SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ सत्त्वे चित्तं स्थिरीकर्त्तव्यम् योगसार: ४/१ ३०४ सत्त्वं, सत्त्वं स्वर्गापवर्गदम् ॥९९॥ निरालम्बे निराकारे, सदानन्दास्पदे शुभे । सतां ध्यानमये सौधे, सत्त्वं स्तम्भो दृढो मतः ॥ १००॥' चित्तं सत्त्वे स्थिरीकर्त्तव्यम् । सत्त्वभावेन चित्तं भावनीयम् । यस्य चित्तं सत्त्वेन भावितं न भवति स परीषहोपसर्गोपनिपाते साधनां मुञ्चति । तस्य चित्तं साधनायै नोत्सहते । तत् कदाचिदुत्सहेत तर्ह्यपि प्रतिकूलतां प्राप्य निरुत्साहं भवेत् । निःसत्त्वो जनः कार्यकरणात्पूर्वमेव कार्यसमाप्तिं शङ्कते । तत: स कार्यं नैवाऽऽरभते । कदाचिदारब्धमपि सोऽर्धकृतमेव तन्मुञ्चति । सात्त्विकस्य किञ्चिदप्यशक्यं नास्ति । स कार्यारम्भात्पूर्वमेव कार्यसमाप्तिं निश्चिनोति । ततः स सोत्साहं कार्ये प्रवर्त्तते । स कार्यसमाप्त्यनन्तरमेव विश्राम्यति । इत्थं सात्त्विकस्यैव कार्यसिद्धिर्भवति । ततश्चित्तं सत्त्वे स्थिरीकर्त्तव्यम् । धर्माराधकेन तु विशेषेण चित्तं सत्त्वेन वासनीयम्, यतः सात्त्विकस्यैव धर्माधिकारोऽस्ति । सात्त्विके एव धर्माराधनाया योग्यता विद्यते । यादृशं मोक्षस्य स्वरूपं तीर्थङ्करैः प्रतिपादितं तादृशमन्यदर्शनेषु न दर्शितम् । अतस्तीर्थकृद्दर्शितो मोक्षः श्रेष्ठं पदम् । तादृशमोक्षप्रापको जिनभाषितो धर्मोऽपि श्रेष्ठो धर्मः । तस्याऽऽराधना છે. (૯૯) આલંબન વિનાના, આકાર વિનાના, હંમેશા આનંદના સ્થાનરૂપ, શુભ એવા સજ્જનોના ધ્યાનરૂપી મહેલમાં સત્ત્વ એટલે દઢ થાંભલો મનાયો છે. (૧૦)' ચિત્તને સત્ત્વમાં સ્થિર કરવું. સત્ત્વભાવથી ચિત્તને ભાવિત કરવું. જેનું ચિત્ત સત્ત્વથી ભાવિત ન હોય તે પરીષહો-ઉપસર્ગો આવી પડે ત્યારે સાધનાને છોડી દે છે. તેનું ચિત્ત સાધના માટે ઉત્સાહિત થતું નથી. કદાચ તે ઉત્સાહિત થાય તો પણ પ્રતિકૂળતા આવે એટલે તેનો ઉત્સાહ મરી પરવારે છે. નિઃસત્ત્વ માણસ કાર્ય શરૂ કર્યા પહેલાં જ ‘કાર્ય પૂરું થશે કે નહીં ?' એવી શંકા કરે છે. તેથી તે કાર્યને શરૂ જ કરતો નથી. કદાચ શરૂ કરે તો પણ અડધું કરીને તે તેને છોડી દે છે. સાત્ત્વિક માટે કંઈ પણ અશક્ય નથી. તે કાર્ય શરૂ કરતાં પહેલાં જ કાર્યને પૂરું કરવાનો નિશ્ચય કરે છે. તેથી તે ઉત્સાહપૂર્વક કાર્યમાં પ્રવર્તે છે. તે કાર્ય પૂરું કરીને જ જંપે છે. આમ સાત્ત્વિક માણસનું જ કાર્ય પૂર્ણ થાય છે. માટે ચિત્તને સત્ત્વમાં સ્થિર કરવું. ધર્મની આરાધના કરનારાએ તો વિશેષ કરીને ચિત્તને સત્ત્વથી વાસિત કરવું જોઈએ, કેમકે સાત્ત્વિકને જ ધર્મનો અધિકાર છે. સાત્ત્વિકમાં જ ધર્મની આરાધના કરવાની યોગ્યતા છે. તીર્થંકરોએ મોક્ષનું જેવું સ્વરૂપ બતાવ્યું છે, તેવું બીજા દર્શનોમાં દેખાડ્યું નથી. માટે તીર્થંકર ભગવાને બતાવેલ મોક્ષ એ શ્રેષ્ઠ સ્થાન છે. તેવા મોક્ષને આપનારો ભગવાને કહેલો ધર્મ પણ શ્રેષ્ઠ ધર્મ છે. તેની આરાધના ગમે તે રીતે થતી નથી. અલ્પસત્ત્વવાળા
SR No.022256
Book TitleYogsar Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages430
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy