SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ नारी मोहराजस्याऽमोघं शस्त्रम् योगसार : ४/११ ३४० स्वीकुर्वन्ति । ते स्वहितमेवाऽऽचरन्ति । तेऽहितं सर्वथा परिहरन्ति । सकामनारीकटाक्षैः प्रहतास्तेऽपि निर्विवेकिनो भवन्ति । नारीं दृष्ट्वा तेषां विवेको नश्यति । तेऽतत्त्वमपि स्वीकुर्वन्ति । तेऽहितमपि समाचरन्ति । इत्थं नरास्तावत्कालमेव धैर्यवन्तो भवन्ति, तावत्कालमेव महान्तो भवन्ति, तावत्कालमेव च विवेकिनो भवन्ति यावत्कालं ते स्त्रीभिर्नेक्षिता: । स्त्रीदृष्टिसम्पाते तु तेषां धैर्यं महत्त्वं विवेकश्चापगच्छति । ततस्ते ताः स्त्रिय एव सर्वस्वं मत्वा तत्प्राप्त्यर्थं यतन्ते ताश्च प्राप्य सदा तद्भोगे रता भवन्ति । नारी मोहराजस्याऽमोघं शस्त्रम् । धैर्यवत्सु महत्सु विवेकिषु च यदा तस्येतराणि निद्रा - विकथा - प्रमाद - विषय - कषायादिरूपाणि शस्त्राणि न प्रभवन्ति तदा स स्त्रीशस्त्रं प्रयुनक्ति । तेन प्रहतास्ते साधनां विमुच्य मोहराजस्य किङ्करा भवन्ति। रथनेमिमुनी राजीमतीं दृष्ट्वा भग्नपरिणामः सन् भोगाभिलाषी सञ्जातः । मदनरेखायामासक्तेन मणिरथेन युगबाहुभ्राता निहतः । नन्दिषेणाषाढाभूत्यरणिकाऽऽर्द्रकुमारादयः स्त्रीभिर्मोहिताः सन्तो व्रतं त्यक्तवन्तः । वीरकपल्यां वनमालायां लुब्धेन છે. તેઓ તત્ત્વને જ સ્વીકારે છે. તેઓ પોતાના હિતને જ આચરે છે. તેઓ અહિતને બધી રીતે ત્યજે છે. કામ સહિતના સ્ત્રીઓના કટાક્ષોથી હણાયેલા તેઓ પણ વિવેક વિનાના બની જાય છે. સ્ત્રીને જોઈને તેમનો વિવેક ભાગી જાય છે. તેઓ અતત્ત્વને પણ સ્વીકારે છે. તેઓ અહિતને પણ આચરે છે. આમ મનુષ્યો તેટલો સમય જ ધૈર્યવાળા હોય છે, તેટલો સમય જ મહાન હોય છે અને તેટલો સમય જ વિવેકવાળા હોય છે કે જેટલા સમય સુધી સ્ત્રીઓ તેમને જોતી નથી. સ્ત્રીની દૃષ્ટિ પડવા પર તો તેમના ધૈર્ય, મહત્ત્વ અને વિવેક ચાલ્યા જાય છે. તેથી તેઓ તે સ્ત્રીઓને જ સર્વસ્વ માનીને તેમને મેળવવા યત્ન કરે છે અને તેમને મેળવીને હંમેશા તેમના ભોગમાં રક્ત બને છે. સ્ત્રી એ મોહરાજાનું અમોઘ શસ્ત્ર છે. ધૈર્યવાળા, મહાન અને વિવેકીઓને વિષે જ્યારે તેના નિદ્રા, વિકથા, પ્રમાદ, વિષય, કષાયરૂપી બીજા શસ્ત્રોની અસર થતી નથી, ત્યારે તે સ્રીરૂપી શસ્ત્રનો પ્રયોગ કરે છે. તેનાથી હણાયેલા તેઓ સાધનાને છોડીને મોહરાજાના સેવક બની જાય છે. રથનેમિ મુનિ રાજીમતીને જોઈને પરિણામ ભાંગી જવાથી ભોગના અભિલાષી થયા. મદનરેખામાં આસક્ત થયેલ મણિરથે યુગબાહુ ભાઈને મારી નાંખ્યો. નંદિષણ, અષાઢાભૂતિ, અરણિકમુનિ, આર્દ્રકુમાર વગેરેએ સ્ત્રીઓથી મોહ પામીને સંયમ છોડ્યું. વીરકની પત્ની વનમાળામાં લોભાયેલા રાજાએ પોતાની
SR No.022256
Book TitleYogsar Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages430
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy