SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ योगसारः ४/२२,२३ हीनसत्त्वोऽल्पलाभार्थं महाव्ययं करोति ३८१ स्वल्पमूल्यं वस्तु न ग्राह्यम् । बहुमूल्यवस्तुना ततोऽधिकमूल्यं वस्तु ग्राह्यम् । एवं कुर्वाण एव पण्डितो भवति । चारित्रं बहुमूल्यवस्तुतुल्यं, यतश्चारित्राराधनया सद्गतिः सिद्धिगतिश्च प्राप्यते । ऐहिकवस्त्राहारपात्रादिजन्यं सुखं स्वल्पमूल्यवस्तुतुल्यम्, तुच्छत्वादल्पकालभावित्वात्स्वल्पपुण्यलभ्यत्वाच्च । तत ऐहिकसुखार्थं चारित्रं विराधयन्मुनिः स्वल्पमूल्यवस्तुकृते बहुमूल्यवस्तु त्यजति । ततः स मूर्ख एव । स तु महामूर्यो यतः काकिणीकृते कोटिं हारयन्नरः कदाचित्पुनर्कोटिं प्राप्नुयात्, परन्त्वैहिकसुखकृते चारित्रं विराधयतो मुनेर्भवान्तरेऽपि चारित्रं दुर्लभम् । तेनेह सुखशीलताया एव संस्कारा दृढीकृताः, न तु चारित्रस्य । ततो भवान्तरेऽपि पूर्वभवसंस्कारानुसारेण स सुखशील एव भविष्यति, न तु चारित्रं ग्रहीष्यति । इत्थं हीनसत्त्वो मुनिः सुखशीलीभूयैहिकवस्तुप्राप्त्यर्थं गृहस्थानामग्रे चाटुकरणेन स्वीयं चारित्रं विराधयन अल्पलाभार्थं महाव्ययं करोति । उक्तञ्चाभाणशतके श्रीधनविजयगणिरचिते - 'कषायविषयैर्येन, संयमः शिथिलीकृतः । तेन मुक्ताफलं विद्धं, स्थूलेन मुशलेन किम् ? ॥५८॥ साधुत्वं येन सम्प्राप्य, निन्द्याचारः कृतः વધુ મૂલ્યવાળી વસ્તુથી તો તેનાથી અધિક મૂલ્યવાળી વસ્તુ લેવી જોઈએ. આમ કરનારો જ પંડિત બને છે. ચારિત્ર વધુ મૂલ્યવાળી વસ્તુ જેવું છે; કેમકે ચારિત્રની આરાધનાથી સદ્ગતિ અને મોક્ષ મળે છે. આલોકના વસ્ત્ર-આહાર-પાત્રા વગેરેથી મળતું સુખ અલ્પમૂલ્યવાળી વસ્તુ સમાન છે, કેમકે તે તુચ્છ છે, અલ્પકાળ ટકનારું છે અને થોડા પુણ્યથી મળનારું છે. તેથી આલોકના સુખ માટે ચારિત્રની વિરાધના કરનારો મુનિ અલ્પમૂલ્યવાળી વસ્તુ માટે વધુ મૂલ્યવાળી વસ્તુને છોડે છે. તેથી તે મૂર્ખ જ છે. તે તો મહામૂર્ખ છે, કેમકે કોડી માટે કરોડ સોનામહોર હારનાર માણસ કદાચ ફરી કરોડ સોનામહોર પામે, પણ આલોકના સુખ માટે ચારિત્રની વિરાધના કરનારા મુનિને ભવાંતરમાં પણ ચારિત્ર દુર્લભ બને છે. તેણે આ ભવમાં સુખશીલતાના સંસ્કારો જ દૃઢ કર્યા છે, ચારિત્રના નહીં. તેથી ભવાંતરમાં પણ પૂર્વભવના સંસ્કારને અનુસાર તે સુખશીલ જ થશે, તે ચારિત્ર નહીં લે. આમ સત્ત્વહીન મુનિ સુખશીલિયો થઈને આલોકની વસ્તુઓ મેળવવા ગૃહસ્થોની આગળ ખુશામત કરીને પોતાના ચારિત્રની વિરાધના કરતો થોડા લાભ માટે ઘણો ખર્ચ કરે છે. શ્રીધનવિજયગણિ રચિત આભાણશતકમાં કહ્યું છે, “જેણે કષાયો-વિષયો વડે સંયમને શિથિલ કર્યું, તેણે જાડા સાંબેલાથી મોતીને વિધ્યું. (૫૮) જેણે સાધુપણું પામીને e9
SR No.022256
Book TitleYogsar Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages430
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy