे वर्षति नेपालविषयं प्राप्य तामानीतवान् । તેણીની ઇચ્છાને પૂરવા માટે અશક્ય પણ કરે છે, અકાર્ય પણ કરે છે. તેઓ પોતાનું ઘર તેણીને સોંપી દે છે. તેઓ તેણીને ઘરની શેઠાણી બનાવે છે. તેઓ ઘરની ચિંતા પણ તેણીને સોંપી દે છે. તેઓ પોતાના ઘરની બધી વાતો તેણીને કહે છે. તેઓ પોતાનું રાજ્ય પણ તેણીને આપે છે. તેઓ પોતાની રાજ્યસંપત્તિ પણ તેણીને આપી દે છે. વધુ તો શું કહેવું? તેઓ તેણીને બધું આપે છે. જ્યાં રાગ હોય છે, ત્યાં કંઈ પણ ન આપવા યોગ્ય હોતું નથી. સ્ત્રીમાં લોભાયેલો માણસ તેણી જે જે વસ્તુને ઇચ્છે છે, તે તે વસ્તુ બધી મહેનત કરીને લાવી આપે છે. આમ તે બધું યતેણીને સોંપીને તેણીનો દાસ બની જાય છે. દાસ પોતાના માલિકને ખુશ કરવા તેનું મનવાંછિત બધું પૂરું કરવા પ્રયત્ન કરે છે. તે તેના ગુસ્સાને પણ સહન કરે છે. તે તેના પ્રહારોને પણ સહન કરે છે. સ્ત્રીમાં લોભાયેલ માણસ પણ તેણીનું મનવાંછિત પૂરે છે. તે તેણીનો ગુસ્સો પણ સહે છે. તે તેણીએ કરેલા પ્રહારોને પણ સહે છે. જે આખા વિશ્વને દાસ બનાવે છે, તે પણ સ્ત્રીનો દાસ બની જાય છે. આ બધું મોહનું માહાભ્ય છે. જગતને જીતનારા પણ સ્ત્રીથી જિતાય છે. વેશ્યામાં આસક્ત સિંહગુફાવાસીમુનિએ સંયમની વિરાધના કરી. તે તેણીના દાસ બન્યા. તેથી તેણીએ માંગેલી રત્નકંબળ લાવવા વરસતાં વરસાદમાં તે નેપાળ દેશમાં જઈ તેને લઈ આવ્યા.
SR No.022256
Book TitleYogsar Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages430
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy