SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ योगसार: ५/४३ मधुबिन्दुदृष्टान्तः ५८३ भवन्ति । तद्वस्तुतो न सुखं, परन्तु सुखाभास एव । साऽप्यनेकदुःखैर्मिश्रितः । संसारे विद्यमानो दुःखमिश्रितः सुखाभासः शास्त्रेषु मधुबिन्दुदृष्टान्तेन वर्णितः । तद्यथाकस्यचिन्नरस्य पृष्ठे द्विरदो धावितः । ततो द्विरदभयाद्धावन्स कञ्चिद्वृक्षमारोहत् । द्विरदस्तं वृक्षमधूनोत् । ततः पतन् स नर एकां वृक्षशाखामवलम्बितवान् । हस्ती नरमधः पातयितुमभीक्ष्णं वृक्षमधुनोत् । ततो वृक्षशाखास्थमधुमक्षिकागृहान्मधुमक्षिका उदडयन् । तास्तं नरं सर्वाङ्गेष्वदशन् । नरेणावलम्बितां शाखां सितेतरौ द्वौ मूषकावकृन्तताम् । नरस्याधः कूपे चत्वारः सर्पा मुखं विदार्य स्थिताः । इत्थं स नरः सर्वतो भृशं दुःखं सोढवान् । वृक्षकम्पनेन मक्षिकागृहान्मध्वस्रवत् । तदधःस्थस्य नरस्य ललाटेऽपतत् । ततः सृत्वा तन्नरस्य मुखेऽविशत् । तेन स नरः सुखमन्वभवत् । ततः स स्ववेदना व्यस्मरत् । स्वविमानेनाऽन्यस्थानं गच्छन्कोऽपि विद्याधरस्तत्रागतः । तस्य नरस्य शोच्यां दशां दृष्ट्वा तस्य हृदयं करुणया प्लावितम् । तेन तस्मै नराय कथितं - ' त्वं मम यानमारोह । જ છે. આમ ભ્રમને લીધે જીવો સંસારમાં અલ્પ સુખને અનુભવે છે. તે હકીકતમાં સુખ નથી, પણ સુખનો આભાસ જ છે. તે પણ અનેક દુઃખોથી મિશ્રિત છે. સંસારમાં રહેલા દુ:ખમિશ્રિત સુખના આભાસને શાસ્ત્રોમાં મધુબિંદુના દૃષ્ટાંતથી વર્ણવ્યું છે. તે આ પ્રમાણે - કોઈક માણસની પાછળ હાથી દોડ્યો. તેથી હાથીના ભયથી દોડતો તે કોઈક ઝાડ ઉપર ચડ્યો. હાથીએ તે ઝાડને હલાવ્યું. તેથી તે માણસે પડતાં પડતાં એક ડાળીને પકડી. માણસને નીચે પાડવા હાથીએ વારંવાર ઝાડને હલાવ્યું. તેથી ઝાડની ડાળી ઉપર રહેલ મધપૂડામાંથી મધમાખીઓ ઊડી. તે માખીઓ તે માણસને આખા શરીરે ડંખી. તે માણસે પકડેલી ડાળીને સફેદ અને કાળો એમ બે ઉંદર કાપતાં હતા. માણસની નીચે કૂવામાં ચાર સાપો મોઢું ફાડીને ઊભા હતા. આમ તે માણસ બધી બાજુથી ખૂબ દુઃખને સહન કરતો હતો. ઝાડ હલવાથી મધમાખીના પુડામાંથી મધ ઝર્યું. તે નીચે લટકતા માણસના કપાળ ઉપર પડ્યું. ત્યાંથી સરકીને તે માણસના મોઢામાં ગયું. તેનાથી તે માણસને સુખનો અનુભવ થયો. તેથી તે પોતાની વેદનાઓ ભૂલી ગયો. પોતાના વિમાનમાં બેસીને બીજા સ્થાનમાં જતો કોઈ વિદ્યાધર ત્યાં આવ્યો. તે માણસની દયનીય દશા જોઈને તેનું હૃદય કરુણાથી દ્રવી ગયું. તેણે તે માણસને કહ્યું કે ‘તું મારા વિમાનમાં ચઢી
SR No.022256
Book TitleYogsar Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages430
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy