SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ १० આમ, જ્ઞાન મળ્યા પછી બાહ્ય ભાવોથી નિર્લેપ બનીને અધ્યાત્મમાં ઊતરી જવું જોઈએ. અધ્યાત્મજગતમાં ઊતરવાનો માર્ગ બતાવનારો ગ્રંથ એટલે જ ‘યોગસાર’. યોગ એટલે ભગવાને બતાવેલી, આપણને મોક્ષમાં લઈ જનારી બધી આરાધનાઓ. એ આરાધનાઓનો સાર ‘આત્મવિશુદ્ધિ પામવી અને આત્માને પરમાત્મા બનાવવો' એ છે. યોગસારમાં યોગના આ સારની સુંદર છણાવટ કરાઈ છે. આ મૂળગ્રંથ પાંચ પ્રસ્તાવોમાં વહેંચાયેલો છે. પહેલા પ્રસ્તાવમાં પરમાત્માના વાસ્તવિક સ્વરૂપનો ઉપદેશ અપાયો છે. તેમાં ૪૬ ગાથાઓ છે. બીજા પ્રસ્તાવમાં તત્ત્વોના સારરૂપ ધર્મનો ઉપદેશ અપાયો છે. તેમાં ૩૮ ગાથાઓ છે. ત્રીજા પ્રસ્તાવમાં સમતાનો ઉપદેશ અપાયો છે. તેમાં ૩૧ ગાથાઓ છે. ચોથા પ્રસ્તાવમાં સત્ત્વનો ઉપદેશ અપાયો છે. તેમાં ૪૨ ગાથાઓ છે. પાંચમા પ્રસ્તાવમાં ભાવશુદ્ધિનો ઉપદેશ અપાયો છે. તેમાં ૪૯ ગાથાઓ છે. આમ આ ગ્રંથ ૨૦૬ ગાથાનો છે. બધી ગાથાઓ સંસ્કૃત ભાષામાં અને અનુષ્ટુ છંદમાં રચાયેલી છે. ગ્રંથકારે તે તે પ્રસ્તાવમાં આવનારા વિષયો દૃષ્ટાંતો, તર્કો વગેરે દ્વારા ખૂબ સુંદર રીતે સમજાવ્યા છે. ગાથાઓની રચના ખૂબ જ સરળ શૈલીમાં કરાઈ છે. તેથી અન્વય વિના પણ ગાથાઓના શબ્દાર્થનો બોધ સહેલાઈથી થઈ શકે છે. સતત બાહ્યભાવોમાં મગ્ન રહેતાં આપણા આત્માને અંતર્મુખ બનાવવા આ ગ્રંથ ખૂબ ઉપયોગી છે. આ ગ્રંથ કોઈક અજ્ઞાત પૂર્વાચાર્યએ રચેલ છે. તેઓ અત્યંત નિઃસ્પૃહી હતા. તેથી જ ગ્રંથમાં તેમણે ક્યાંય પણ પોતાના નામનો ઉલ્લેખ કર્યો નથી. તેઓ ખૂબ ઊંચા અને અંદ૨માં ઊતરેલા સાધક હતા. તેમણે ઘણા શાસ્ત્રોનું અધ્યયન કરી પોતાના જીવનના અનુભવોનો નિચોડ આ ગ્રંથમાં ઠાલવી દીધો છે. આ ગ્રંથ રચી તેમણે આપણા જેવા પામર જીવો ઉપર બહુ મોટો ઉપકાર કર્યો છે. આ ગ્રંથમાં ક્યાંય પણ તેમણે રચનાસમય પણ લખ્યો નથી. તેથી તેઓ ક્યારેય થયા અને આ ગ્રંથ ક્યારે રચાયો તે જાણવું શક્ય નથી. બધી ગાથાઓ સરળ લાગે છે, પણ તેમની પાછળ ઘણું ઊંડું રહસ્ય રહેલું છે. ચિંતનના મહાસાગરમાં ડૂબકી લગાવનારને તે રહસ્યરત્નો હાથ લાગે છે. ‘યોગસાર’ મૂળગ્રંથનું મેં ઘણી હસ્તલિખિત પ્રતોના આધારે સંશોધન કર્યું છે. બધી હસ્તલિખિત અને મુદ્રિત પ્રતોની સંકલના કરી યોગ્ય પાઠ મેં મૂળગાથામાં જોડ્યો છે અને પાઠાંતરો નીચે ટીપ્પણમાં આપ્યા છે. આ હસ્તલિખિત પ્રતો અને મુદ્રિત પ્રતોનો પરિચય આ મુજબ છે - - A B - - આ પ્રત પાટણના શ્રીહેમચન્દ્રાચાર્યજ્ઞાનમંદિરની છે. તેની ઉપર લેખનસંવત લખેલ નથી. આ પ્રત પાટણના શ્રીહેમચન્દ્રાચાર્યજ્ઞાનમંદિરની છે. તેની ઉપર લેખનસંવત લખેલ નથી. આ પ્રત ઘણી અશુદ્ધ છે.
SR No.022256
Book TitleYogsar Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages430
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy