SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ३५५ चारित्रं दुश्चरम् योगसार: ४/१६ तेन नग्नपादेन सदा विहर्त्तव्यम् । तेन कठिनभूमौ संस्तारके शयनीयम् । यथा गुरुर्लोहभारो दुर्वहो भवति, यथा प्रतिस्रोतो दुस्तरं भवति, यथा बाहुभ्यां समुद्रतरणं दुष्करम्, यथा वालुकाकवलो निरास्वादो, यथाऽसिधारायां चलनं दुष्करम्, यथाऽयोमययवचर्वणं दुष्करम्, यथा दीप्ताऽग्निशिखापानं दुष्करम्, यथा वातेन कोत्थलभरणं दुष्करम्, यथा तुलया मेरुपर्वततोलनं दुष्करं तथा चारित्रपालनं सुदुष्करम् । उक्तञ्चोत्तराध्ययनसूत्रे एकोनविंशतितमे मृगापुत्रीयाध्ययने- 'तं बेंति अम्मापियरो, सामण्णं पुत्त दुच्चरं । गुणाणं तु सहस्सा, धारेयव्वाइं भिक्खुणा ॥ २५ ॥ समया सव्वभूएसु, सत्तुमित्तेसु વા નો । પાળાવાયવિરરૂં, નાવત્નીવાળુ ડુક્કર રદ્દ॥ નિર્વ્યાતપ્પમત્તેનું, मुसावायविवज्जणं । भासियव्वं हियं सच्चं, निच्चाउत्तेण दुक्करं ॥२७॥ दंतसोहणमाइस्स, अदत्तस्स विवज्जणं । अणवज्जेसणियस्स, गिण्हणा अवि दुक्करं ॥ २८ ॥ विरई अबंभचेरस्स, कामभोगरसन्नुणा । उग्गं महव्वयं बंभं, धारेयव्वं ભિક્ષાચર્યાથી પોતાનું પેટ ભરવાનું હોય છે. તેણે ઉઘાડે પગે હંમેશા વિહાર કરવાનો હોય છે. તેણે કઠણ ભૂમિ ઉપર સંથારામાં સૂવાનું હોય છે. જેમ વજનવાળો લોઢાનો ભાર મુશ્કેલીથી વહન થાય છે, જેમ સામો વહેણ મુશ્કેલીથી તરાય છે, જેમ હાથથી સમુદ્ર તરવો મુશ્કેલ હોય છે, જેમ સ્વાદ વિનાનો રેતીનો કોળિયો ચાવવો મુશ્કેલ છે, જેમ તલવારની ધાર ઉપર ચાલવું મુશ્કેલ છે, જેમ લોઢાના જવ ચાવવા મુશ્કેલ છે, જેમ પ્રગટેલી અગ્નિની શિખા પીવી મુશ્કેલ છે, જેમ વાયુથી કોથળો ભરવો મુશ્કેલ છે, જેમ ત્રાજવાથી મેરુપર્વતને તોલવો મુશ્કેલ છે, તેમ ચારિત્ર પાળવું બહુ મુશ્કેલ છે. ઉત્તરાધ્યયનસૂત્રમાં ઓગણીસમા મૃગાપુત્રીય અધ્યયનમાં કહ્યું છે - ‘માતા-પિતા તેને કહે છે – હે પુત્ર ! સાધુપણું મુશ્કેલીથી પાળી શકાય એવું છે. સાધુએ હજા૨ો ગુણો ધારણ કરવાના હોય છે. (૨૫) જગતમાં શત્રુ-મિત્ર વગેરે બધા જીવોને વિષે સમતા રાખવી જીવનના છેડા સુધી પ્રાણાતિપાતની વિરતિ પાળવી મુશ્કેલ છે. (૨૬) હંમેશા અપ્રમત્ત થઈને મૃષાવાદનો ત્યાગ કરવો, હંમેશા ઉપયોગપૂર્વક હિતકારી અને સત્ય બોલવું મુશ્કેલ છે. (૨૭) કોઈએ નહીં આપેલ દાંત ખોતરણીનો પણ ત્યાગ કરવો અને નિર્દોષ અને એષણીયનું ગ્રહણ કરવું પણ મુશ્કેલ છે. (૨૮) કામ-ભોગના રસને જાણનારાને અબ્રહ્મચર્યની વિરતિ અને ઉગ્ર બ્રહ્મચર્ય મહાવ્રત ધારણ કરવું બહુ મુશ્કેલ છે. (૨૯) ધન-ધાન્ય-નોકરોના પરિગ્રહનો ત્યાગ, બધા આરંભનો ત્યાગ અને
SR No.022256
Book TitleYogsar Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages430
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy