SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ योगसार: ४/१ सत्त्वमुपादेयम् लाघवप्रसवानभिष्वङ्गाद्वेषादयः कार्यं सत्त्वस्य लिङ्गम् । तापशोषभेदचलचित्ततास्तम्भोद्वेगाः कार्यं रजसो लिङ्गम् । दैन्यमोहमरणसादनबीभत्साज्ञानागौरवादीनि कार्यं तमसो लिङ्गम् । एभिः कार्यैः सत्त्वादीनि ज्ञायन्ते । तथाहि - लोके यः कश्चित्सुखमुपलभते स आर्जवमार्दवसत्यशौचह्नीबुद्धिक्षमानुकम्पाप्रसादादिस्थानं भवति, तत्सत्त्वम् । यः कश्चिद्दुःखमुपलभते, स तदा द्वेषद्रोहमत्सरनिन्दावञ्चनबन्धनतापादिस्थानं भवति तद्रजः । यः कश्चित् कदापि मोहं लभते, सोऽज्ञानमदालस्यभयदैन्याकर्मण्यतानास्तिकताविषादोन्मादस्वप्नादि स्थानं भवति, तत्तम इति । ' ३०३ रजस्तमोभावावशुभौ । अतस्तौ परिहार्यौ । सत्त्वभावः शुभः । ततः स उपादेयः उक्तञ्च योगप्रदीपे - 'सत्त्वं रजस्तमश्चेति, शरीरान्तर्गुणत्रयम् । रजस्तमश्च सन्त्यज्य, सत्त्वमेकं समाश्रयेत् ॥९८॥ सत्त्वं सर्वगुणाधारं, सत्त्वं धर्मधुरन्धरम् । संसारनाशनं સત્ત્વગુણના લિંગો છે. સંતાપ, શરીર સુકાઈ જવું, કૂટનીતિ, ચિત્તની ચંચળતા, અક્કડપણું, કંટાળો વગેરે કાર્યો રજસ્ ગુણના લિંગો છે. દીનતા, મૂઢતા, મરણ, બીજાને દુઃખ પહોંચાડવું, ડરવાપણું, અજ્ઞાન, સ્વાભિમાનશૂન્યપણું વગેરે કાર્યો તમસ્ ગુણના લિંગો છે. આ કાર્યો વડે સત્ત્વાદિ ગુણો જણાય છે. તે આ પ્રમાણે - લોકમાં જે કોઈ વ્યક્તિ સુખને પ્રાપ્ત કરે છે તે સરળતા, નિરભિમાનતા, સત્ય, મન-વચન-કાયાની પવિત્રતા, લજ્જા, ક્ષમા, અનુકંપા, પ્રસન્નતાદિનું સ્થાન થાય છે. તે સત્ત્વપ્રધાન પુરુષ છે. જે કોઈ વ્યક્તિ દુઃખને પ્રાપ્ત કરે છે તે દ્વેષ, દ્રોહ, ઇર્ષ્યા, નિંદા, ઠગવું, બંધન, તાપ વગેરેનું સ્થાન થાય છે. તે રજપ્રધાન પુરુષ છે. જે કોઈ વ્યક્તિ ક્યારેય પણ મોહ પામે છે તે અજ્ઞાન, મદ, આળસ, ભય, દૈન્ય, નાસ્તિકતા, વિષાદ, ઉન્માદ, ભયંકર સ્વપ્ર આવવા વગેરેનું સ્થાન થાય છે. તે તમપ્રધાન પુરુષ છે.’ રજસ્ અને તમસ્ ભાવો અશુભ છે માટે તે છોડવા. સત્ત્વભાવ શુભ છે, માટે તેને ગ્રહણ કરવો. યોગપ્રદીપમાં કહ્યું છે - ‘સત્ત્વ, રજસ્ અને તમસ્ - શરીરની અંદર આ ત્રણ ગુણો રહેલા છે. રજસ્ અને તમસ્ત્નો ત્યાગ કરીને એકમાત્ર સત્ત્વનો આશ્રય કરવો. (૯૮) સત્ત્વ બધા ગુણોનો આધાર છે, સત્ત્વ ધર્મની ધુરાને ધારણ કરનાર છે, સત્ત્વ સંસારનો નાશ કરનાર છે, સત્ત્વ દેવલોક અને મોક્ષ આપે
SR No.022256
Book TitleYogsar Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages430
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy