SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ योगसारः ५/२७,२८ व्रतदुःखं सर्वदुःखदवानलम् __ ५२५ कष्टसहनेन त्वया कर्मक्षयः कर्त्तव्यः । अन्यथा परभवे पराधीनदशायां त्वया तत्कर्मफलं सोढव्यम् । उक्तञ्च दशवैकालिकसूत्रस्य प्रथमचूलिकायाम् – 'पावाणं च खलु भो कडाणं कम्माणं पुव्वि दुच्चिन्नाणं दुप्पडिक्कंताणं वेइत्ता मुक्खो, नत्थि अवेइत्ता तवसा वा झोसइत्ता ।' (छाया - पापानां च खलु भोः ! कृतानां कर्मणां पूर्वं दुश्चीर्णानां दुष्प्रतिक्रान्तानां वेदयित्वा मोक्षः, नास्ति अवेदयित्वा तपसा वा जोषयित्वा ।) अत्र समभावेन सहनेन पुराणकर्मनिर्जरा भविष्यति नूतनकर्मबन्धश्च न भविष्यति । परत्राऽज्ञानदशायां रागद्वेषाकुलचेतसा सहनेन पुराणकर्मनिर्जरया सह नूतनकर्मबन्धोऽपि भविष्यति । ततस्तव दुःखपरम्पराया अन्तो न भविष्यति । दुःखानि कर्मोदयजन्यानि । कर्मणि क्षीणे दुःखमपि क्षीणम् । अत्र संयमकष्टानां सहनेन कर्मनिर्जरणेन तव दुःखक्षयो भविष्यति । दावानले पतितं सर्वं भस्मसाद्भवति। संयमकष्टानि दावानलरूपाणि । तैः सर्वेषां दुःखानां क्षयो भविष्यति । संयमकष्टानि त्वया दृढीभूय सोढव्यानि । यदि संयमकष्टैस्त्वं चलित्वाऽतिचारान्प्रतिसेविष्यसे संयमकष्टानि निवारयिष्यस्यसंयमे प्रवर्तिष्यसे व्रतभङ्गं वा करिष्यसे तायतौ त्वया महाभैरवं दुःखं सोढव्यम् । अतीतकाले त्वया प्रभूतं सोढम् । તારો એમને એમ મોક્ષ નહીં થઈ જાય. અહીં સ્વાધીન અવસ્થામાં સમભાવથી કષ્ટો સહીને તારે કર્મક્ષય કરવો જોઈએ. અન્યથા પરભવમાં પરાધીન અવસ્થામાં તારે તે કર્મોનું ફળ સહેવું પડશે. દશવૈકાલિકસૂત્રની પ્રથમ ચૂલિકામાં કહ્યું છે – “પૂર્વે ખરાબ રીતે ભેગા કરેલા અને ખરાબ રીતે પ્રતિક્રમણ કરાયેલા પાપકર્મોનો તેમને ભોગવીને મોક્ષ થાય છે, ભોગવ્યા વિના નહીં અથવા તપથી તેમને બાળીને મોક્ષ થાય છે.” અહીં સહન કરવાથી જૂના કર્મોની નિર્જરા થશે અને નવા કર્મો નહીં બંધાય. પરભવમાં અજ્ઞાનદશામાં રાગદ્વેષથી વ્યાકુળ ચિત્તથી સહન કરવાથી જૂના કર્મોની નિર્જરા સાથે નવા કર્મોનો બંધ પણ થશે. તેથી તારી દુઃખની પરંપરાનો અંત નહીં આવે. દુ:ખો કર્મોના ઉદયથી આવે છે. કર્મોનો ક્ષય થવા પર દુઃખનો પણ ક્ષય થાય છે. અહીં સંયમના કષ્ટો સહેવાથી કર્મનિર્જરા થવાથી તારા દુઃખોનો ક્ષય થશે. દાવાનળમાં પડેલું બધું રાખ થઈ જાય છે. સંયમના કષ્ટો દાવાનળ જેવા છે. તેમનાથી બધા દુઃખોનો ક્ષય થશે. તારે સંયમના કષ્ટો દૃઢ થઈને સહન કરવા. જો સંયમના કષ્ટોથી ચલિત થઈને તું અતિચારોને સેવીશ, સંયમના કષ્ટોને નિવારીશ, અસંયમમાં પ્રવર્તીશ કે સંયમનો ભંગ કરીશ તો ભવિષ્યમાં તારે મહાભયંકર દુઃખ સહેવું પડશે.
SR No.022256
Book TitleYogsar Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages430
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy