SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ ४८३ योगसारः ५/१४ सदाचारो मूर्तो धर्मोऽक्षयनिधिश्च भावरूपः । स न दृश्यते । सदाचारः क्रियारूपः । स साक्षाद् दृश्यते । क्रियया भावः प्रादुर्भवति वर्धते च । यथाशक्ति क्रियां विना केवलस्य भावस्यास्तित्वं न भवति । तत्रापि भावस्य प्रतिपादनं दम्भरूपम् । बालजीवा सदाचारं दृष्ट्वैव धर्मं प्रत्याकृष्यन्ते । सदाचारोऽक्षयो निधिः । निधानाद्धनं प्राप्यते । यथा यथा तस्माद्धनं निष्काश्यते तथा तथा तद्रिक्तीभवति । धने सर्वथा निष्काशिते निधानं क्षीयते । सदाचारेण पुण्यं बध्यते । तदुदये विपुलं सुखं प्राप्यते । तदा पुनः सदाचाराऽऽसेवनेन पुण्यं बध्यते । तदुदये पुनर्विपुलं सुखं प्राप्यते । एवं परम्परया जीवो मुक्तिसुखमपि प्राप्नोति । तत्त्वक्षयम् । इत्थं सदाचारेणाऽक्षयं सुखं प्राप्यते । ततः कारणे कार्योपचारं कृत्वाऽत्रोक्तं-सदाचारोऽक्षयो निधिरिति । सदाचारो दृढं धैर्यम् । धिया राजते इति व्युत्पत्त्या धीरः-प्राज्ञः, धैर्य-प्राज्ञत्वम् । बुद्धिशाली सदाचारे प्रवर्त्तते । यः सदाचारे न प्रवर्त्तते स स्वस्य मूर्खतां प्रख्यापयति । सदाचारेण सुगतिरसदाचारेण च दुर्गतिः प्राप्यते । यस्तीव्रमेधावी भवति स सदाचारे સદાચાર ક્રિયારૂપ છે. તે સાક્ષાત દેખાય છે. ક્રિયાથી ભાવ પ્રગટે છે અને વધે છે. શક્તિ મુજબની ક્રિયા વિના એકલા ભાવનું અસ્તિત્વ હોતું નથી. ત્યાં પણ ભાવનો દાવો કરવો એ દંભરૂપ છે. બાળજીવો સદાચારને જોઈને જ ધર્મ પ્રત્યે આકર્ષાય છે. સદાચાર અક્ષય નિધાન છે. નિધાનમાંથી ધન મળે છે. જેમ જેમ તેમાંથી ધન કઢાય તેમ તેમ તે ખાલી થાય છે. બધું ધન કાઢવા પર નિધાન ખાલી થઈ જાય છે. સદાચારથી પુણ્ય બંધાય છે. તેનો ઉદય થાય ત્યારે ઘણું સુખ મળે છે. ત્યારે ફરી સદાચારના સેવનથી પુણ્ય બંધાય છે. તેનો ઉદય થાય ત્યારે ફરી વિપુલ સુખ મળે છે. એમ પરંપરાએ જીવ મુક્તિના સુખને પણ પામે છે. તે તો અક્ષય છે. આમ સદાચારથી અક્ષય સુખ મળે છે. તેથી કારણમાં કાર્યનો ઉપચાર કરીને અહીં કહ્યું કે સદાચાર અક્ષય નિધાન છે. સદાચાર એ દઢ વૈર્ય છે. બુદ્ધિથી શોભે તે ધીર, એટલે કે હોંશિયાર. ધર્મ એટલે હોંશિયારી. બુદ્ધિશાળી સદાચારમાં પ્રવર્તે છે. જે સદાચાર સેવતો નથી તે પોતાની મૂર્ખાઈ બતાવે છે. સદાચારથી સગતિ અને અસદાચારથી દુર્ગતિ મળે છે. જે બહુ બુદ્ધિશાળી હોય તે સદાચાર સેવવા વડે પોતાની સગતિ નક્કી કરે છે. તેથી અહીં
SR No.022256
Book TitleYogsar Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages430
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy